Breaking News

પહેલી વખત માતા-પિતા બનવાના છો? તો ના કરતા આ ભૂલો, અહી ક્લિક કરી એકવાર જરૂર વાંચી લ્યો આ લેખ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

સ્ત્રી માટે માતા બનવું અને પુરુષ માટે પિતા બનવું એ જીવનનો એક અદ્ભૂત અને સુખમય અનુભવ હોય છે. આ સમયે માત્ર બાળકનો જ જન્મ નથી થતો પરંતુ  માતાપિતા બન્નેનો જન્મ થાય છે કારણ કે તેઓ પણ પહેલીવાર  માતાપિતા બનતા  હોય છે.

બધા જ નવા  બનેલા માતાપિતા માટે આ એક સામાન્ય બાબત એ  છે કે  તે હંમેશા પોતાના બાળકની સુરક્ષા તેમજ સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહ્યા કરતાં હોય  છે. માતાપિતા એટલા બધા સેન્સિટીવ બની જાય છે કે માત્ર બાળકને છીંક આવે તો પણ તેઓ ચિંતિત થઈ જતાં હોય  છે.

તેઓ બાળકમાં આવતા ફેરફાર  બાબતે કંઈક વધારે પડતું જ વિચારતા હોય છે. નવા બનેલા માતાપિતાને એવું લાગતું હોય છે કે નવજાત બાળકને ચોવીસે કલાક સંભાળ તેમજ પંપાળની જરૂર પડતી હોય  છે.

નાનું  બાળક દીવસની 18 થી 20 કલાકની ઉંઘ લેતું હોય છે. તે  દર ડોઢ-બે કલાકે જાગે છે ત્યારે તે ફરી તેની નેપી બદલાવી તેને ફીડીંગ કરાવી માતા તેને પછી સુવડાવી દે છે. પણ તે જ્યારે સુતું હોય છે ત્યારે માતા આરામ કરતી નથી. અને જ્યારે માતાને ઉંઘ આવવાની હોય છે ત્યારે બાળકનો જાગવાનો સમય થઈ ગયો હોય છે. માટે બને ત્યાં સુધી બાળક જ્યારે આરામ કરતું હોય ત્યારે માતાએ પણ આરામ કરી લેવો જોઈએ.

નવું નવું બાળક જન્મ્યું હોય અને તમે તેને સંભાળી રહ્યા હોવ ત્યારે તમારી આસપાસ રહેતાં લોકો તમને તમારા બાળકને આ ખવડાવો જેવી સલાહ આપશે અથવા તો  જાતે ખવડાવવાનો પ્રયાસ કરતાં હોય છે.

સામાન્ય રીતે માતાએ સવા મહિનો તો આરામ જ લેવાનો હોય છે પણ પછી તે જ્યારે ધીમે ધીમે કામ પર ચડે છે ત્યારે તે ઘરના કામમાં એટલા  વ્યસ્ત થઈ જતાં હોય  છે કે બાળકના સુવાના સમયે જ તે બધું કામ કરે છે અને જ્યારે માતાને  આરામ કરવાનો સમય આવે ત્યારે બાળક જાગી જાય એટલે પાછું તેની સંભાળમા વ્યસ્ત રહેવું પડે છે.

હકીકતમાં  બાળક છ મહિનાનું થાય ત્યાં સુધી તેને માતાનું દૂધ જ આપવું જોઈએ તેમાંથી જ બાળક ને દરેક પોષણ મળી રહે છે. ત્યાં સુધી પાણી કે બહારનુ દૂધ પણ ન આપવું  જોઈએ. બાળક જન્મયાની સાથે તેના માટે એક ઘોડિયું લાવી જ દેવું જોઈએ. બાળકના સુઈ ગયા બાદ  તરત જ બાળકને તેને ઘોડિયામાં સુવડાવી દેવું જોઈએ.

બાળકના ખોટા વર્તન કે ભૂલને ક્યારેય પણ બચવાની કોશિશ ન કરવી. તેને પ્રેમથી સમજાવી સાચા રસ્તે વાળવું.  કોઇ વાર અન્ય કારણસર બાળકનો વ્યવહાર અનિયંત્રિત થઇ જાય છે જેમ કે ભૂખ લાગવી, ઊંઘ આવવી કે શરીરમાં કોઇ તકલીફ થવી. બાળકની પરિસ્થિતિને સમજી તેની સાથે સમજદારીથી કામ લેવું જોઈએ.

આમ તો નવા-નવા મતાપિતા બાળકને લગતી નાની-નાની બાબતોએ ચિંતિત રહ્યા કરતાં હોય છે પણ બાળકનું ટેમ્પ્રેચર થોડું ઉપર આવી જાય તેને તેઓ અવગણતા હોય છે. તેમને એવું લાગે  છે કે બાળક તો એટલું ગરમ હોય જ છે. જેમ આપણને જમ્યા બાદ સુવાની  મનાઈ છે કારણ કે આપણે ખોરાકને પચાવવાનો હોય છે તેવી જ રીતે બાળકો સાથે પણ તેવું જ  હોય છે.

પહેલાં ત્રણ મહિના બાળકના શરીરનું તાપમાન 100.4 ડીગ્રી ફેરન હીટ અથવા તેનાથી વધારે હોય તો બની શકે કે તે બિમાર હોય અથવા તો તેને કોઈ ઇન્ફેક્શન હોય અને તે સમયે માતાપિતાએ બાળકના ડોક્ટરને મળી લેવું જોઈએ. જો કે જ્યારે બાળકને વેક્સિન આપવામા આવી હોય ત્યાર બાદ તેને તાવ આવવો સામાન્ય ગણવામાં આવે  છે.

ઘણા માતાપિતા જેઓ એકલા હાથે નવજાત બાળકને ઉછેરી રહ્યા હોય તેઓ બાળકના થોડા રડવાથી ચિંતિત થઈ ઉઠે છે, પણ તેમને એ નથી ખબર હોતી કે બાળકનું રડવું એટલે કે તેનું કંઈક કહેવું હોય છે.

પણ તમારે એટલું યાદ રાખવું કે બાળકને રડવા દેવું જોઈએ. બાળક રડતું હોય  તેનો અર્થ એ નહીં કે તેને કોઈ તકલીફ થાય  છે. જો કે બાળકને તાવ હોય, તેને કોઈ ઇન્ફેક્શન થયું હોય અથવા તો તેનું પેટ ફુલી ગયું હોય તો તમારે બાળકના રડવાની અવગણના ન કરવી જોઈએ.

બાળક રડીને તમારી સાથે સંપર્ક કરતુ હોય  છે. અને બાળક માટે રડવું ઘણું જરૂરી હોય છે. બાળક સંપુર્ણ સંતુષ્ઠ અને તેમનું પેટ ભરાયેલું હોય તો પણ રડે છે અને તેને જ્યારે ભુખ લાગે ત્યારે પણ તે રડીને તમને જણાવે છે.

તમે ગમે તેટલા થાકી ગયા હોવ તો પણ તમારે તેને ફીડીંગ કરાવ્યા બાદ ઘોડિયામાં સુવડાવી દેવું જોઈએ. કારણ કે એવા ઘણા બધા કીસ્સા  છે જેમાં માતા સાથે બાળક સુઈ ગયું હોય અને અચાનક મૃત્યુ પામ્યું હોય જેને  સિન્ડ્રોમ પણ કહે છે.

તેમને પણ ફીડીંગ કરાવ્યા બાદ સીધું જ સુવડાવી ન દેવું જોઈએ પણ બાળકને  તેડીને તેમના વાંસા પર હળવા હાથે થપથપાવીને ઓડકાર અપાવવાનો હોય છે જેથી કરીને તેનો ખોરાક પેટ સુધી પહોંચી જાય અને તેને ગેસ કે અપચો ન થાય.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!