શિયાળામાં થતાં પગ અને હોઠના વાઢિયાં મટાડવા રામબાણ છે આ ઈલાજ, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વાઢિયા માત્ર પગના તળિયે જ થાય છે એવું નથી. હોઠ, સ્તન, મળમાર્ગે, યોનિ, શિશ્ર્ન વગેરે શરીરના અંગો પર પણ થાય છે. ઠંડી અને સૂકી હવાને કારણે વાઢિયા-ચીરામાં વિશેષ દર્દ થાય છે.

વાતાવરણની વિશિષતાઓ કારણે ચામડીનાં છિદ્રો સંકુચિત બને છે. તેથી ચામડીના નીચેના સ્તરમાં રહેલી સ્નેહગ્રંથિઓનો સ્રાવ અવરોધાય છે. આ સ્રાવના અભાવે ત્વચાની અંદર રહેલા તૈલી ભાગનું પ્રમાણ ઘટવા માંડે છે.

શરીરમાં વાયુ વધવાથી અને રુક્ષતાને લઈને પગમાં ચીરા પડે છે. રાળ, ગુગળ, સીંધવ, ગેરુ, ગોળ, ઘી, મીણ અને મધ દરેક ૧૦-૧૦ ગ્રામ લઈ ધીમા તાપે ઉકાળવું. ઠંડુ પડ્યે બરણીમાં ભરી લેવું. સવારે અને રાત્રે ગરમ પાણીથી પગ ધોઈ આ મલમ લગાડી પાટો બાંધી દેવો. પાણીમાં કે કીચડમાં ચાલવું નહીં. બુટ પહેરી રાખવા, વાયુની વૃદ્ધી કરનાર આહાર-વીહારનો ત્યાગ કરવો. ઉપવાસ, એકટાણા, ઉજાગરા કરવા નહીં.

જેમ વરસાદના અભાવે જમીનમાં તિરાડો પડવા માડે છે તેમ ચામડીમાં પણ તિરાડો પડી જાય છે. આમ, ચામડીના ફાટી જવાની પ્રકિયાને વાઢિયા કહે છે. વાઢિયા થાય ત્યારે ખાસ કરીને ચમાડીમાં ચીરા પડી જતા હોય છે. આ પ્રકારના ચીરાઓ કેટલીકવાર લાંબા સમય સુધી રહે તો તેમાં ખંજવાળ આવે છે. દુ:ખાવો પણ થાય છે.

કેટલીવાર આ ચીરામાંથી લોહીની ટશીઓ પણ ફૂટતી હોય છે. ક્યારેક તેમાં પરુ-પસ પણ થઈ જાય છે. શરીરમાં જુદી-જુદી જગ્યાએ પડેલા ચીરાઓ જુદી-જુદી સમસ્યાઓ પેદા કરે છે.

ચામડીના કોષોને સ્નેહ તત્વ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેનું આયોજન કરવું. શિયાળા જેવી ઋતુમાં વાતાવરણની રુક્ષતાની અસર ચમાડીના કોષો પર ન પડે તે માટે બાહ્ય ઉપચાર તરીકે માલિશ, સનબાથ, સોનાબાથ વગેરે કરી શકાય. આખા શરીરે તલના તેલ કે સરસિયાનું માલિશ કરવાથી ત્વચા કોમળ અને તેજસ્વી બને છે. પગે તેલનું માલિશ કરવાથી પગ મજૂબત થાય છે. ઊંઘ સરસ આવે છે. આંખો નિર્મળ, સ્વચ્છ રહે છે. પગની ત્વચા સંકોચ પામતી નથી કે ફાટી જતી નથી.

પગના તળિયે ગાયના ઘીનું માલિશ કાયમ કરવાથી વાઢિયાથી બચી શકાય છે. ઉપરાંત આંખોની જોવાની ક્ષમતામાં વધારો થાય છે. આંખ અને પગની બળતરા ઓછી થાય છે. ઊંઘ એટલી સરસ આવે કે ધીમે ધીમે ઊંઘની ગોળી બંધ થઈ જાય છે.

જો વાઢિયા થયા હોય તો જાત્યાદિ ઘૃત કે જીવન્તયાદિ-ઘૃતનું પગના તળિયે નિયમિત માલિશ કરવાથી વાઢિયા મટે છે. એ લગાડતાં પહેલા ૧૦ મિનિટ ગરમ પાણીમાં પણ બોળી રાખવાથી ઝડપથી વાઢિયા મટે છે.

સવારે ગરમ દૂધમાં એક ચમચી સાકર સાથે એક ચમચી ગાયનું ઘી ઉમેરીને પીવાથી વાઢિયા મટે છે. વાઢિયામાં અશ્વગંધા, શતાવરી, જેઠીમધ, ડોડી, આમળાં જેવાં રસાયન ઔષધો આપવામાં આવે છે. હળદર, તુલસી અને એલોવેરાનો સપ્રમાણમાં લઈને તેનો લેપ બનાવી ફાટેલી એડી પર લગાવો, બહુ જલદી વાઢીયા અને ચીરાની સમસ્યામાં રાહત મળશે.

દોઢ ચમચી વેસેલિનમાં એક નાની ચમચી બોરિક પાઉડર નાંખીને સારી રીતે મેળવો અને વાઢિયા અને ચીરા પર સારી રીતે લગાવો. થોડા જ દિવસોમાં પગની પાની પરના ચીરા રૂઝાઈ જશે.

જે સ્ત્રીઓને ઘરે કામ કરવાનું હોય છે તેમના પગમાં ખાસ કરીને વાઢીયા પડી જાય છે અને તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. તેની પાછળનું ખાસ કારણ એ છે કે કપડાં કે વાસણ કરતી વખતે તેમાં સાબુ ભરાઈ જાય છે. ત્યાર બાદ ઘરની અંદર કચરા-પોતા કરતી વખતે તેમાં ધૂળ-માટી ભરાઈ જાય છે. તો તેના માટે વિશેષ સાર-સંભાળ રાખવી જરૂરી છે.

જ્યારે સ્ત્રીઓ કપડાં ધોતી હોય તે વખતે પગ પર પણ થોડોક સાબુ લગાવી દો અને તેને થોડી વાર બાદ બ્રશથી રગડીને ધોઈ લો. આ સિવાય ઘઉંનો લોટ અને દૂધમાંથી બનાવેલી પેસ્ટને પણ લગાવી શકો છો. આનાથી પગ મુલાયમ રહેશે અને વાઢીયાની સમસ્યા નહીં થાય.

કોઈપણ ક્રિમ કે મોઈશ્ચરાઈઝરની સાથે ટૂથપેસ્ટ મિક્ષ કરીને હળવા હાથે મસાજ કરો, પાકા કેળાને બરાબર મસળી વાઢિયા પડેલ ભાગમાં પંદર મિનિટ મસાજ કરવું અને પછી પગ ધોઇ લેવા. કેળામાં રહેલ કેલ્શિયમથી વાઢિયા સારાં થવામાં મદદ મળે છે.

જો એડીઓ વધારે ફાટી ગઇ હોય તો, એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો. પછી, રૂના પૂમડાં દ્વારા એક-એક ટીપું એડીઓની તિરાડોમાં ટપકાવો. શરૂઆતમાં થોડીક બળતરા થશે. પણ આ અકસીર ઉપાય છે.

લીંબુનો રસ, ગુલાબજળ અને દીવેલને એક-એક ચમચીની માત્રામાં લઈને બરાબર મિક્ષ કરીને મિશ્રણ તૈયાર કરી લો અને આ મિશ્રણથી ફાટેલી એડી પણ રોજ રાતે એકવાર માલિશ કરો અને પછી મોઝા પહેરીને સૂઈ જાઓ. આ ઉપાયથી ઘણો ફાયદો થશે. દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવી ખુબ હલાવી એકરસ કરી આ મિશ્રણને પગના વાઢીયા અને ચીરા પર લગાવવાથી ઝડપથી ફાયદો થાય છે.

જો પગના ચીરા અને વાઢીયા મટતાં ન હોય તો નિયમિત રીતે ત્યાં વડનું દૂધ લગાવો, ફાયદો થશે.જો એડીઓ વધારે ફાટતી હોય તો, એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો.પછી, રૂના પૂમડાં દ્વારા એક-એક ટીપું એડીઓની તિરાડમાં નાખો. શરૂઆતમાં થોડીક બળતરા થશે. પણ વાઢિયા અને ચીરા પડવાની સમસ્યામાં આ એક અક્સિર ઉપાય છે.

એડીઓમાં વાઢીયા પડવાના અનેક કારણો છે, યોગ્ય જૂતાં ન પહેર્યા હોય, લાંબા સમય સુધી ઉભા રહ્યા હોવ, એડી સુકાઈ ગઈ હોય, વધતી ઉંમર, અયોગ્ય ખોરાક, ડાયાબીટીસ જેવી કોઈ બીમારી હોય વગેરે વગેરે. એડી પર તલનું તેલ લગાવો અને 2-3 મીનીટ સુધી મસાજ કરો. ચોખ્ખા મોજા પહેરો અને આખી રાત રહેવા દો. જ્યાં સુધી ચીરા સંપૂર્ણપણે જતા ન રહે ત્યાં સુધી આમ કરતા રહો.

એક મુઠ્ઠી જેટલા ચોખાના લોટમાં 2 ચમચી મધ અને 2-3 ટીપાં એપલ સાઈડર વિનેગર નાખો. એક જાડી પેસ્ટ બને તે રીતે મિક્સ કરો. પહેલા 10 મીનીટ સુધી પગને હુંફાળા પાણીમાં પલાળો અને પછી આ પેસ્ટ લગાવો. અઠવાડિયામાં 2-3 વાર આ પ્રોસેસ રીપીટ કરો. રાતે સુતા પહેલા કોપરેલ એડી પર લગાવીને સુવાનું રાખો.

હુંફાળા પાણી ભરેલા એક ટબમાં અડધો કપ એપ્સમ સૉલ્ટ નાખો અને 15 મીનીટ સુધી પગ તેમાં પલાળીને રાખો. ત્યારપછી ડેડ સ્કિનને સ્ક્રબ કરીને દૂર કરો. એડીના વાઢીયાને દૂર કરવાનો સૌથી સસ્તો અને અસરકારક ઉપચાર છે પાકુ કેળું. 2 પાકા કેળાં મેશ કરો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં 2 ચમચી ગ્લીસરીન ઉમેરો. આ પેસ્ટને એડી પર લગાવો અને 1 કલાક પછી ધોઈ કાઢો. હવે ગ્લીસરીન લગાવીને મોજા પહેરી લો.

પગમાં ચીરા પડતા હોય તો આઠ ચમચી થોરના દુધમાં બે ચમચી તલનું તેલ અને સહેજ સીંધવ મેળવી ગરમ કરવું. થોરનું દુધ બધું જ બળી જાય અને તેલ બાકી રહે ત્યારે તેલ ગાળીને બાટલીમાં ભરી લેવું. આ તેલ પગના ચીરામાં સવાર સાંજ લગાડતા રહેવાથી થોડા દીવસમાં જ ચીરા મટી જાય છે.

પીપરમિંટ ના તેલ ને જળ મા મિક્સ કરી ને પગે ચોપડવા થી ખુબ જ લાભ થાય છે. સાજી ના ફુલ મા અનેક ગુણ રહેલા છે. જે એડી ના ચીરા ને લાભ પ્રદાન કરે છે. બે ચમ્મચ જળ અને એક ચમ્મચ સાજી ના ફુલ એક મિશ્રણ તૈયાર કરો. આ તૈયાર થયેલ મિશ્રણ ને એડી પર ચોપડૉ. સુકાયા બાદ ચરણ ને સાદા પાણી થી ધોઈ લો.

જેતુન ના ઓઈલ ને પગ મા મસાજ કરવી જેથી તમારા એડી ના દર્દ મા ફાયદો થાય છે. ઉપરાંત એક ટી સ્પુન વેસેલીન લો અને તેમા ત્રણ ટી સ્પુન લીંબુ નો રસ ઉમેરો. અને તેને પગ મા ચોપડો. આશરે ૬૦ મિનિટ રાખ્યા બાદ સુકાઈ જવા દો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top