રાતે સૂતા સમયે થકાવા ના કારણે પગ માં ખૂબ જ દુખે છે. જેનાથી રાતે ઊંઘ પણ નથી આવતી. જો તમે પગ માં તેલ ની માલિશ કરી ને સૂઈ જશો તો તમને દર્દ માથી રાહત પણ મળે છે અને ઊંઘ પણ સારી આવે છે. એટલું જ નહીં પગ માં તેલ ની માલિશ કરવાથી શારીરિક સમસ્યા પણ દૂર થાય છે. સરસવ ના તેલ ની માલિશ પગ માટે ખૂબ યોગ્ય ગણાય છે.
જે લોકો ને સ્ટ્રેસ, ડિપ્રેશન જેવી સમસ્યા છે, તેમણે પણ પગ ના તળિયા માં ફૂટ ઓઇલ મસાજ કરવું જોઈએ. પગ અને હાથ પર તેલ ની માલિશ કરવાથી ડિપ્રેશન, ચિંતા,અને તણાવ ની સમસ્યા દૂર થાય છે. આવું દિવસ માં 2 વાર કરવું. આનાથી તણાવ માં છુટકારો મળે છે.
રાત માં શાંતિ થી ઊંઘ આવે છે. મસાજ કરવા માટે પગ ના તળિયા ને ખોળા માં મૂકો. હવે અંગૂઠા ને દબાવો. એક થી બે મિનિટ સુધી તળિયા પર નારિયેળ કે સરસવ ના તેલ થી માલિશ કરો. આદુના રસમાં થોડાક પ્રમાણમાં જૈતુનનું કે નારિયેળ તેલ મિકસ કરીને ગરમ કરી લો અને ઠંડુ કરીને તેનાથી 10 મિનિટ માટે પગના તળિયાની માલિશ કરો. જેથી આ તળિયામાં થતી જ્વલન દૂર થશે.
વહેલી સવારે ઉઠીને ખુલ્લા પગે લીલા ઘાસ પર ચાલવું જોઇએ. લીલા ઘાસ પર ચાલવાથી પગના તળિયાની બળતરા ઓછી થઇ જાય છે. સૂકા ધાણા અને ખાંડને સરખા પ્રમાણમાં લઇને પીસી લો. રોજ તેનો 2 ચમચી ચાર વખત ઠંડા પાણી સાથે સેવન કરવાથી હાથ અને પગના બળતરાની સમસ્યા કાયમ માટે દૂર થાય છે.
રાત્રે સૂતા સમયે પગના તળિયામાં એલોવેરા જેલ નીકાળીને લગાવવાથી પણ બળતરાથી રાહત મળી શકે છે.દાડમના પાનને પીસીને તેની પેસ્ટ મહેંદીની જેમ પગના તળિયા પર લગાવવી જોઇએ. માખણ અને ખાંડ સરખા પ્રમાણમાં લઇને તેને બરાબર મિક્સ કરી લો અને તેને તેને પગના તળિયા કે હાથની હથેળીમાં લગાવવાથી પણ ખૂબ રાહત મળે છે.
ઠંડું પાણી પગમાં બળતરા માટે સૌથી સારું ઘરેલૂ ઉપચાર છે. ઠંડા પાણીથી પગમાં થતી સુન્ન અને સોજાથી જલ્દી રાહત આપે છે. તેના માટે ટબમાં ઠંડુ પાણી ભરી તેમાં તમારા પગને થોડા મિનિટ માટે પલાળવું. પગને થોડું રિલેક્સ કરી ફરીથી આવું જ કરવું. પણ પગ પર સીધું બરફ કે આઈસ પેક ક્યારે ન લગાવવું. એક ગ્લાસ પાણીમાં 1 ચમચી હળદરને મિક્સ કરી દિવસમાં 2 વાર પીવાથી પગના બળતરા ઓછી થાય છે . પગમાં હળદરનો લેપ પણ લગાવી શકો છો.
નવશેકું નારિયેળ કે જેતૂનનો તેલમાં એક ચમચી આદુંનો રસ મિક્સ કરી પગના તળિયે 10-15 મિનિટ માલિશ કરવી. કારેલાના પાનને વાટે તેનો પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને પગના તળિયા પર લગાવવું. પગ પર માલિશ જાંઘથી પંજા તરફ કરવી. ઘૂંટણ પર ગોળ-ગોળ માલિશ કરો. પગના તળિયા પર એડીથી આંગળીઓ તરફ મસાજ કરો.
આપણું બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું નથી. રક્ત પરિભ્રમણ યોગ્ય થવાથી ઘણા ફાયદા થાય છે. પગની માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે, જેનાથી પગના તળિયામાં થતી બળતરાથી પણ રાહત મળે છે.
પગના તળિયાઓને માલિશ કરતી વખતે, અમુક પોઇન્ટ્સ પર દબાણ પડે છે, જે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પગની નિયમિત માલિશ કરવાથી માનસિક તણાવ પણ દૂર થાય છે. આ માટે, તમારે લગભગ 3 થી 4 મિનિટ સુધી પગના તળિયાની માલિશ કરવી જોઈએ.
હળદરમા ભરપૂર પ્રમાણમા કરક્યૂમિન હોય છે કે જે શરીરમા તમારે લોહીના પ્રવાહમા સુધારો કરવામા મદદ કરે છે અને તે સિવાય તમારે હળદરમા એન્ટી ઇફ્લેમેન્ટરી ગુણ પણ હોય છે કે જે પગની બળતરા અને પગના દુખાવાને દૂર કરે છે માટે તમે એક ગ્લાસ પાણીમા એક ચમચી હળદર મિક્સ કરીને તેને પીઓ અને દિવસમા તમે બે વખત આ ઉપાય કરવાથી તમને રાહત મળશે. અને તે સિવાય આ હળદરનો લેપ બનાવીને પણ તમારા પગ પર લેપ લગાવી શકો છો તેનાથી પણ તમને ઘણો ફાયદો મળશે.