Breaking News

એક એવું ધાન જેના સેવનથી ઉતરશે વજન, ડાયાબિટીસ અને હાર્ટએટેક માં મળશે છૂટકારો, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ઓટ્સ મતલબ કે જવના દલિયા અથવા ફાડા. જેમ ઘઉંના દલિયા કે ફાડા હોય છે તેમજ આજકાલ બજારમાં અલગ અલગ ઘણા પ્રકારના ઓટ્સ મળે છે. ઓટ્સનો પ્રકાર એક જ હોય છે, પરંતુ તેની ફ્લેવર અલગ અલગ હોય છે. ઓટ્સ મોટાભાગે દૂધ અને પાણીમાં રાંધવામાં આવે છે. સવાર ના નાસ્તા માં જુદાં જુદાં ફળો કે ડ્રાયફ્રુટ સાથે લેવામાં આવતા હોય છે.

ઓટ્સ આરોગ્ય માટે ખુબ જ સારા માનવામાં આવે છે,  કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ તમારી નર્વસ સિસ્ટમ માટે ખુબ જ ફાયદાકારક છે. તે તમને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.

ઓટ્સમાં મળી આવતા ઇનોઝિટોલ લોહીમાં ફેટના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી. તે શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ ઘટાડે છે. ઓટ્સ પેટ સંબંધિત રોગોમાં પણ ખુબ લાભદાયક છે. તે કબજિયાતને દુર કરીને પેટ ખરાબ થવાની સમસ્યામાંથી રાહત આપે છે. ઓટ્સ ના પાઉડર નો ઉપયોગ કરી ને ચામડી ના એક્ઝેમા જેવા રોગો માં પણ રાહત મળે છે.

રોજ સવારે નાસ્તામાં ઓટ્સને સામેલ કરવાથી ડાયાબિટીસની સમસ્યા ઘટે છે, કેમકે તે ઇંસ્યુલિનના સ્તરને નિયંત્રણમાં રાખવામાં સહાયક છે. ઓટ્સમાં કાર્બોહાઈડ્રેટ પણ સારા એવા પ્રમાણમાં હોય છે જેનાથી શરીરને ઊર્જા મળે છે. જે લોકો નિયમિત ઓટ્સ ખાતા હોય છે તે તેમને ડાયાબિટીસ થવાની શક્યતા ઘટી જાય છે.

ઓટ્સના ચોકરમાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર હોય છે, જે જલ્દી પેટ ભરવાની સાથે સાથે તમારા શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે અને તે વજન ઘટાડવામાં ખુબ જ લાભ આપે છે.

કેન્સરથી બચવા માટે ઓટ્સનો પ્રયોગ કરાય છે. તેના પ્રયોગથી હ્રદયરોગનો ખતરો પણ ઘટે છે કેમકે તે હ્રદયની ધમનીઓમાં ચરબીને જમા થતા રોકે છે. શરીરમાં ગરમી વધવાના કારણે થતી સમસ્યાઓ જેવી કે ચક્કર આવવા, ગભરામણ થવી તેમાં ઓટ્સ ફાયદાકારક છે, કેમકે તેની પ્રકૃતિ ઠંડી હોય છે. રુક્ષ ત્વચા કે એક્ઝિમાં જેવી તકલીફમાં પણ ઓટ્સ સહાયક છે. ઓટમીલ બાથ લેવાથી ત્વચા બળવાની સમસ્યા સમાપ્ત થાય છે. તેનાથી રુક્ષતા પણ ઘટે છે.

ઓટ્સને દુધમાં મિક્સ કરીને બનાવેલા સ્ક્રબના પ્રયોગથી ત્વચાની ચમક વધે છે અને ત્વચા લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાય છે. ત્વચાને સુંદર બનાવવામાં પણ ઓટ્સ તમારી મદદ કરી શકે છે. તેનો ફેસપેક બનાવીને ચહેરા પર લગાવવાથી ત્વચા કોમળ અને સ્વસ્થ રહે છે. ઓટ્સ ત્વચાને પણ સુંદર બનાવે છે. તેનાથી ત્વચા સુવાંળી રહે છે અને ખીલની સમસ્યા નથી થતી.

ઓટ્સમાં કૈલ્શિયમ, પોટેશિયમ, મૈગ્નીશિયમ અને વિટામીન-બી હોય છે. જે નર્વસ સિસ્ટમ માટે ફાયદાકારક છે.  તેના કારણે ગર્ભવતી મહિલાઓ નિયમિત ઓટ્સનું સેવન કરવું જોઈએ. ઓટ્સમાં ફાયબર અને મૈગ્નીશિયમ હોય છે જે મગજમાં સેરોટોનિનની માત્રા વધારે છે આ ફેરફારથી મગજ શાંત રહે છે.

રાતભર પલાળેલા ઓટ્સ સવારે નાસ્તામાં ખાવાથી તે એકદમ મુલાયમ થઈ જાય છે. જે સરળતાથી પચી જાય છે.  જે સરળતાથી પચી જાય છે સાથે જ પૌષ્ટિક હોય છે લાંબા સમય સુધી ઓટ્સ પલળવાના કારણે તેમાં દૂઘ અને દહીં જેવું પોષણ મળે છે.

 

પલાળેલા ઓટ્સ ખાવાથી આંતરડાની ગંદકી સાફ થાય છે. આવા ઓટ્સ ખાવાથી ચરબી પણ ઝડપથી ઓળગી જાય છે. સાથે જ તેમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે, જેનાથી શરીરમાં ઈન્સુલિનની માત્રા બરાબર બની રહે છે.

ઓટ્સમાં આવેલું કાર્બોહાઇડ્રેટ પણ શરીરમાં જલ્દીથી શોષાય જાય છે જે ઘણું ફાયદાકારક છે. ઓટ્સ આપણા બ્લડ નું પ્રેશર ઘટાડતું હોવાથી બ્લડપ્રેશર ના પેશન્ટ માટે પણ એટલું જ ઉપયોગી છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!