સેક્સ માટે શારીરિક તથા માનસિક રીતે તૈયાર રહો. કોઈપણ નવા પાર્ટનર સાથે બેડ પર જતા પહેલા આ બાબતને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ. આવું એટલા માટે જરૂરી છે કારણ કે, તેનાથી ન માત્ર નર્વસનેસમાં રાહત મળશે પણ સેક્સ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવા પ્રિકોશન્સ પણ લઈ શકશો, જેમ કે, કૉન્ડોમ, લ્યૂબ્રિકેશન્સ વગેરે.
જો શરીર ની અંદર એન્ઝાઈટી અને નર્વસનેસ આવી ગઈ હોય, તો પહેલા પોતાને શાંત કરવા માટે સમય લો. જ્યારે સ્ટેસમાં હોવ ત્યારે સેક્સ કરવાનો કોઈ અર્થ નથી. આવા સમયે વૉક પર નીકળી જાઓ, યોગ અથવા મેડિટેશનનો સહારો લો આનાથી રિલેક્સ અનુભવશો.
કદાચ નર્વસ હોવાને કારણે ખૂબ જલ્દીમાં બધું પતાવી દો. જોકે, માત્ર ચરમસીમા સુધી પહોંચવું એ જ ધ્યેય ન હોવું જોઈએ. સેક્શુઅલ પ્લેઝરને માણવા માટે ફોરપ્લે ખૂબ જ મહત્વનું છે. ધીમેથી શરૂ કરો, ટચ, કિસ અને જે પણ બાબતો માં ઉત્તેજના ભરે તે કરો. આ રીતે ધીમે-ધીમે ક્લાઈમેક્સ તરફ વધો. પ્રૉટેક્શન વિનાનું સેક્સ અનિચ્છિત પ્રેગ્નેન્સી અને જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે. આ બાબતને અવગણવી બિલકુલ સમજદારીભરી વાત નથી.
નવા પાર્ટનર સાથે સેક્સ દરમિયાન તંદુરસ્ત અને ખુલ્લી વાતચીત સેક્સલાઈફ અને સંબંધોને આગળ વધારવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સેક્સ પહેલા અને પછી વાત કરો. આમાં, સામે પાર્ટનરે કેવું ફિલ કર્યું અને કેવું નહીં તેના વિશે ચર્ચા કરો. ભય અને ઉત્સાહને પાર્ટનર સમક્ષ રજૂ કરો. જોકે, સતત બોલ્યા કરવું સારું નથી. ગણગણવું, ચહેરાના એક્સપ્રેશન્સ અને બૉડી લેન્ગ્વેજથી ઘણો ફાયદો થઈ શકે છે.
સ્ત્રીઓ સેક્સની સાથે રોમાંસ પણ ઇચ્છે છે. તેને કારણે સમાગમ માટેની તેની આશાઓ કે ઇચ્છાઓ પુરુષો વિચારે છે. તેના કરતાં અલગ હોય છે. પુરુષો આ બધી વાતો જાણી-સમજી શકતો નથી એટલે તેનો પાર્ટનર કયા પ્રકારનો પ્રેમ કે સેક્સ ઇચ્છે તે તેના માટે યક્ષપ્રશ્ન બની રહેતો હોય છે.
જો પાર્ટનરની સમાગમ અંગની કેટલીક ઇચ્છાઓને જાણી લો તો સમાગમનો ભરપૂર આનંદ માણી શકશો. સુખદ સમાગમ માટે જાણી લો કે સ્ત્રીઓ બેડ પર શું ઇચ્છે છે. દરેક વખતે કંઈક નવું જેમ એક જ પ્રકારની વાનગી સવાર-સાંજ ખાઈને કંટાળેલી વ્યક્તિ કોઈ નવી વાનગી શોધે છે. તે જ રીતે દરેક મહિલા પોતાના જીવનમાં પણ કંઈક નવું શોધે છે. જો રતિક્રિડા (સમાગમ) વખતે પાર્ટનરને નવી-નવી રીતો અને આસનો અજમાવીને તેન ખુશ કરવાનો પ્રયત્ન કરશો તો તે વધારે નજીક આવશે. આ સિવાય સમાગમ પહેલાં વિવિધ પ્રકારની ગિફ્ટ, અનોખા અંદાજમાં પ્રેમની ઇચ્છા પ્રકટ કરવાથી તે દરેક વખતે વધારેને વધારે નજીક આવશે.
જેમકે પુરુષને પોતાના હાથ અને શરીર વડે એકદમ જકડી લેવો, પાર્ટનરને છાતી, ગળું, ગાલ, હાથ વગેરે જગ્યાઓ પર બચકું ભરવું, પોતાના પાર્ટનરના લિંગને પકડવું કે તેના પર મસાજ કરવી વગેરે. જો પાર્ટનર આવું કરતી હોય તો તેને રોકશો નહીં, કારણ કે તે તેમના પ્રેમનો જ એક ભાગ છે. આ બાબત એટલી પણ હિંસક નથી કે તે તમને નુકસાન પહોંચાડે. માટે પાર્ટનરની આવી પ્રવૃત્તિથી ડરશો નહીં, પરંતુ સાથ આપજો.
સમાગમ દરમિયાન સ્ત્રી ઇચ્છતી હોય છે કે તેનો પાર્ટનર એવું જ કરે, જેવું તે ઇચ્છે છે. જેમ કે સમાગમ માટેની શરૂઆત પાર્ટનર તેના પગ, ગળા, પીઠ પર ચુંબન દ્વારા કરે. ફોર-પ્લેને વધારે સમય આપે વગેરે. માત્ર પુરુષો જ નહીં, પરંતુ સ્ત્રીઓ પણ પોજીશન બદલી-બદલીને સમાગમ કરવાનું પસંદ કરે છે. તેનાથી ચરમસીમા સુધી પહોંચવામાં સરળતા રહે છે. તેથી પાર્ટનરને ખુશ કરવા પોઝિશન બદલી-બદલીને એટલે કે વિવિધ આસનોનો ઉપયોગ કરીને સમાગમ કરો. વાત્સાયન ઋષિએ પોતાના પુસ્તક કામસૂત્રમાં સમભોગ માટેના ૮૪ આસનો વર્ણવ્યા છે.
પગનો અંગૂઠો શરીરનો ઘણો સંવેદનશીલ ભાગ છે અને સમાગમ દરમિયાન તેને ક્યારેય ન ભૂલવો જોઈએ. જીભની મદદથી પાર્ટનરના પગનો અંગૂઠો પણ ચૂમી શકો છો. સ્ત્રી-પુરુષ બંનેના શરીરનો સૌથી ઉપેક્ષિત અને કામોત્તેજક સ્પોટ નાભિ છે. નાભિનો ભાગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. જીભનો ઉપયોગ નાભિ પર ધીમે-ધીમે અને સતત કરો, ત્યારબાદ નાભિથી પેટના બાકીના ભાગોને પણ જીભનો આ જ રીતે સ્પર્શ આપો. પછી બહુ જલદી જ તમને પાર્ટનર અને સમાગમમાં બહુ મોટો ફર્ક જોવા મળશે.
પાર્ટનરને જીભથી એક્સાઈટ કરવા દરમિયાન હોઠનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. આવું કરતા પહેલાં થોડો સમય પાર્ટનર સાથે સામાન્ય રીતે જ પસાર કરો અને પછી ધીરેધીરે પાર્ટનરને પંપાળવાનું શરૂ કરો. પછી તેને આ ‘ડબલ એટેક’થી સરપ્રાઈઝ કરો. ખભા અને કાનની આસાપાસની જગ્યા વધુ સેન્સિટવ હોય છે. જ્યારે જીભનો સ્પર્શ આ જગ્યા પર આપશો તો વિચારી પણ નહીં શકો કે તેની પ્રતિક્રિયા તમને કેટલી ઝડપી મળી શકે છે
સ્ત્રીઓને બળજબરી જરાય પસંદ હોતી નથી, ખાસ કરીને સમાગમની બાબતમાં તો નહીં જ! તેની પાછળ મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. પોતાનો પાર્ટનર બળજબરી કરે તો તેને એવું લાગે છે કે તે પોતાની લાલસા પૂરી કરવા માટે તેમનો ઉપયોગ કરી રહ્યો છે. ઘણીવાર તે વિચારે છે કે તેમનો પાર્ટનર તેમની નજીક ત્યારે જ આવે છે, જ્યારે તેને સમાગમ કરવાની ઇચ્છા હોય છે.