શરદી અને ત્વચાની સારવાર, નાસ કે વરાળ લેવી એક સરસ ઉપાય છે. જો નાસ લેવાથી કોઈ ફાયદો ન થાય, એવું ભાગ્યે જ બને છે. નાસ લેવાથી શરદી, ઉધરસ અને કફ જેવી તકલીફ દૂર થાય છે.
નાસ લેવા માટે સૌ પ્રથમ પાણી ગરમ કરો, તે પાણીમાં વિક્સ અથવા અજમો નાંખીને પાણીને ગરમ થવા દો. ત્યાર બાદ જે વ્યક્તિએ નાસ લેવાનો હોય તે વ્યક્તિએ પાણી તરફ મોં કરીને નેપકીન કે ટુવાલ મૂકી આખું માથું તપેલી પર ઢાંકવું અને ઊંડા શ્વાસ લેવા.
વરાળ ને લીધે લોહી નું પરિભ્રમણ થાય છે એટલે શરદી થઈ હોય તેના માટે ખૂબ ફાયદાકારક છે. વાઇરસ સામે નાસની વરાળ લડી શકે છે. નાકના છિદ્રો ખુલતા માથાનો દુખાવો પણ ઘટી જાય છે. ટેબલ પર કોણી ટેકવી, ધાબળો ઓઢીને નાસ લેવાની રીત પણ યોગ્ય જ છે. નાસને લીધે મોટે ભાગે સામાન્ય શરદી ચાલી જાય છે. કફ છૂટો પડી જાય છે. નાક બંધ હોઈ તો ૧૦ મિનિટ માં જ કફ છૂટો પડી જાય છે અને નાક ખુલી જાય છે અને રાહત મળે છે.
અસ્થમાના દર્દી માટે બેસ્ટ ઉપાય:
નાસ લેવો ખૂબ જ ફાયદાકારક, અત્યારે નાસ લેવા માટે તૈયાર ઇલેક્ટ્રિક મશીન માર્કેટમાં જોવા મળે છે જેના દ્વારા વરાળ મળે છે. નાસ લેવાની પ્રક્રિયા માં જરૂરી નથી કે નાસ લેતા દરમિયાન નાક થી જ શ્વાસ લઈ અને નાક થી જ છોડવું. અસ્થમા જેવી સ્વાસ્થય સમસ્યાઓમાં પણ ભાપ લેવું ફાયદાકારી સિદ્ધ હોય છે. ડાક્ટર્સ એવી પરિસ્થિતિમાં નાસ લેવાની સલાહ આપે છે. જેનાથી દર્દીને રાહતની શ્વાસ મળી શકે.
શરદી ખાંસી અને ઉંઘરસ થવાની સ્થિતિમાં વરાળ લેવી એક રામબાણ ઉપાય છે. વરાળ લેવાથી ન માત્ર તમારી શરદી ઠીક થશે પણ ગળામાં થતું કફ પણ સરળતાથી નિકળી જાય છે અને તમને કોઈ પણ રીતની પરેશાની નહી થશે.
સ્કીન માટે બેસ્ટ :
ફેસ પર સ્ટીમિંગ યોગ્ય કરવામાં આવે તો એના ઘણા ફાયાદ થઇ શકે છે. નુકસાન વગર અને વધારે ખર્ચ કર્યા વગર સ્ટીમિંગની મદદથી ચહેરાને આકર્ષક બનાવી શકાય છે. સ્ટીમિંગ માટે ગરમ પાણી ભરીને એક ટોવેલથી માથું ઢાંકીને ગરમ ગરમ વરાળ લેવાય છેઆવી રીતે સ્ટીમ લેવાથી ચહેરામાં વધારે નિખાર આવે છે.સ્ટીમિંગની મદદથી ચહેરા પરના બ્લેકહેડ અને વાઇટહેડ નિકાળી શકાય છે
ત્વચાની ગંદકીને હટાવીએ અંદર સુધી ત્વચાની સફાઈ કરવા અને ત્વચાને પ્રાકૃતિક ચમક આપવા માટે વરાળ લેવું સારું ઉપાય છે. વગર કોઈ મેકઅપ પ્રોડકટ ઉપયોગ કરી આ ઉપાય તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવી શકે છે.
ચેહરાની ડેડ સ્કિન હટાવવા અને કરચલીઓ ઓછી કરવા માટે પણ ભાપ લેવું એક સરળ ઉપાય છે. આ તમારી ત્વચાને તાજગી પણ આપે છે. જેનાથી તમે તાજા રહેશો. ત્વચામાં ભેજ પણ જળવાઈ રહે છે. જો ચેહરા પર ખીલ છે, તો ચેહરાને નાસ આપો. તેનાથી રોમછિદ્રમાં જામેલી ગંદગી અને સીબમ સરળથી નિકળી જશે અને તમારી ત્વચા સાફ થઈ જશે.
ખાલી પાણી ની નાસ લોકો ને ગમતી નથી જેથી તેમાં સુગંધી દ્રવ્ય અથવા જુદા જુદા આયુર્વેદિક દ્રવ્ય નાખવા જોઈએ જેમ કે નીલગીરી નુ તેલ,ચા ની ભૂકી,વિક્સ બામ અને તેમાં અજમો નાખવાનું પણ કહેવા માં આવે છે જે ઘણું સારું રહે છે.
કોઈ અલાયદા વાસણ માં લઇ અને દૂર થી માત્ર વરાળ ને લઈ ને નાસ લેવી જોઈએ જેથી કોઇ જાતનું નુકશાન ન થાય ઘણી વાર નાના બાળક નજીક થી નાસ લેવાનું કરે તો દાજી પણ જાય છે અને ઘણી વાર ધાબળો ઓઢી ને નાસ લે છે તેના થી સીધી વરાળ આંખ માં જાય છે જે આંખ ને પણ નુકશાન કરે છે ખાસ તો વિક્સ વેપરબ કે નાઝોક્લીઅર જેવી વસ્તુ નો પણ શરદી દરમિયાન ઉપયોગ કરવો જોઈએ.