શિયાળામાં બંધ નસકોરાં ની સમસ્યાથી છૂટકારો મેળવવા અચૂક અપનાવવા અને શેર કરવા જેવો ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જ્યારે શ્વાસ સાથે જોરથી અવાજ અને કંપન આવે છે, ત્યારે તેને નસકોરાં કહેવામાં આવે છે. શ્વાસ અંદર લેતી વખતે નસકોરા આવે છે. નાક અથવા મોંમાંથી નસકોરાંનો અવાજ આવી શકે છે. તેને અવગણવું યોગ્ય નથી.

શરીરમાં પાણીની ઉણપ હોવાથી પણ ખર્રાટો નું આવવાનું કારણ હોય છે. એટલે પાણીનું સેવન દિવસ દરમિયાન વધુમાં વધુ કરો. ખર્રાટો ને દુર કરવા માટે સુતા સમયે મગજમાં કોઈ વિચાર ન રાખો અને મનને શાંત રાખો. તેનાથી ખર્રાટા લેવાની ટેવ ઓછી થઇ જશે.

નસકોરાં ની સમસ્યા માથી છૂટકારો મેળવવા ના ઉપાય :

સરસવ નું તેલ અને લસણ :

ખર્રાટો ની તકલીફ થી છુટકારો મેળવવા માટે લસણ ની બે ચાર કળીઓ લઇ અને તેમાં સરસોનું તેલ નાખીને પછી તેને ગરમ કરો. હવે તે તેલને સુતા પહેલા છાતી ઉપર માલીશ કરો. ખર્રાટો ની તકલીફ ને દુર કરવા માટે રાત્રે સુતા પહેલા ગરમ પાણી જરૂર પીવો. તેનાથી નસકોરાં બોલવાની સમસ્યા દુર થઇ જશે. સુતા પહેલા એક ચમચી મધનું સેવન કરો. તેનાથી તમને નસકોરાં બોલવાની તકલીફ માંથી છુટકારો મળશે.

ગરમ પાણી ના કોગળા :

નાક સાફ ન હોવાથી અને સોજો હોવાને કારણે પણ નસકોરાની સમસ્યા થાય છે. આવામાં નાકની સમય સમય પર સફાઈ કરો. નસકોરાં બોલવા ની સમસ્યા ને દુર કરવા માટે રાતના સમયે મીઠાવાળા હળવા ગરમ પાણીથી કોગળા કરો. તેનાથી નસકોરાં બોલવા ની તકલીફ દુર થશે.

ગાય નું ઘી:

ઘી થોડુંક ગરમ કરો અને ડ્રોપર ની મદદ થી એક એક ટીપું નાક માં નાખો. તેનાથી નસકોરાં બોલવા ની તકલીફ દુર થશે. ધૂમ્રપાન કરનારા લોકોને નસકોરાની સમસ્યા વધુ હોય છે તો  સારા સ્વાસ્થ્ય અને નસકોરાથી છુટકારો મેળવવા માટે ધૂમ્રપાન કરવુ છોડી દો. યોગાસન કરવાથે શ્વાસ નળી ઠીક રહે છે અને ફેફ્સામાં ઓક્સીજન પર્યાપ્ત માત્રામાં પહોંચે છે જેનાથી નસકોરા દૂર થાય છે.

પ્રાણાયામ :

નસકોરા બોલાવવાની સમસ્યાને ખતમ કરવા માટે નિયમિત રીતે પ્રાણાયામ કરવું જોઈએ. પદ્માસન કે સુખાસનમાં બેસીને, આંખો બંદ કરીને ઉંડા શ્વાસ લેવા અને બહાર કાઢવા. આનાથી ફેફસાથી લઈ શ્વાસનળી સુધીની કસરત થઈ જાય છે. સૂતા પહેલાં આ રીતે કરવાથી ઝડપથી ફાયદો થાય છે અને ધીરે ધીરે નસકોરાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

ડાબા પડખે સૂવું અને પ્રાણાયામ કરવા:

નસકોરા આવવાની સમસ્યાનુ એક કારણ વધતુ વજન છે. તેથી તમારા વજનને કંટ્રોલ કરો. આયુર્વેદ એવું કહે છે કે ડાબી બાજુ પડખું કરીને સૂવાથી નસકોરા ઓછા બોલે છે. સિંહગર્જન આસનથી પણ નસકોરાં બંધ કરી શકાય છે. જેમાં તમે ઘૂંટણ પર બેસી જાવ. બંને હાથને પગની વચ્ચે સીધા રાખો. તમે ઇચ્છો તો સુખાસનમાં પણ બેસી શકો છો. હવે મોને બંધ કરી ઊંડો શ્વાસ લો અનો છોડો જેટલી શક્ય બને તેટલી જીબ બહાર કાઢો. નસકોરાની સમસ્યા માટે બેસ્ટ છે.

અનુલોમ પ્રતિલોમ પ્રાણાયમથી પણ નસકોરામાં આરામ મળે છે. પહેલા તમે સુખાસનમાં બેસી જાવ. નાકને એક બાજુને દબાવો. બીજી બાજુથી શ્વાસ લો, ફરી બીજી બાજુ નાકને દબાવો, પહેલી બાજુથી શ્વાસ લો, આ પ્રક્રિયા પાંચથી દસ મિનિટ કરવાથી નસકોરામાં ફાયદો થાય છે. દરરોજ ઓછામાં ઓછુ પાંચથી દસ મિનિટ જોગિંગ કરવાનું શરૂ કરો. જો તમે મોઢું બંધ રાખીને સ્થળ ઉપર જ જોગીંગ કરતા હોવ તો તેનાથી પણ નાકનાં બંધ માર્ગ ખુલશે.

નસકોરાંનું ચોક્કસ કારણ જાણવા માટે દર્દીનું વજન, થાઇરોઇડના ટેસ્ટ તથા સાઇનસની તકલીફ માટે એક્સ-રે કે સીટીસ્કેન કરાવવામાં આવે છે. આખી રાત નસકોરા બોલાવતા લોકોના લોહીમાં ગઠ્ઠા જામવાની શક્યતા બમણી થઇ જાય છે. ઉપરાંત નસકોરા બોલાવતા લોકોમાં હૃદયરોગ થવાની સંભાવના પણ ૮૦% જેટલી વધી જાય છે.

સવારે ઉઠવાનો અને રાત્રે સુવાનો ટાઈમ સુનિશ્ચિત કરો.રાત્રે સુવાના કલાક પહેલા મોબાઈલ, ટીવી, ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોથી દૂર રહો.બેડરૂમનું વાતાવરણ સ્વસ્છ અને શાંતિમય હોવું જોઈએ.રાત્રિ ભોજન અને સુવાના ટાઈમમાં ઓછામાં ઓછો બે કલાકનો ટાઈમ રહેવો જોઈએ.નાના બાળકોને ઓછામાં ઓછી દસ કલાકની ઉંઘ લેવી જોઈએ.સૌથી પ્રાથમિક ઈલાજ નિયમિત કસરત તથા વજન ઘટાડવું છે. નસકોરા બોલવા સારી ઉંઘની નિશાની નથી, એક રોગ છે..!!!!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top