જો તમે પણ વાળ માં થતાં ખોડા થી પરેશાન છો તો ફટાફટ કરી લો આ દેશી ઉપાય, કાયમ માટે દૂર થઈ જશે ખોડો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજે માથામાં ડૅંડ્રફની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ચુકી છે. તેના કારણે વાળ ઉતરવા તથા ખંજવાળ ઊભી થવા જેવી સમસ્યાઓ પેદા થઈ જાય છે. ઘણા લોકો એમ માને છે કે માથામાં ડૅંડ્રફ ત્યારે જ થાય છે કે જ્યારે આપણા માથાની ત્વચા શુષ્ક હોય, પરંતુ આ કારણ તદ્દન ખોટુ છે, કારણ કે તેની પાછળ છુપાયેલી છે એક યીસ્ટ કે જે માથાની મૃત ત્વચાને ખાઈ જાય છે તેમજ માથામાં જામેલા તેલને. તેથી માથાની ત્વચાની કોશિકા બહુ ઝડપથી ઝરવા લાગે છે અને આપણે સમજીએ છીએ કે આપણા માથામાં ડૅંડ્રફ થઈ ગયો છે.

વાળની સમસ્યા માત્ર મહિલાઓમાં જ નહીં, પુરુષોમાં પણ જોવા મળે છે. ખોડો વધી જવાને કારણે ચહેરા, માથા, ગળા અને પીઠ વગેરે પર ખીલની સમસ્યા પણ સર્જાઇ શકે છે. શરૂઆતમાં આ સમસ્યા માથાની ઉપરની સપાટી પર થાય છે પણ ધીમેધીમે આ અંદર પણ ફેલાવા લાગે છે. વાસ્તવમાં ખોડો આપણા માથાની ત્વચાના મૃત કોષોમાંથી પેદા થાય છે. ખોડાથી માથા માં ખંજવાળ આવે છે અને વાળ ખરવા લાગે છે.

માથા નો ખોડો દૂર કરવાના ઉપાય :

દહી અને વિનેગર નો ઉપાય :

માથા તેમજ વાળ પર જરાક દહીં લગાવી ઓછામાં ઓછું એક કલાક લાગવી રાખો. તે પછી શૅમ્પૂથી તેને સારી રીતે ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં બે વાર કરો. બે ચમચા શુદ્ધ વિનેગરમાં છ ચમચા પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. શેમ્પૂ કર્યા બાદ તમારા વાળને આ મિશ્રણથી ધુઓ. ત્રણ મહિના સુધી સપ્તાહમાં એકવાર આ પ્રમાણે કરો.

લીંબુ ની મદદત થી ખોડો દૂર કરવો :

સ્નાન કરતા પહેલા લિંબુના રસથી પોતાના માથાની માલિશ કરો. 15થી 20 મિનિટ બાદ વાળને સારી રીતે ધોઈ લો. આ ઉપચાર ચિપચિપુપણુ પણ દૂર કરે છે, ખોડાને રોકે છે અને આપનાં વાળને ચમકદાર બનાવે છે. રોજ રાતે વાળના મૂળમાં સરસવના તેલથી માલિશ કરવી. સવારે શિકાકાઈ પાણીમાં ઉકાળી તે પાણીથી વાળ ધોવા થી ખોડો દુર થાય છે.

કોપરેલ અથવા દિવેલમાં લીંબુનો રસ મેળવીને સપ્તાહમાં બે વાર માથામાં ઘસો. આંગળીઓના ટેરવાને વર્તુળાકારમાં ફેરવીને ઘસો. અડધો કલાક સુધી આ રીતે માલિશ કરો. ત્યારબાદ એક ટુવાલને ગરમ પાણીમાં બોળીને નીચોવીને ધોઈ લો. આમ કરવાથી માથામાં રક્તપરિભ્રમણ વધે છે અને વાળના મૂળને સુદ્રઢ બનાવે છે. વાળ સૂકા થતાં અટકે છે અને ખોડો નિયંત્રણમાં આવે છે

ઈંડા નો ઉપાય :

ઈંડાના પીળા ભાગને ખાટ્ટા દહીં સાથે મિક્સ કરી વાળમાં ઓછામાં ઓછું અડધો કલાક સુધી લગાવી રાખવાથી ખોડો દૂર કરી શકાય છે. નારિયેળ તેલમાં કપૂર મિક્સ કરીને લગાવવાથી ખોડો દૂર થાય છે.

બે ઇંડાઓને ફેંટીને બનેલા લેપને પોતાના માથે લગાવો અને એક કલાક બાદ સારી રીતે ધોઈ લો. આ ઉપચારથી આપના વાળમાંથી ખોડો જતો રહેશે અને વાળ ઉતરવામાં ઘટાડો થશે.

જૈતુન નું તેલ નો ઉપયોગ :

ખોડાથી બચવા માટે જૈતુનના તેલમાં આદુના રસના થોડા ટીપાં મિક્સ કરી વાળના જડમાં લગાવી એક કલાક માટે રહેવા દો અને પછી શેમ્પૂથી ધોઇ લો. ખોડાની સમસ્યા થતાં સ્કાલ્પની સફાઈનું ધ્યાન રાખવું જરૂરી છે. માટે અઠવાડિયામાં બેથી ત્રણ વખત હર્બલ શેમ્પૂ કરવું જોઇએ અને વાળનું સારી રીતે કન્ડિશનિંગ કરવું જોઇએ.

આંમળા નો ઉપયોગ :

આમળા વાળ માટે લાભદાયક ગણાય છે. આમળાના રસને અને લીંબુના રસને મિક્સ કરીને માથામાં ઘસો. અડધો કલાક બાદ વાળ ધોઈ લો. મેથીના દાણાની પેસ્ટ બનાવીને માથામાં લગાવો. અડધા કલાક બાદ વાળને ધોઈ નાખો. સ્નાન કરતા 20 મિનિટ પહેલા એલોવેરા જૅલ પોતાના માથા પર લગાવો. 20 મિનિટ માટે છોડ્યા બાદ વાળને શૅમ્પૂથી ધુઓ.

લીંબડા ના પાન નો ઉપયોગ :

લિમડાના કેટલાક પાંદડાઓને પાતળું પીસી લેપ બનાવી લો અને સીધું જ પોતાના સૂકા માથા પર લગાવો. આ લેપ એક કલાક સુધી રાખ્યા બાદ ગરમ કે ઠંડા પાણીથી માથુ ધોઈ નાખો. પોતાના માથા પર ડુંગળીનો લેપ લગાવો અને તેને એક કલાક સુધી રહેવા દો. તેને સારી રીતે ધોયા બાદ તાજા લિંબુ રસથી માલિશ કરો કે જેથી વાળમાંથી ડુંગળીની ગંધ નિકળી જાય.

પ્રાકૃતિક ઘરગથ્થુ નુસ્ખાઓથી આપના વાળને દરરોજ અથવા એકાંતર દિવસે ધોઈ ખોડાથી બચાવી શકાય છે. વાળનું ધ્યાન રાખી અને માથાની વ્યવસ્થિ સફાઈ કરવાથી પણ ખોડાથી બચી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top