એક સીતાફળીનાં વર્ગનો લીલો ચંપો થાય છે. જે એક જાતની વિશિષ્ટ સુગંધ યુક્ત હોય છે. કેસરી ચંપાને પણ બધા જ ઓળખે છે. કારણ કે એનાં ફૂલ માળી લોકો વેચે છે. આ સિવાય બીજી પણ ઘણી જાતનાં ચંપાના વૃક્ષો (કેટલાકનાં ફૂલ તો ખૂબ જ સુંદર હોય છે) થાય છે.
નાગચંપાના વૃક્ષને સુંદર શ્વેત ફૂલો આવે છે. જેની અંદર સોનેરી પીળા રંગનાં પુંકેસરોનો ગુચ્છો હોય છે. એને જ ‘નાગકેસર’ કહે છે. આ નાગકેસર એ આયુર્વેદીય મતે ઉત્તમ ગર્ભસ્થાપન (એટલે કે સંતાનદાતા) ઔષધ છે.
વૃક્ષ છોડ નો ઉપયોગ આયુર્વેદિક ઈલાજ માં પણ કરવામાં આવે છે. એટલું જ નહિ વૃક્ષ માં ઉગવા વાળા કેટલાક ફૂલ આપણા ધન લાભ માટે પણ કામ આવે છે. તેમાંથી એક છે નાગકેસર નું ફૂલ. નાગકેસર ના સુકા ફૂલ ઔષધી અને મસાલા બનાવવાના કામ પણ આવે છે. આ દેખવામાં મહેંદી ના છોડ ની જેમ લાગે છે.
આ ફૂલ ફક્ત પોતાની ખુબસુરતી માટે જ નહિ પરંતુ ધનલાભ માટે પણ બહુ ખાસ માનવામાં આવે છે. નાગકેસર નું ફૂલ તંત્ર ક્રિયાઓ માં બહુ જ લાભકારી માનવામાં આવે છે. તેના ઉપયોગ થી લક્ષ્મી માં ને પ્રસન્ન કરી શકે છે.
નાગકેસર ના ફૂલ નાની ડબ્બી માં મધ ભરીને શુક્લ પક્ષ ની રાત્રે અથવા કોઈ પણ બીજા શુભ મુહુર્ત માં પોતાના ઘર ની તિજોરી માં રાખી દો અથવા એવી જગ્યા જ્યાં તમે પૈસા રાખતા હોય. તેનાથી ક્યારેય પણ ઘર માં ધન ની કમી નહિ થાય.અચાનક ધનલાભ થઇ શકે છે.
ધનલાભ ના સિવાય આ ફૂલ તમારા વ્યક્તિત્વ ને આકર્ષિત બનાવવાનું પણ કામ કરે છે. કોઈ પણ શુભ તિથી માં નાગકેસર, ચમેલી ના ફૂલ, કૂટ, કુમકુમ, ગાય નું ઘી એક માં મેળવીને તિલક બનાવીને માથા પર લગાવી લો. તેનાથી વ્યક્તિત્વ આકર્ષિત થઇ જશે.
પીપલ સોંઠ, કાલીમીર્ચ અને નાગકેસર ને બરાબર માત્રા માં પીસી લો. તેમાં ઘી મેળવીને 7 દિવસ સુધી લગાવીને ખાઓ. જે સ્ત્રીઓ ને સંતાન પ્રાપ્તિ નથી થઇ રહી તેમને આ ઉપાય કરવાનું છે. તેનું સેવન ગર્ભવતી સ્ત્રી માટે બહુ ફાયદાકારક હોય છે.
શરીરનાં કોઈપણ ભાગમાંથી લોહી પડતું હોય તો નાગકેસર તેને અટકાવે છે. હરસ-મસા દૂઝતા હોય તો અડધી ચમચી જેટલું નાગકેસર માખણ સાથે મિશ્ર કરીને ખાવાથી તરત જ લોહી પડતું બંધ થાય છે.
મરડામાં લોહી પડતું હોય તો નાગકેસર, માખણ અને સાકર ત્રણે સરખા વજને લઈ એક ચમચી જેટલા આ મિશ્રણનું સેવન કરવાથી મરડો મટે છે. સ્ત્રીઓના રક્તપ્રદરને પણ તે મટાડે છે.
હાથ-પગની બળતરા, આંખોમાં બળતરા, શરીરનું ગરમ રહેવું વગેરેમાં નાગકેસર લેવાથી ગરમી બળતરા દૂર થાય છે. ગરમી-પિત્તને લીધે માથું દુઃખતું હોય તો અડધી ચમચી નાગકેસર, સાકર સાથે લેવાથી તે મટે છે. ટૂંકમાં નાગકેસરનો ગુણ શીત હોવાથી ગરમીનાં વિકારોમાં તે ઉપયોગી છે.
નાગકેસર આમપાચન છે. અજીર્ણને મટાડનાર છે. આમનું પાચન કરી તે જઠરાગ્નિને પણ સુધારે છે. કાયમના મરડામાં-અલ્સરેટીવ કોલાયટીસમાં નાગકેસર અને ઈન્દ્રજવ બંને આપવાથી સારો ફાયદો થાય છે.