જાંબુની કેટલીક કહેવાતો પણ જોવા મળે છે. જેમ કે, કોઈ કાળા બાળકને જોઈને બોલતા કે “તારી માતા એ જાંબુ ખાધા હશે” આમ, કાળા રંગના ઉત્તમ ફળ ગણાતું જાંબુ રણછોડરાય જેવા રંગમાં કાળા, સ્વાદમાં મુખમાં પાણી લાવે તેવા ખાટુંબડા, તૂરા અને મધુર હોય છે. જે અતિશય વાયુ કરનાર છે. જેનો ઉપયોગ રોગ મટાડવામાં પણ એટલો જ કરવામાં આવે છે.
જાંબુના ઠળિયાને ભેગા કરી સરખી રીતે ધોઈ લો અને પછી તડકામાં સુકાવા માટે રાખો. ઠળિયા સરખી રીતે સુકાય જાય એટલે તેની છાલ ઉતારી લો. તેનો પાઉડર કરતા પહેલા તેના નાના-નાના ટુકડા કરી લો જેથી તેનો પાઉડર કરવામાં સરળતા રહે. પાઉડર બનાવ્યાં પછી તેને કાંચની બોટલમાં ભરી લો. રોજ જાંબુ ખાવાથી બોડીને એવા અનેક ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે જેનાથી અનેક બીમારીઓ દૂર થાય છે.
જાંબુમાં એસિડની માત્રા વધુ હોય છે. તેને ખાલી પેટ ખાવાથી પેટમાં એસિડ લેવલ વધે છે. તેનાથી એસિડિટી થઈ શકે છે. એટલે જમ્યાં પછી જ જાંબુ ખાવા ફાયદાકારક હોય છે.
જાંબુનું શરબત બનાવીને પીવાથી ડાઇજેશન સારું રહે છે.જાંબુમાં સિંધાલૂણ મિક્સ કરીને ખાવાથી ડિહાઇડ્રેશનમાં ફાયદો થાય છે.જાંબુના ઠળિયાને વાટીને તેનાથી દાંત સાફ કરવાથી દાંત અને પેઢાંની પ્રોબ્લેમ દૂર થાય છે.
ઘણા નાના બાળકો રાત્રે પથારીમાં પેશાબ કરે છે. બાળકની આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે, તેને દિવસમાં 2-3 વખત આ પાવડરનો અડધો ચમચી ઉપયોગ કરો. ઠળિયા માંથી બનાવેલો પાવડર ડાયાબિટીઝના દર્દી માટે ખૂબ ફાયદાકારક છે. તે દરરોજ એક ચમચી નવશેકા પાણી સાથે ખાલી પેટ પર લેવું જોઈએ. આ ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખે છે.
જે સ્ત્રીઓને પીરિયડ દરમ્યાન વધારે રક્તસ્રાવ થતો હોય છે, તેઓ આ પાવડરમાં 25% પીપળની છાલનો ચૂર્ણ મિક્સ કરીને એક ચમચી ઠંડુ પાણી દિવસ માં 2-3 વખત લેવું જોઈએ. રાહત થોડા સમયમાં દેખાવા માંડશે.
ગોટલીમાં રહેલ જામ્બોલીન નામનું તત્વ સ્ટાર્ચને શર્કરા માં ફેરવતા રોકે છે જેથી ડાયાબિટીસ માં લાભ થાય છે.ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવાથી સ્વર સુધરે છે.ગોટલીનું ચૂર્ણ વાગ્યા પર લગાવવાથી રૂઝ જલ્દી આવે છે.
પથરીમાં ગોટલીનું ચૂર્ણ દહીં સાથે ખાવાથી લાભ થાય છેઝાડાં, ઉલટી, મરડામાં પણ ગોટલીનું ચૂર્ણ સાકર સાથે આપવાથી પરિણામ મળે છે.લોહી ગંઠાતું હોય તો ઠળિયા નું ચૂર્ણ 25% અને પીપળા ના ઝાડની છાલનું ચૂર્ણ દીવસમાં2 થી 3 વખત લગાવવું જોઈએ.
દિવસમાં ૨-૩ વાર પાણીની સાથે ૩ ગ્રામ ની માત્રામા સેવન કરવાથી મૂત્ર મા સુગર ની માત્રા નિયંત્રણ મા આવી જાય છે. જાંબુમા સમાવિષ્ટ ઍસિડ દ્રવ્યો પથરીને ઓગાળવાનો ગુણતત્વ ધરાવે છે. વિશેષ કરીને જે બાળકો ને સ્લેટની પેન તથા ચોક ખાવાની આદતને કારણે પથરી થતી હોય તેમના માટે નમક મરી મિક્સ કરેલા જાંબુ નુ સેવન અત્યંત લાભદાયી છે.
રક્ત વિકાર થી થતા ગૂમડા પર જાંબુના વૃક્ષની છાલનુ ચૂર્ણ લગાડવુ. આવુ કરવાથી ગૂમડા તુરંત રૂઝાઈ જશે અને દુ:ખાવો પણ ઓછો થઈ જશે.ગાયકો કે વક્તાઓએ બને ત્યા સુધી જાંબુનું સેવન ના કરવુ. તેનાથી સ્વરપેટીને હાનિ પહોંચે છે. કમળો, લીવર તથા બરોળના સોજાને દૂર કરવા માટે જાંબુનું સેવન ખૂબ જ અસરકારક છે.
સાંધાના દુ:ખાવાના દર્દી, સાયટિકાના દર્દી, વાઈ, આંચકી, કબજિયાત અને પેરેલીસીસના દર્દીએ ક્યારેય ભૂલ થી પણ આ જાંબુનુ સેવન ના કરવુ. ભૂખ્યા પેટે કે ઉપવાસ દરમિયાન પણ જાંબુનુ સેવન ટાળવું.
જ્યારે પેશાબ મા સુગર નુ પ્રમાણ વધારે હોય અને વારંવાર પેશાબ માટે જવુ પડતુ હોય તેવા રોગીઓએ જાંબુના ઠળિયા નુ આ ચૂર્ણ ૨ ગ્રામ સવારે ઠંડા પાણી સાથે લાંબો સમય સુધી લેવાથી લાભ થાય છે.