શું તમે મુદ્રા વિજ્ઞાન વિશે જાણો છો? માત્ર દરરોજ આ 10 મિનિટ ના પ્રયોગ થી ગંભીર બીમારીઓને પણ દુર કરી શકાય છે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મુદ્રા વિજ્ઞાન એટલે આંગળીઓની સ્થિતિનું વિજ્ઞાન. માનવ શરીર અનંત રહસ્યોથી ભરેલું છે. શરીરની પોતાની એક મુદ્રામયી ભાષા છે. જેને કરવાથી શારીરિક સ્વાસ્થ્ય સારું બનાવવામાં સહયોગ મળે છે. આ શરીર પંચતત્વોના યોગથી બને છે. આ પાંચ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશ છે. આ પંચ તત્વો આપણા હાથની પાંચ આંગળીઓ પ્રતિનિધિત્વ કરે છે. જેમાં અંગૂઠો આગનું, અંગુઠાની પાસેની પહેલી આંગળી વાયુનું, મધ્યમ આંગળી (સૌથી લામ્બી) આકાશનું અને રીંગ આંગળી (પ્રવિત્રી આંગળી) અર્થ અથવા પૃથ્વીનું અને ટચલી આંગળી પાણીનું પ્રતિનિધિત્વ કરે છે.

મુદ્રા એક એવું સર્વોચ્ચ વિજ્ઞાન જે માણસના મન અને મગજનો બહારથી અને અંદરથી તેનો અભ્યાસ કરે છે. જે આપણા આત્મા નું પરમાત્મા સાથે મિલન કરાવે છે.હસ્તમુદ્રા ચિકિત્સા અનુસાર હાથ તથા હાથની આંગળીઓ અને આંગળીઓમાંથી બનનાર મુદ્રાઓમાં આરોગ્યનું રહસ્ય છુપાયેલું છે. આપણા હાથની દરેક આંગળી અલગ અલગ મુદ્રા દર્શાવે છે. હાથની આંગળીઓમાં પંચતત્વ પ્રતિષ્ઠિત છે.

દરેક જીવની આંગળીઓની ટોચ પર જ્ઞાનતંતુ કે ચેતાતંતુના મૂળ એકત્રિત થયેલા હોય છે. જે ઉર્જાનું વિસર્જન કરે છે.ઋષિ-મુનિઓએ હજારો વર્ષ પહેલાં તેની શોધ કરી હતી તથા તેને દરરોજ ઉપયોગમાં લાવતા રહ્યા જેથી તે લોકો સ્વસ્થ રહેતાં હતાં. તે શરીરમાં ચૈતન્યને અભિવ્યક્તિ આપવાવાળી ચાવી છે.

મનુષ્યના હાથની આંગળીઓની ટોચ એકબીજાને ટચ કરીને કે શરીરના બીજા ભાગો સાથે અડાડીને આ મુક્ત ઉર્જાને એક પ્રકારના રસ્તાઓ દ્વારા પુનઃદિશામાન કરીને શરીરના વિવિધ ભાગોમાં ફરી મોકલાવામાં આવે છે. જે શરીરના પાંચ વાયુ ને બેલેન્સ કરે છે. કોઈ પણ વ્યક્તિની મનોદશા કે માનસિક સ્થિતિ કેવી છે તે તેના હાવભાવ અને હાથની અને શરીરના હલનચલન પરથી ખબર પડે છે. દરેક મુદ્રાના અલગ અલગ પ્રકાર હોય છે હસ્તમુદ્રા, મનમુદ્રા અને કાયામુદ્રા અને બંધમુદ્રા અને આધારમુદ્રા.

હાથની આંગળીઓ દ્વારા કરવામાં આવતી મુદ્રાને હસ્તમુદ્રા કહેવાય છે. હાથની ૧૦ આંગળીઓમાંથી વિશેષ પ્રકારની આકૃતિઓ બનાવવી તેને હસ્તમુદ્રા કહેવામાં આવે છે. હસ્ત મુદ્રાના મુખ્ય પ્રકાર છે ધ્યાન મુદ્રા, પૃથ્વી મુદ્રા, વરુણ મુદ્રા, શક્તિ મુદ્રા, વાયુમુદ્રા, શૂન્યમુદ્રા, અપાનમુદ્રા, જ્ઞાનમુદ્રા, ચિનમુદ્રા, યોનીમુદ્રા અને ભૈરવમુદ્રા. આ અદભુત મુદ્રાઓ કરતાની સાથે જ તેઓ પોતાની અસર દેખાડવાનું શરૂ કરે છે. કોઈપણ મુદ્રા કરતા સમયે જે આંગળીઓનું કોઈ કામ ન હોય તેને સીધી રાખવી. પાંચ ત્વોમાં ખામી સર્જાવાને લીધે શરીરમાં હોર્મોન્સ બેલેન્સ બગડી જાય છે અને તેના કારણે વ્યક્તિને રોગ થાય છે. અને મુદ્રાશાસ્ત્રની મદદથી હાથની કેટલીક ખાસ મુદ્રાઓના આધારે જ પ્રેશર આપીને કોઈ પણ રોગોને મૂળ માંથી દુર કરી શકાય છે.

અપાનવાયુ અથવા હૃદયરોગમુદ્રા માં  બેસવું  ત્યારબાદ હાથની બન્ને આંગળીઓ મધ્યમાં અને અનામિકા અંગુઠાના અગ્રભાગ માં જોડીને દબાવવી. બાકીની આંગળીઓ (તર્જની અને ટચલી) સીધી રાખવી. દિવસમાં ત્રણ વખત ૧૬-૧૬ મિનિટે  આ પ્રયોગ કરવો. પ્રયોગના અભ્યાસથી મૂત્ર વધુ થાય તો ગભરાવાની જરૂર નથી. અપાનવાયું મુદ્રા થી કબજીઆત દુર થાય છે. શરીર અને નાડી શુધ્ધ થાય છે. યુ વિકાર, ડાયાબિટીસ, મૂત્રાવરોધ, કિડનીના રોગ વગેરે દૂર થાય છે. પેટ માટે ખૂબ જ ઉપયોગી છે.કિડનીના રોગી માટે રામબાણ છે. દાંતોના દોષ-દુઃખાવા દુર થાય છે. પરસેવો થવાથી શરીરનં તાપમાન જળવાઈ રહે છે. હ્યદય શક્તિશાળી બને છે. પેશાબને લગતા દોષો દુર થાય છે.

વાયુમુદ્રા માં સૌ પ્રથમ ઉત્કટાસનમાં બેસી તર્જની આંગળીને વાળીને અંગૂઠાના મૂળમાં લગાવીને હળવેથી દબાવવી. બાકીની આંગળીઓને સીધી રાખવી.સવારે ૪૮ મિનિટ આ મુદ્રા કરવાથી લાભ થાય છે. એક સાથે શક્ય ના હોય તો ત્રણ ભાગમાં કરી શકાય. આ મુદ્રા થી વાયુ શાંત થાય છે. લકવો, સાઈટીકા, સંધિવા તથા ઘુટણનો દુખાવો દૂર થાય છે. ડોકનો દુખાવો તથા પીઠનો દુખાવો વગેરે વિભિન્ન રોગોમાં ફાયદો મળે છે.આ મુદ્રા ત્યા સુધી જ કરવી જય સુધી લાભ થાય.

વરૂણ મુદ્રા માં સૌ પ્રથમ ઉત્કટાસનમાં બેસી કનિષ્કા આંગળીને અંગૂઠા સાથે મિલવવી. આ મુદ્રા થી શરીરમાં શુષ્કતા દૂર કરીને ચીકાશ વધારે છે. ચામડી ચમકદાર અને મુલાયમ બને છે. ચામડીના રોગો, રક્ત વિકાર વગેરેને દૂર કરે છે. ખીલને દૂર કરે છે અને ચહેરાને સુંદર બનાવે છે. કફ પ્રકૃતિવાળા આ મુદ્રાનો વધારે પ્રયોગ ન કરે. આ મુદ્રા સવારે સામાન્ય રીતે એક સાથે ૨૪ મિનિટ કરી શકાય શિયાળામાં આ મુદ્રાનો અભ્યાસ બહુ જ મર્યાદિત કરવો.

પ્રાણ મુદ્રા  કનિષ્કા તથા અનામિકા આંગળીઓના આગળના ભાગને અંગુઠાના આગળના ભાગ સાથે મિલાવવો. આ મુદ્રા ની મદદત થી શારીરિક દુર્બળતા દૂરથાય છે. મન શાંત થાય છે. આંખોના રોગને દૂર કરીને જોવાની ક્ષમતામાં વધારો થાય છે. શરીરની રોગપ્રતિકાત્મક શક્તિમાં વધારો થાય છે. વિટામિનની ઉણપને દુર કરે છે તથા થાક દૂર કરીને શરીરમાં નવી શક્તિનો સંચાર કરે છે. લાંબો સમયના ઉપવાસ દરમ્યાન ભૂખ અને તરસ નથી લાગતી તથા ચહેરા, આંખ અને શરીરને ચમકદાર બનાવે છે.

લિંગ મુદ્રા માં સૌ પ્રથમ ઉત્કટાસનમાં બેસી મુઠ્ઠી બાંધી તથા ડાબા હાથના અંગુઠાને સીધો રાખવો તેમજ અન્ય આંગળીઓને બાંધેલી રાખવી. આ મુદ્રા થી શરીરમાં ગરમી વધે છે. શરદી, તાવ, દમ, ઉધરસ, સાઇનસ, લકવો તથા રક્તચાપ મા ફાયદો થાય છે. આ મુદ્રાનો પ્રયોગ કરવા પર જળ, ફળ, ફળોનો રસ, ઘી તથા દૂધનું સેવન વધારે માત્રામાં કરવું. આ મુદ્રાને લાંબા સમય સુધી ન કરવી. શૂન્ય મુદ્રા માં મધ્ય આંગળીને વાળીને અંગૂઠાના મૂળમાં લગાવી તથા અંગુઠાથી દબાવવું. આ મુદ્રા થી કાનના દરેક પ્રકારના રોગ દૂર થાય છે જેમકે બહેરાશ દૂર થઈને સ્પષ્ટ સંભળાય છે. પેઢાની પકડ મજબુત થાય છે તથા ગળાના રોગો અને થાઇરોડ રોગમાં ફાયદો મળે છે.

આકાશ મુદ્રા માં સૌ પ્રથમ મધ્ય આંગળીને અંગૂઠાના આગળના ભાગ સાથે મેળવવી. બાકીની ત્રણેય આંગળીઓ સીધી રાખવી. આ મુદ્રા થી કાનના દરેક પ્રકારના રોગો જેવા કે બહેરાશ, હાડકા ની કમજોરી તથા હૃદય રોગમાં રાહત મળે છે. ભોજન કરતાં સમયે તથા ચાલતા સમયે આ મુદ્રા ન કરવી. હાથને સીધા રાખવા.આ મુદ્રા ને લાભ થવા સુધી જ કરવી. પૃથ્વી મુદ્રા માં અનામિકા આંગળીને અંગુઠા સાથે લગાવીને રાખવી. આ મુદ્રા થી શરીરમાં સ્ફૂર્તિ તથા તેજસ્વિતા આવે છે. દુર્બળ વ્યક્તિના વજનમાં વધારો થાય છે. આ મુદ્રા પાચનક્રિયા યોગ્ય બનાવે છે, સાત્વિક ગુણોનો વિકાસ થાય છે. મગજમાં શાંતિ લાવે છે તથા વિટામિનની ઉણપને દુર કરે છે.

સૂર્યમુદ્રા માં અનામિકા આંગળીને અંગુઠાના મૂળ ઉપર લગાવીને અંગુઠાથી દબાવવી. આ મુદ્રા થી  શરીર સંતુલિત થાય છે, વજન ઘટે છે તથા ચરબી ઓછી થાય છે. શરીરમાં ઉષ્ણતામા વધારો થાય છે, તણાવ ઓછો થાય છે, લોહીમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આ મુદ્રા ડાયાબિટીસને દૂર કરે છે. દુર્બળ વ્યક્તિએ આ મુદ્રા ન કરવી જોઈએ. ગરમીમાં લાંબો સમય સુધી ન રહેવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top