આજે જ અપનાવો આ ઘરેલુ ઉપાય અને મેળવો મોઢાના ચાંદા ની પરેશાની થી રાહત….

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગરમીને કારણે અનેક લોકોને મોઢામાં ચાંદા પડી જાય છે. મોટાભાગના  ગાલની અંદર હોય છે. પરંતુ અનેકવાર જીભ પર પણ આ થઈ જાય છે. અઠવાડિયા પછી આ આપમેળે જ ઠીક થઈ જાય છે. પણ જ્યા સુધી આ રહે છે ત્યા સુધી ખાવુ તો દૂર પીવુ પણ મુશ્કેલ થઈ જાય છે.

મોઢામાં ચાંદાં પડવાનું સર્વસામાન્ય કારણ કબજિયાત છે. કબજિયાત થાય એટલે તરત તે પડવા લાગે છે, કેમ કે પેટ સાફ ન આવવાથી પેટની ગરમી મોઢા સુધી પહોંચી જાય છે અને તે ચાંદાં સ્વરૂપે બહાર આવે છે. તાવ આવ્યો હોય તે સમયે પણ ચાંદાં પડી જતાં હોય છે અને તાવ કે બીજી કોઇ બીમારી થઇ હોય ત્યારે સરખો ખોરાક ન લેવાતા દવા ગરમ પડવાથી પણ તે તકલીફ થાય છે. તો ઘણીવાર દાંત અને પેઢામાં કોઇ તકલીફ થઇ હોય તો તેના ઇન્ફેક્શનના કારણે પણ આ પ્રશ્ન ઊભો થતો હોય છે. તો ઘણીવાર શરીરમાં વિટામિન બી અને આયર્નની કમી હોય તો પણ ચાંદાંની તકલીફ થતી હોય છે. તેથી તેની સારવાર થવી જરૂરી છે. તેનો ઈલાજ કોઈ મોંઘો નથી પણ ઘરેલુ અને સરળ છે. ઘરે જ કેટલાક ઉપાયો અપનાવીને તમે તેનાથી બચી શકો છો.

મીઠાનું પાણી અને બેકિંગ સોડ

મીઠાના પાણીને મોઢાના ચાંદા માટે સૌથી અસરદાર સારવાર માનવામાં આવે છે. સાથે જ મીઠાની અંદર ચાંદાને સૂકાવવાની ક્ષમતા પણ હોય છે. તેથી હુંફાળા પાણીમાં એક ચમચી મીઠુ મિક્સ કરીને દિવસમાં ચાર પાંચ વાર કોગળા કરવા મોઢાના ચાંદા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો ફાયદાકારી હોય છે. આ માટે તમારે કુણા પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એક દિવસમાં અનેકવાર કોગળા કરવા. તેનાથી ચાંદામાં થનારો દુ:ખાવો પણ ઠીક થઈ જાય છે.

ફટકડી, ઈલાયચી અને હળદર

ફટકડીના ઉપયોગથી ચાંદાના દુખાવાથી રાહત મળે છે. ફટકડીને હોઠની અંદર ચાંદાવાળા સ્થાન પર દિવસમાં 2 વાર લગાવો. ફટકડીના પાણીથી કોગળા કરવાથી પણ તેમાં રાહત મળે છે. મોઢાના ચાંદાના સારવાર માટે ટી બૈગ ખૂબ જ ફાયદાકારી સાબિત થાય છે. તેમા રહેલા ટૈનિક એસિડથી ચાંદાનો દુખાવો ઠીક થાય છે. થોડીક મિનિટ માટે ટી બેગને ચાંદા પર લગાવવાથી ફાયદો થાય છે.

ઈલાયચીને વાટીને મધ સાથે મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી રાહત મળે છે. નાની ઈલાયચીના બીજ અને કાથાને ઝીણો વાટીને પાવડર બનાવી, આ ચાંદા પર લગાવવો. આ પાવડરને લગાવવાથી મોઢામાં જે લાળ બને છે તેનાથી મોઢાની ગંદકી ખતમ થઈને મોઢાના ચાંદા મટી જાય છે. હળદર દ્વારા પણ મોઢાના ચાંદામાંથી રાહત મળે છે. ગરમ પાણીમાં એક ચમચી હળદર પાઉડર મિક્સ કરીને તે પાણીને મોઢામાં ભરી મમળાવીને કોગળા કરવા. આવું દિવસમાં ત્રણવાર કરવાથી ચાંદાં મટે છે.

લીમડા અને તુલસી ના પાન

લીમડાના પાન એંટીસેપ્ટિક હોય છે. પાનને દિવસમાં 3 થી 4 વાર ચાવવાથી મોઢાના ચાંદામાં લાભ થાય છે. આ માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળી, આ પાણીથી દિવસમાં અનેકવાર કોગળા કરવા. આવુ કરવાથી મોઢાનાં ચાંદા ઠીક થઈ જાય છે. અથવા તો લીમડાના પાનને વાટીને દેશી ઘી માં મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી દુખાવાથી રાહત મળે છે.

મોઢાનાં ચાંદાનાં ઉપચાર માટે તુલસીનાં પાનને ચાવવા બહુ ફાયદાકારક હોય છે. તુલસીનાં પાનને ચાવી પાણી પીવું. આ ઔષધિય જડી-બૂટી આરોગ્ય સાથે સંબંધિત કોઈ પણ સમસ્યાનાં ઉપચારમાં સહાયક હોય છે. દિવસમાં 3 કે 4 વખત તુલસીનાં પાન ચાવવાથી મોઢામાં વારંવાર થતા ચાંદા રોકી શકાય છે.આ ઉપરાંત તુલસીનાં પાનનો રસ કાઢીને તેને મોઢામાં ચાંદાં ઉપર લગાવવાથી ભલે તે સમયે થોડી બળતરા થશે પણ તેનાથી ચાંદાં મટશે.

મધ

મધમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે. તે ચાંદાઓથી આરામ અપાવવામાં સહાયક છે અને ઘા રૂઝવાની પ્રક્રિયા તીવ્ર કરે છે. મધ ઘાને સાજું કરે છે અને ચાંદાને આગળ વધતા પણ રોકે છે. મધમાં એક ચમચી આંબળા પાવડર મેળવીલગાવવો. આ મિશ્રણને પ્રભાવિત જગ્યાએ લગાવવાથી ઘા જલ્દી રૂઝે, તેના માટે તેમાં હળદર પણ મેળવી શકાય.મોઢામાં મધ રાખી કોગળા કરવાથી કે મધ અને પાણી એકત્ર કરી કોગળા કરવાથી ચાંદા માં રાહત મળે છે.

દેશી ગાય નું ઘી અને માખણ

રાત્રે સૂતા પહેલાં દેશી ગાય નું ઘી ચાંદાં ઉપર લગાવવાથી પણ સવાર સુધીમાં તેમાં રાહત મળે છે. માખણ પણ ઘા ભરવામાં સહાયક છે. માખણ માં લૅક્ટિક એસિડ હોય છે કે જે થોડુંક એસિડિક હોય છે કે જે ચાંદાથી થનાર દુઃખાવો ઓછો કરે છે.આ ઉપાય સૌથી સહેલો અને તરત જ અસર કરનાર છે.

અન્ય ઉપાયો

અડદ દાળને પીસીને તેને ચાંદાં ઉપર લગાવવાથી દુખાવો તરત દૂર થશે અને થોડા સમય બાદ ચાંદાં પણ મટી જશે. એલોવેરાનો પલ્પ તેની પર લગાવવાથી તેમાં ઠંડક મળે છે અને ચાંદાં મટી પણ જાય છે. બરફના નાના નાના ટુકડા મોઢામાં ચાંદાં પડયાં હોય તે જગ્યાએ રાખવાથી મોઢાની ગરમી દૂર થતાં ચાંદાં પણ દૂર થાય છે. ચમેલીનાં પાનને પીસી તેનો રસ તેની ઉપર લગાવવાથી પણ તે દૂર થાય છે.

પેટની ગરમીના કારણે ચાંદાં પડતાં હોય તો રોજે નારિયેળ પાણી પીવું, તેનાથી ગરમી દૂર થાય છે અને ચાંદાં પણ નથી પડતાં ગુલકંદ પણ ખૂબ ઠંડક આપે છે, તેથી તેને ખાવાથી પણ તે દૂર થશે. જમવાની સાથે દહીં અને છાશ ખાવાથી પણ પેટની ગરમી દૂર થાય છે, તેથી જો તે કારણે ચાંદાં પડતાં હોય તો ગરમી દૂર કરવા દહીં અને છાશનું સેવન કરવું.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, બ્યુટી ટીપ્સ, ખેતીને લગતી માહિતી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Ayurvedam ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top