આજકાલ મોટાભાગના ઘરોમાં એલ્યુમિનિયમ, સ્ટીલ અને નોન-સ્ટીકના વાસણોનો ટ્રેન્ડ વધી ગયો છે. તે સાથે જ આ વાસણોમાં રસોઈ વધુ અનુકૂળ બની ગઈ છે. પરંતુ પહેલા માટીના વાસણોનો ઉપયોગ થતો હતો. માટીના વાસણોમાં રાંધેલો ખોરાક ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે તે સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે.
માટી દ્વારા બનાવવામાં આવેલી હાંડી આ માટેનો સૌથી યોગ્ય ઉપાય માનવામાં આવે છે. કારણ કે તેમાં સૌથી વધારે માત્રામાં ન્યુટ્રીશન હોય છે. જે બેથી ત્રણ દિવસ સુધી ભોજનને તાજુ રાખવા માટે સક્ષમ હોય છે. આ પ્રકારના વાસણમાં ભોજનની ન્યુટ્રીશન માત્રા 100 ટકા રહે છે, જ્યારે બીજી તરફ પ્રેશર કૂકરમાં બનાવવામાં આવતા ભોજનમાં કેવળ 13 ટકા ન્યુટ્રીશન જ માનવ શરીરને પ્રાપ્ત થાય છે.
પરંતુ સ્વાસ્થ્ય જાળવવા લોકોએ ફરીથી માટીના વાસણોને મહત્વ આપવાનું શરૂ કર્યું છે. હકીકતમાં માટીના વાસણ ફાયદાકારક છે કારણ કે, માટીમાં ઘણા ગુણ રહેલા છે. જ્યારે આ માટીના વાસણમાં રાંધવામાં આવે છે અને ખાવામાં આવે છે, ત્યારે ઝિંક, મેગ્નેશિયમ અને આયર્ન જેવા ઘણા પોષક તત્વો આપણા શરીરને મળે છે. તે સ્વાસ્થ્ય માટે ખુબ સારા છે.
માટીના વાસણમાં ભોજન પકાવવાનો અને પછી ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ડાયાબિટીસ અને આર્થરાઈટીસ જેવા રોગો થતા નથી. અને આ કારણે જ પૂર્વજો 100થી વધારે વર્ષ જીવતા હતા અને માટીની હાંડીમાં રસોઈ બનાવવાથી દાંત ની સમસ્યા પણ થતી નથી.
માટીના વાસણમાં ધીમી આંચે ખોરાક બનાવવામાં આવે છે. ધીમી આંચે પર રાંધેલો ખોરાક આરોગ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. માટીના વાસણોમાં બનેલા કઠોળ, શાકભાજી વગેરેમાં સો ટકા સૂક્ષ્મ પોષકતત્વો (માઇક્રોન્યુટ્રિએન્ટ) હાજર છે. અને ખોરાક ના કોઈ પણ પોષક તત્વ નષ્ટ થતા નથી અને શરીર સ્વસ્થ રહે છે.
આજકાલ માટીની તવી, કડાઈ, હાંડી વગેરે જેવા વાસણો બજારમાં ઉપલબ્ધ છે. જે લોકોને અપચો અને પેટને લગતી અન્ય સમસ્યાઓ હોય છે, જો તેઓ આ તવી કે કડાઈમાં બરાબર રોટલી ખાય છે, તો તેઓને પેટની બીમારીમાં રાહત મળશે. આજકાલ બદલાતી જીવનશૈલીમાં લોકોને પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ રહી છે. કબજિયાતની સમસ્યા પણ તેમાંથી એક છે. જે લોકો માટીના વાસણમાં બનાવેલું ભોજન કરે છે, તેમની કબજિયાતની સમસ્યા પણ દૂર થવા લાગે છે. અને પેટ ને લગતી કોઈ પણ સમસ્યા દૂર થાય છે.
માટી ના વાસણોમાં બનાવવામાં આવેલો ખોરાક ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં માટીના પોષકતત્વો રહેલા હોય છે, ખોરાકમાં માટીની સુંગંધ અને ઠંડકનો સ્વાદ હોવાના કારણે ભોજન વધારે ટેસ્ટી લાગે છે. ઉપરાંત માટીના વાસણમાં બનેલો ખોરાક ઝડપથી બગડે નહીં.
માટીના વાસણોની સફાઈ પણ સરળ રીતે કરી શકાય છે. તે સમયનો બચાવ પણ કરે છે. માટીના વાસણો ધોવા ખુબ જ સરળ છે. માટીના વાસણ ધોવા માટે કોઈ સાબુ, પાવડર વગેરેનો ઉપયોગ કરવનામાં આવતો નથી. જી હા, માટીના વાસણોને ફક્ત ગરમ પાણીથી ધોઈને સાફ કરી શકો છો.
માટીના વાસણનો ઉપયોગ કરવો ખુબ જ સરળ છે. જ્યારે તમે પહેલી વખત માટીના વાસણનો ઉપયોગ કરો ત્યારે તેને લગભગ 12 કલાક પાણીમાં પલાળી રાખો. તે પછી તેને પાણીમાંથી બહાર કાઢો અને તેને સૂકવો દો. ત્યાર બાદ તે વાસણનો ઉપયોગ રસોઈ માટે કરો. ઉલ્લેખનીય છે કે, માટીના નાના વાસણો જેવા કે ગ્લાસ, બાઉલ, કપ વગેરે પાણીમાં ઓછામાં ઓછા 6 કલાક માટે પલાળો, ત્યારબાદ જ તેનો ઉપયોગ કરો. ઉપરાંત, આ વાસણોમાં ખાદ્યપદાર્થોને ધીમી આંચ પર રાંધો.