શું તમે મનુષ્ય ને આજીવન તંદુરસ્ત રાખનાર ડોક્ટર ને ઓળખો છો? આ છે તે ડોક્ટર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મનુષ્યનો જન્મ થાય ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધી તેના શરીરની જાળવણી માટે કુદરતને અથવા તો તમે જો માનતા હોય તો ભગવાને થોડાક ડૉક્ટરો ને ડાયરેક્ટ (તમારી મરજી હોય કે ના હોય) એપોઇન્ટમેન્ટ આપી દીધી છે. વિઝીટ ફી નો એક પણ પૈસો લીધા વગર તમે તેમને તમારે ત્યાં બોલાવો કે ના બોલાવો સતત તમારી સેવામાં હાજર રહે છે. તમને તનથી તંદુરસ્ત અને મનથી સ્વસ્થ રાખવા અને તમને લાંબી રોગ રહિત જિંદગી જીવવા માટે મદદ કરવા સતત કાર્યશીલ છે. જો તમારે તમારા શરીરને રોગનું ઘર બનાવવું ના હોય તો આ છ ડૉક્ટરોનો અનાદર ન કરશો.

ચાલો, હું તમને બધા ની ઓળખાણ કરાવી આપું. તમારો પહેલો ડૉક્ટર છે તમારી આજુબાજુ હવામાં રહેલો પ્રાણવાયુ. કુદરત કેટલી મહેરબાન છે. પ્રદૂષણ વગરની ખુલ્લી હવામાં ૨૧ ટકા જેટલો પ્રાણવાયુ હોય છે. નિયમિત કસરત કરનાર પણ આમાંથી ફક્ત અઢી ટકા જેટલો જ પ્રાણવાયુ લે છે અને તે પણ તમારા ફેફસાં પૂરી રીતે કાર્યરત હોય ત્યારે જ. આ પ્રાણવાયુ તમારા શરીરના દરેક અંગોના કોષોને શક્તિ આપવાનું કામ કરે છે. કેવી રીતે શક્તિ આપે છે તે પણ તમારે જાણવું જરૂરી છે. તમારા શરીરની રક્તવાહિનીમાં ફરતા રક્ત ના પ્રત્યેક રક્તકણમાં હિમોગ્લોબીન (રેડ પીગમેન્ટ) હોય છે.

આ હિમોગ્લોબીનમાં સૂક્ષ્મ સ્વરૂપે શક્તિ રહેલી છે. આ શક્તિ બે ઘટકો એટલે પ્રાણવાયુ અને શર્કરા (કાર્બોહાઇડ્રેટ). જ્યારે જ્યારે આ શર્કરાનું પ્રાણવાયુની હાજરીમાં દહન થાય ત્યારે શક્તિ ઉત્પન્ન થાય. ખોરાક મારફતે શર્કરા તે આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં આપણે લઈએ  છીએ. પરંતુ બેઠાડુ જિંદગી, શ્રમનો અભાવ અને પ્રદૂષિત વાતાવરણ તેમજ અમુક કિસ્સામાં ફેફસાંના રોગો ને લીધે પ્રાણવાયુ સામાન્ય વ્યક્તિના શરીરમાં માંડ અડધો ટકો જ જાય છે. એનું પરિણામ સ્વાભાવિક રીતે આવી વ્યક્તિના શરીરમાં રહેલા બધા જ અંગોના કોષોને પૂરતા પ્રમાણમાં શક્તિ મળે જ નહિ એટલે કે ઓછી મળે છે.

આજ કારણ છે કે જેને લીધે શરીરના મોટા નાના બધાં જ અંગો અને અવયવોની ક્ષમતા, શરીરમાં પૂરતા પ્રાણવાયુ ન લેવાથી બરોબર નથી રહેતી અને પરિણામ  સ્વરૂપે તમારા શરીરમાં જુદા જુદા અંગોની નબળાઈને કારણે થતી ફરિયાદોનો ગંજ શરૂ થઈ જાય છે. આ જ વ્યક્તિ નિયમિત પોતાને ગમતી કસરત કરીને વધારે પ્રાણવાયુ શરીરમાં લેવાય તેવી પરિસ્થિતિ શરૂ કરે તો શરીરમાં બધા જ અંગોના કોષોને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ એટલે કે પૂરતી શક્તિ મળે, જેથી શરીરમાં નુકસાન કરનારા ઝેરી પદાર્થોને શરીરમાંથી બહાર કાઢી નાખવાની ક્રિયા પણ સરસ રીતે થાય. અને શરીર સ્વસ્થ રહે, મન પ્રસન્ન રહે.

વધારે પ્રાણવાયુ લેવાની ટેવને લીધે થોડા સમયમાં રોગની સામે લડવાની શક્તિ પણ એટલી બધી સુધરી જાય કે કોઈ રોગો તમને હેરાન ન કરે અને તમને લાંબુ જીવવામાં પણ તકલીફ ના પડે. એક વધારાની વાત પણ યાદ રાખવા જેવી છે. તમે જે હવા લો છો તે ધૂળ, ધુમાડા, કાર એક્ઝોસ્ટ, સિગારેટનો ધુમાડો, વાયરસ, બેક્ટેરિયા, ફંગસ અને એલર્જી ઉત્પન્ન કરનારા પદાર્થો થી પ્રદૂષિત થયેલ હશે તો પ્રાણવાયુ લેવાની સાથે સાથે કાર્બન મોનોક્સાઇડ અને તેના જેવા કેન્સર થાય તેવા અનેક વાયુ અને શરદી, ઉધરસ, ન્યુમોનિયા, એલર્જી અને ફન્ગસ ઇન્સ્ટ્રક્શન કરનારા બધા તત્વો તમારા શરીરમાં ફેફસા મારફતે જશે અને ઘણીબધી ન જોઈતી તકલીફો થશે.

કદાચ તમે પૂછો આ ડોક્ટરને એટલે કે પ્રાણવાયુ ને વધારે લેવા તમારે શું કરવું ? કસરત કરવાની બીજું વળી શું ? જેમાં તમારા સ્નાયુઓ અને સાંધાઓને વધારે કામ કરવું પડે. તેને લીધે તેમની શક્તિની જરૂરત પૂરી કરવા માટે હૃદયને વધારે ધબકવું પડે અને તમારા ફેફસાંની હવા પ્રાણવાયુ) લેવાની શક્તિ વધે એવી બધા જ પ્રકારની ડાયનેમિક કરતો ચાલવું, દોડવું, તરવું, સાઇકલ ચલાવવી. એરોબિક ફિટનેસ કસરત, હલેસાં મારવા, ડાન્સીંગ, સ્કેટિંગ, સ્કેટિંગ તથા જે હવે અલ્ટીમેટ કસરત તરીકે આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગઈ છે તે લાફિંગ એક્સર્સાઇઝ નિયમિત કરવાથી તમે પ્રાણવાયુ વધારે લઈ શકશે.

આપણે યોગની કસરત વખતે કરવામાં આવતી પ્રાણાયામ ની ક્રિયા પણ આવી જાય. ટૂંકમાં હવા જેમ શરીરને શક્તિ આપનાર પ્રાણવાયુ છે તે હવા નિયમિત કસરત કરીને લેવા માંડો. બંને ફેફસાંમાં કુલ ૭000 જેટલા એર સેક (એલવેલાઈ) છે જો તમે બેઠાડુ જિંદગી ગાળતા હશો તો તમારા ફેફસાંના ઍર સેક ફક્ત ૩૦થી ૩૫ ટકા જ કાર્યક્ષમ હશે. આ બધા જ એર સેકનો ઉપયોગ નિયમિત કસરત કરવાથી જ થશે. પ્રથમ ડૉક્ટરનું સન્માન કરો. ખૂબ પ્રાણવાયુ લો.

બીજા ડૉક્ટરનું નામ પાણી છે. જેમ પૃથ્વીના ૨/૩ ભાગમાં પાણી છે તેવી રીતે શરીરમાં ૬ ૨થી ૬૫ ટકા પાણી રહેલ છે. તમારા શરીરમાં એક ટકા જેટલું પણ પાણી ઓછું થઈ જાય તો તમારું ડીહાઈડ્રેશન થવાથી મૃત્યુ થાય. રોજ ૧૦થી ૧૨ ગ્લાસ (બેથી અઢી લિટર) પાણી પીવું ખૂબ જરૂરી છે. આમાં પાણી સિવાયના બીજા પ્રવાહી દૂધ, છાશ, મગનું પાણી, દાળ, કઢી, ચા, કૉફી, ફ્રુટ જ્યુસ પણ ગણવાના છે. વિના મૂલ્ય મળતું આ પાણી તમારા શરીરમાં  લોહી, હોર્મોન, એન્ઝાઈમ, ન્યુરોટ્રાન્સમિટર્સ, લીમ્ફ, મ્યુક્સ વગેરે બનાવવામાં મદદ કરે છે.

શરીરમાં ચાલતી અનેક પ્રકારની રાસાયણિક ક્રિયાઓના ફળસ્વરૂપે ઉત્પન્ન થયેલા દ્રાવ્ય કચરા(ઝેરી પદાર્થો)ને કિડની મારફતે શરીરની બહાર કાઢી નાંખવાનું ઉત્તમ કામ પાણીની મદદથી થાય છે. (૩) માતાના ગર્ભમાં રહેલા બાળકને સાચવવાનું કામ પણ પાણીથી થાય છે. (૪) આંતરડા મારફતે શરીરના ઘન કચરાને કાઢી બધુ જ કામ પાણીની મદદથી થાય છે. (૫) ઉધરસ વખતે, છીંક વખતે, ગળા ને નાકમાંથી નીકળતો કફ પાણીથી બનતા મ્યુક્સમાંથી બને છે. (૬) ઊલટી-ઝાડા થાય ત્યારે પણ શરીરમાંથી કચરો કાઢી નાખવાનું કામ પાણીની મદદથી થાય છે. આટલા બધા શરીર પર ઉપકાર કરનાર પાણીનો અનાદર કરશો નહિ. પૂરતા પ્રમાણમાં લેશો.

ત્રીજો ડૉક્ટર છે સૂર્યનો તડકો. સવારના નવ સુધી નો કુમળો તડકો શરીર ઉપર પડે ત્યારે ચામડી નીચે રહેલા રૂટિન એ નામના પદાર્થનું વિટામિન ડી’માં રૂપાંતર થાય છે, જેની મદદથી તમારા હાડકાં પર ખોરાકમાં લીધેલી કૅલ્શિયમ અને ફોસ્ફરસ જામી શકે છે જેથી તમારા હાડકાં મજબૂત થાય છે. બપોરના સૂર્યનો પ્રકાશ નુકસાનકારક છે. તેમાં રહેલા એક્સ્ટ્રા વાયોલેટ કિરણોથી તમારી ચામડીમાં કેન્સર પણ થઈ શકે છે. આ તડકાથી જ વનસ્પતિનું અસ્તિત્વ છે અને વનસ્પતિનું અસ્તિત્વ છે માટે મનુષ્ય જાતનું અસ્તિત્વ છે. માટે આ સૂર્યના તડકાનો પણ અનાદર કરશો નહિ.

ચોથો ડોક્ટર તમારો રોજીંદો ખોરાક છે. તમારા શરીરમાં તમે વેજીટેરિયન હો કે નોન-વેજિટેરિયન, તમે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ વનસ્પતિજન્ય ખોરાક લો છો. આ ખોરાક તમને ત્યારે જ મદદ કરે જ્યારે તમે તેના દરેક ઘટકોને પૂરતા પ્રમાણમાં લો. તમારે પ્રોટીન ૫૦ ગ્રામ લેવું જોઈએ. જે તમને દૂધ, કઠોળ, અનાજ અને નોન વેજીટેરિયન માટે ઈંડા, માછલી, મીટ અને ચીકનમાંથી મળે. કાર્બોહાઈડ્રેટ ૨૫૦થી ૩0 ગ્રામ લેવું પડે. સિમ્પલ કાર્બોહાઇડ્રેટસ તમને ખાંડ, ગોળ અને તેમાંથી બનાવેલી મીઠાઈ, કેક, પેસ્ટ્રી, સૉફ્ટ ડ્રિક્સ માંથી મળે છે.

જ્યારે કોમ્પ્લેક્ષ, કાર્બોહાઇડ્રેટસ તમે અનાજ કઠોળ, ફ્રૂટ્સ અને શાકભાજી માંથી મળે. ત્યારે ચરબીનું પ્રમાણ ૩૦થી ૪૦ ગ્રામ લેવું જોઈએ જે તમને દૂધ, ઘી, માખણ, તેલ, પ્રાણીજ ચરબી વગેરે માંથી મળે છે. આ સિવાય તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં મિનરલ્સ અને વિટામિન મળે માટે તમારે તાજા કાચા શાકભાજી અને ફળો લેવા જોઈએ. પ્રોટીનથી શરીરની વૃદ્ધિ થાય અને બંધારણ થાય. ૨૨ વર્ષ પછી શરીરના ઘસારામાં રિપેરીંગ માટે પ્રોટીન વપરાય. શરીરને શક્તિ મળે તે માટે કાર્બોહાઈડ્રેટ જોઈએ. જો કાર્બોહાઇડ્રેટ વધારે લેશો તો વધારાનો કાર્બોહાઈડ્રેટ ચરબી તરીકે તમારા શરીરમાં જમા થઈ જશે અને વજન વધશે. ખોરાકમાં જે ચરબી લેવાની છે તે જો વધારે લેશો તોપણ વજન વધશે, કોલેસ્ટ્રોલ વધશે. યોગ્ય ખોરાક લેવાથી તમારી તંદુરસ્તી સારી થાય અને આયુષ્ય વધે.

પાંચમો ડૉક્ટર છે આરામ. મનની અને શરીરની શાંતિ તમે પૂરતો આરામ લેતા હો ત્યારે મળે માટે તમારે રોજ છ થી આઠ કલાકની ઘસઘસાટ ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. ઘડિયાળને ટકોરે ઊઠવાની અને ઘડિયાળને ટકોરે સૂઈ જવાની ટેવ પાડો. તમારી જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર કરો. પૂરા આયોજનથી કામ કરવાની ટેવ પાડો. દરેક કાર્યમાં નિષ્ઠા રાખો. વિશ્વાસ ભંગ કરવો ન પડે એ વાત ખાસ ધ્યાન રાખો. નાની નાની બાબતોમાં ખોટું બોલો નહિ. તમારા અહંકારને પકડી ના રાખો. ભૂતકાળને યાદ ના કરો. ભવિષ્ય કાળની ચિંતા ના કરો.

ટૂંકમાં અફસોસ થાય તેવી કોઈ પણ વાત કે કાર્ય જો તમે નહિ કરો તો ટેન્શન નહિ હોય ત્યારે મન શાંત રહેશે. શારીરિક તકલીફો, વાતાવરણ અને રોજિંદી. માનસિક પ્રવૃત્તિઓને કારણે શરીરમાં ભેગા થતો કચરો (ટૉક્સિક પદાર્થ, જ્યારે તમે તદ્દન માનસિક અને શારીરિક રીતે રિલેક્સ હશે ત્યારે જ શરીરમાંથી બહાર કાઢવાનું કામ તમારું લિવર કચરો કાઢી નાખનાર અંગો ફેક્સ, કિડની અને આંતરડાની મદદથી બહાર કાઢી નાંખશે, જેને લીધે તમારા શરીરની બધી જ તકલીફો દૂર થઈ જશે. શરીર અને મનને આને લીધે શાંતિ મળશે અને પ્રફૂલ્લીતા વધશે.

છેલ્લો  ડોક્ટર તમારો જાણીતો અને માનીતો છે ,જેને તમે જાણો . એ છે કસરત. કસરત ના ત્રણ પ્રકારો છે.1) એરોબિક 2) સ્નાયુ (મસ્ક્યુલર) અને ૩. સાંધા (ફ્લેક્સિબિલીટી)નો લાભ તમારે પૂરેપૂરો મેળવવો જોઈએ. ઍરોબિક પ્રકાર માટે (હૃદય અને ફેફસાં અને રક્તવાહિનીઓ ની ક્ષમતા વધારનાર) સતત ૩૦થી ૪૦ મિનિટ કરી શકો, ધીરે ધીરે વધારતા જઈને ૩૦થી ૪૦ મિનિટ કરવાની છે . તેની ચાલવાની, જોગિંગ, દોડવાની, કરવાની, એરોબિક, ડાન્સિંગ, એરોબિક ફિટનેસ કસરત, હલેસાં મારવા, દોરડા કૂદવા, પગથિયા ચડવા-ઉતરવા, સ્કેટિંગ સ્કીઇંગ, બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ, ફૂટબોલ, વોલીબોલ વગેરે ડાયનેમિક કસરત અને રમતો કરવી જોઈએ.

બીજા પ્રકારમાં સ્નાયુનો કસરતો માટે હેલ્થ કલબ માં  વજન ઊંચકવાની અને મશીન ની કસરત કરવી જોઈએ. ત્રીજા પ્રકારની સાંધાની કસરત માટે યોગાસન કરવાં જોઈએ. આ બંને પ્રકાર માટે ફક્ત ૧૦ મિનિટ દરેક માટે થાય છે તેટલી જ કરવી જોઈએ. જરૂર લાગે તો અઠવાડિયામાં બે દિવસ આરામ કરી બાકીના પાંચ દિવસ કરવી જોઈએ.

આ બધી જ કસરત અમલમાં મૂકવાથી હૃદય અને ફેફસાં ની ક્ષમતા, સાંધા અને સ્નાયુ તેમજ રક્તવાહિનીઓ ની ક્ષમતા. ખૂહ જ વધે છે અને તમારા આખા શરીરમાં શક્તિનો ભંડાર કયું વોહી ફરી વળે છે અને તમારા શરીરના દરેક અંગોના કોષ માં શક્તિનો સંચાર થવાથી શરીરના બધા જ અંગો સરસ રીતે કામ કરે છે. આયુષ્ય વધે છે. ઊંઘ નિરાંતે આવે છે. મન શાંત રહે છે. બી.પી., ડાયાબિટીસ, હાર્ટ એટેક, સ્ટ્રોક, કેન્સર જેવા ભયાનક રોગ થતા નથી, હોય તો કાબૂમાં. આવી જાય છે. રોગ ની સામે લડવાની શક્તિ વધવાથી શરદી, ઉધરસ, તાવ, સોજો વગેરે તકલીફો નહિ થાય, પાચનશક્તિ વધે, સ્નાયુ સાંધા મજબૂત થશે. આત્મવિશ્વાસ વધશે. આયુષ્ય વધશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top