શું તમે જાણો છો કયા રોગ માં ક્યારે અને કેવી રીતે કરવો ઉપયોગ ? વિવિધ રોગોમાં છે અકસીર આ ડ્રાયફૂટ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અખરોટ ને અક્ષોટક અને અંગ્રેજી માં વૉલનટ કહેવામાં આવે છે .અખરોટ ના નામ થી કોણ અજાણ્યું છે ! એ એક જાત નો સૂકો મેવો છે અને ઔષધ પણ છે. તેના ઝાડ કાબૂલ, હિમાલય, આસામ અને ઈરાન બાજુ થાય છે. તેના ઝાડ કદમાં મોટા હોય છે.તેના પર ઘણા વર્ષો રહીને ફળ આવે છે. તેનાં પાંદડાં જાડાં, પહોળાં અને પ્રમાણમાં મોટાં હોય છે. અખરોટ જ્યારે લીલા હોય ત્યારે તેને ત્રણ છાલ હોય છે. સૂકાતા તે કઠણ બને છે. બીજા પડની અંદર તેનો ગર્ભ રહેલો છે, જે આપણે ખાઈએ છીએ.

અખરોટના 10થી 40ml  જેટલા તેલને 250 મિલી લિટર ગૌમૂત્ર ની અંદર ભેળવી પીવાથી શરીરમાં થતા કોઈપણ પ્રકારના સોજામાં રાહત મળે છે.સવારમાં ઉઠ્યા બાદ વાસી મોઢે પાંચથી દસ ગ્રામ જેટલા અખરોટ ચાવી અને ત્યારબાદ તેનો લેપ લગાવવાથી ધાધરની સમસ્યામાંથી છુટકારો મળે છે. અખરોટના છાલની ભસ્મની અંદર 36 ગ્રામ ગુરુચ મેળવી અને દરરોજ સવાર-સાંજ ખાવાથી હરસ જળમૂળમાંથી નાશ પામે છે.જો 10 થી 20 ગ્રામ જેટલા અખરોટને પીસી લઈ અને દુખાવાની જગ્યાએ લગાવવામાં આવે અને ત્યારબાદ ગરમ ઈંટ દ્વારા તે જગ્યાએ શેક કરવામાં આવે તો કોઈપણ જગ્યાએ થતા દુખાવામાં તરત જ રાહત મળે છે.

તેના બી નું તેલ નીકળે છે. તેનો આકાર આપણા બ્રેઈન ને મળતો આવે છે. તેના ફળ, પાન અને ઝાડની છાલ દવામાં વપરાય છે. અખરોટ ગુણ માં પૌષ્ટિક, ગુરુ, મધુર, ઉષ્ણ, વીર્ય વધારનાર તથા વાતહર છે. તેની છાલ કૃમિ રોગમાં વપરાય છે.અખરોટ ખુબજ બુદ્ધિવર્ધક છે તથા જ્ઞાનતંતુઓ તાકાત આપે  છે. અખરોટ નું તેલ જુલાબ ના કામમાં આવે છે.અખરોટ વધુ ખાવાથી પેટ ભારી થાય છે અને અપચો થાય છે. ક્ષય વાળા રોગીઓને અખરોટ ના જાડ પાન નો કવાથ અપાય છે. અખરોટ એક પ્રકારનું બળવર્ધક ડ્રાયફ્રુટ છે. તેનું સેવન કરવાના કારણે તમારા હદય અને મસ્તિષ્ક ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા દૂર થઈ જાય છે.

અખરોટની છાલ, મૂળાના બી, ગાજરના બી, વાવડિંગ, અમલતાસ, અને કલેવારનો ગરીભલો આ બધી જ વસ્તુને છ છ ગ્રામ માત્રા ની અંદર લઈ બે લીટર પાણીની અંદર બરાબર ઉકાળી લો. ત્યારબાદ તેની અંદર 250 ગ્રામ જેટલો ગોળ ભેળવી દો, અને તે પાણીને ૫૦૦ એમએલ પાણી રહે ત્યાં સુધી ઉકાળો. હવે આ ઉકાળાને ૫૦ ગ્રામની માત્રામાં સવાર-સાંજ પીવામાં આવે તો બંધ માસિક ધર્મ ફરીથી શરુ થઈ જાય છે. માત્ર ૨૦ થી ૩૦ ગ્રામ જેટલા અખરોટના ફળ ખાવાના કારણે અફીણનું ગમે તેવું ઝેર ચડ્યું હોય અથવાતો નશો ચડ્યો હોય તો તે પણ દૂર થઈ જાય છે.

કંઠમાળ અને જૂના સંધિવામાં અખરોટ ની રાબ કામમાં આવે છે. હરસની પીડામાં તેના તેલની વાટ લગાવવાથી રાહત મળે છે. અખરોટનું મગજ, તરબૂચનું મગજ, કમળકાકડી- મગજ, પિસ્તા, સાલમ બધી જ વસ્તુઓ ૫૦ -૫૦ ગ્રામ, રૂમિ-મસ્તકી, સફેદ મરી, ગોખરુ, એલચી, જાવંત્રી, ચીનીકબાબ આ બધું ૧૦-૧૦ ગ્રામ લઈ તેમાં પાંચ ગ્રામ અસલી કેસર અને જરૂર પ્રમાણે સાકર નાખી તથા મધ ઉમેરી તેમાં વીર્યવર્ધક પાક ઉત્તમ બને છે.અખરોટને પાવર ફૂડ ના નામથી પણ ઓળખવામાં આવે છે. કેમકે, તેનું સેવન કરવાના કારણે વ્યક્તિનું સ્ટેમીના વધે છે, અને સાથે સાથે તેને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે. અખરોટનું સેવન કરવાના કારણે તમારો મગજ એકદમ તેજ બની જાય છે. અખરોટ ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ, ઓમેગા થ્રી ફેટી એસિડ અને એંટી ઓક્સીડેંટ હોય છે. અખરોટ વજન ઘટાડવામાં ઉપયોગી બને છે. દાંત માટે અખરોટના સ્વાસ્થ્ય ગુણોને કારણે ડેન્ટિસ્ટ પણ તેના સેવનની સલાહ આપે છે.

અખરોટ , કાળી દ્રાક્ષ અને અંજીર ભેગું કરી પલાળી. લુગદી કરી સવાર-સાંજ લેવાથી જ્ઞાનેન્દ્રિયો સતેજ થાય છે. અખરોટની છાલને અખરોટના મગજ સાથે બાળી તેની ભસ્મને પા-પા ચમચી સવાર-સાંજ લેવાથી હરસ મા પડતું લોહી બંધ થાય છે.તાજા અખરોટનો લેપ માર ના ઢીમણાંને મટાડે છે.ઘંઉના રવા સાથે તેનાં પાન વાટી તેની પૂરી બનાવી ખાવાથી ધાવણ છૂટથી આવે છે.અખરોટની લીલી છાલનો ઉકાળો કરી ગાળી તે પાણીના કોગળા કરવાથી દાંતના દરદમાં ફાયદો થાય છે. અખરોટની છાલને પાણીમાં પીસીને થોડી થોડી માત્રામાં પીવાથી, પેશાબ ટપકતો બંધ થાય છે.

અખરોટને પીસી લઈ અને ત્યારબાદ પાણી સાથે ભેળવી નાભિની આસપાસ લગાવવાના કારણે પેટમાં આવતી વિટ અને ઝાડાની સમસ્યામાંથી રાહત મળે છે. અખરોટની છાલ ને ઉકાળીને પીવાના કારણે કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. અખરોટ ની અંદર ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે. જે શરીરની અંદર રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી દે છે. સાથે સાથે તે પિત્તાશયની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેમાં પણ મદદરૂપ સાબિત થાય છે. અખરોટનું સેવન આપને હદય ને લગતી અનેક પ્રકારની બીમારીઓથી બચવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. અખરોટનું સેવન કરવાના કારણે શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય છે. જેથી કરીને વ્યક્તિનું બ્લડપ્રેશર નોર્મલ રહે છે. આથી જ વ્યક્તિનું હદય સ્વસ્થ રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top