માનસિક બીમારી મોટાઓને જ થાય તેવું નથી. નાની ઉંમરના બાળકોમાં પણ આ બીમારી જોવા મળે છે. મોટાઓ (વયસ્ક)માં જોવા મળતી લગભગ બધી બીમારીઓ પાંચ-સાત વર્ષની ઉંમરના બાળકોમાં પણ જોવા મળી શકે છે. ઘણીવાર આ બીમારીનાં લક્ષણો થોડા જુદા હોઈ શકે છે. વળી કેટલીક બીમારીઓ ફક્ત બાળકોમાં જ જોવા મળતી હોય તેવું પણ બને છે..
ઘણી માનસિક બીમારી વારસાગત જોવા મળે છે. જો કોઈ મા-બાપ કે તેમના સગાઓને કોઈ પ્રકારની માનસિક બીમારી હોય તો તેમના બાળકોમાં પણ આ પ્રકારની બીમારી હોવાની શક્યતા બીજા લોકો કરતાં વધી જાય છે. જો માતા-પિતા બંનેને આ પ્રકારની બીમારી હોય તો તેમના બાળકોમાં તેની શક્યતાનું પ્રમાણ વધુ હોય છે.. શરીર મજબૂત તો મન ને મસ્તિષ્ક પણ મજબૂત, પણ આ ધારણા ખોટી છે.
મજબૂત શરીરવાળા માનસિકરુપે રોગી હોઈ શકે છે . અખાડા અને જીમ માં કરેલી કસરતો થી શરીર મજબૂત થઈ શકે પણ મન તેવું જ રહે છે. યોગ થી મન અને મસ્તિષ્ક મજબૂત થવાની સાથે જ માનસિકરૂપ થી પણ મજબૂત થવાય છે. બાળપણ માં શરીર લચીલું હોય છે. ઉમર વધવાની સાથે જ હાડકાં મજબૂત થઈ જાય છે. સખત થઈ ગયેલા હાડકાં તૂટવાનો ભય પણ રહે છે.
એક બાળક જ્યારે નાની -મોટી જગ્યા પર થી પડે છે. ત્યારે ફ્રેક્ચર થવાનો ભય વધારે નથી રેહતો. પરંતુ જ્યારે કોઈ જવાન વ્યક્તિ પડે છે ત્યારે ફ્રેક્ચર થવાનો ભય વધી જાય છે. યોગ થી હાડકાં લચકદાર થાય છે સાથે જ યોગ થી શરીર માં રહેલ કેલ્સિયમ નું ક્ષરણ પણ થતું અટકે છે. યોગાસનવાળું શરીર લચકદાર અને પોચું હોય છે.
આના સિવાય ભોજન ની જરૂર નથી પડતી અને બધાજ રોગો સામે રક્ષણ આપે છે. સદંતર યોગ કર્યા પછી જો યોગ છૂટી જાય તો પણ શરીર માં કોઈ જાત ની તકલીફ નથી થતી અને હાથ-પગ પણ નથી દુખતા. જ્યારે પણ સ્ફૂર્તિવાળું કામ હોય ત્યારે આ યોગવાળું શરીર તરત જ સક્રિય થઈ જાય છે. અને માનસિક રોગોને પણ દૂર રાખે છે.
જો ખોરાક ના નિયમ ના પાલન સાથે સુર્યનમસ્કાર અને પ્રમુખ આસન કરવામાં આવે તો ચાર મહિના માં જ શરીર લચકદાર અને સ્વસ્થ થઈ જશે. દરદરોજ એકદમ ફ્રેશ અને પોતે યુવા છો એવું અનુભવ કરશો. યોગાસન ના નિયમિત અભ્યાસ થી કરોડરજ્જુ સુદ્રઢ બને છે, જેનાથી શિરાઓ અને ધમનીઓ ને આરામ મળે છે. શરીર ના બધા જ અંગ સારી રીતે કામ કરે છે. આજ મસ્તિષ્ક ને સુદ્રઢ કરવાનો પ્રારંભિક ચરણ છે.
મસ્તિષ્ક ની કાર્ય ક્ષમતા અને મજબૂતી પ્રાણાયામ થી વધે છે. આમ થવાથી મસ્તિષ્ક માં ઓક્સિજન નું પ્રમાણ વધે છે. પ્રાણાયામ કરતાં રહેવાથી મન માં ક્યારે પણ ઉદાસી, ખિન્નતા અને ક્રોધ નથી રહેતો. મન હમેશા પ્રસસન્નચિત્ત રહે છે. જેનાથી આજુ બાજુ નું વાતાવરણ ખુશખુશાલ રહે છે. જીવન માં ક્યારે પણ હતાશ કે નિરાશ નહીં થાવ.
જો ઈચ્છો તો ધ્યાન ને નિયમિત દિનચર્યા નો હિસ્સો બનાવી ને મસ્તિષ્ક ને મજબૂત બનાઈ શકો છો. મસ્તિષ્ક માં કોઈ પણ પ્રકાર નો વિકાર રહેતો નથી. વ્યક્તિ ની વિચાર કરવાની ક્ષમતા વધે છે. આવા સમયે વ્યક્તિ ની બુદ્ધિ એકદમ તીક્ષ્ણ થઈ જાય છે. તેમજ તે જે કઈ પણ બોલે છે તે સમજી વિચારી ને બોલે છે. લાગણી માં આવી ને કશું બોલતા નથી.
યોગ ના પ્રભાવ થી શરીર,મન,અને મસ્તિષ્ક ઉર્જાવાન થાય છે, સાથે જ વિચાર શક્તિ પણ સુધરે છે. વિચાર શક્તિ સુધારવાની સાથે જ જીવન પણ બદલાય છે. યોગ થી સકારાત્મક વિચાર આવે છે.જો કોઈ પણ જાત નો માનસિક રોગ હોય તો પણ એ મટી જાય છે. જેમકે, ચિંતા,ગભરાટ ,બેચેની ,શોક,શંકાળુપ્રવૃતિ, નકારત્મક, ભ્રમ વગેરે.
એક સ્વસ્થ મસ્તિષ્ક જ ખુશખુશાલ જીવન અને ઉજ્જવળ ભવિષ્ય ની રચના કરી શકે છે. યોગ થી જ્યાં શરીર માં ઉર્જા જાગરત થાય છે. ત્યાં જ આપણાં મસ્તિષ્ક ના વચ્ચે ના ભાગ માં છુપાયેલી રહસ્યમય શક્તિ નો ઉદય થાય છે. જીવન માં જો સફળ થવું હોય તો સકારાત્મક ઉર્જા અને મસ્તિષ્ક ની શક્તિ બહુજ જરૂરી છે. જે ફક્ત યોગ થી જ મળે છે. બીજી કોઈ પણ જાત ની કસરત થી નહીં.