શું તમારા માટે પેટની ચરબી સમસ્યા બની ગઈ છે ? તો કોઈ પણ જાત ના કષ્ટ વગર માત્ર આ રીતે ઘટાડી શકો છો ચરબી – જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કેટલાંક લોકો જાડા નથી હોતા પણ તેમના પેટની આસપાસ એટલી બધી ચરબી જમા થઇ જાય છે. જેનાથી તે પરેશાન થવા લાગે છે અને પોતાની જાતને જાડી સમજવા માંડે છે. જાડા લોકો હંમેશા વજન ઓછું કરવા પાછળ મથ્યાં રહેતા હોય છે. અરે આજકાલ તો સામાન્ય ગણાય તેટલું વજન વધી જતાં પણ યુવતીઓ દોડાદોડ કરી મૂકે છે.

પણ શું તમે જાણો છો કે વજન ઓછું કરવા કરતાં વધુ મહત્વનું છે તમારી કમર અને પેટનો ભાગ ઓછો કરવામાં આવે. એકવાર તમે તમારું વજન તો સરળતાથી ઓછું કરી શકશો પણ સૌથી વધુ જે સમસ્યા સર્જાય છે તે કમર અને પેટની આસપાસની ચરબીને દૂર કરવાની રહે છે. જો તમે ઇચ્છો છો કે તમારા પેટ અને કમર સરળતાથી ઓછા થઇ જાય તો અહીં આપવામાં આવેલી ટિપ્સ અજમાવી શકો છો.

ચરબી ઘટાડવાના ઉપાય :

અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો – જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર પળ કે સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.

યોગાસન જરૂરી છે – કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં તમારે કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે. એમ પણ યોગ તમને નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ.

ખાનપાન સંતુલિત રાખો – જો તમે જંકફૂડ ખુબ ખાતા રહો છો કે પછી તમને તળેલા પદાર્થો ખાવા પસંદ છે તો તમારે આવા ભોજનથી પરેજી પાળવી જોઇએ. સામાન્ય લોટને બદલે તમે ચણાનો લોટ મિક્સ કરીને રોટલી બનાવી ખાઓ તેનાથી પણ તમને ટ્રીમ થવામાં મદદ મળશે. મધ  ફાયદાકારક છે – મધના અનેક ગુણો છે. તે તમને જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછા કરી શકશો.

ગ્રીન ટી પણ મદદ કરશે – તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ. વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે. સવાર-સાંજ ચાલો – તમારે કમર અને પેટની આસપાસની ચરબી દૂર કરવા માટે દરરોજ સવારે થોડીવાર ફરવા જવું અને રાત્રે જમ્યા બાદ પણ ચાલતા ફરવા નીકળવું જોઇએ. આનાથી તમને વધારાની કેલરી બાળવામાં મદદ મળશે અને પેટ-કમરની વધારાની ચરબી ઓછી થશે.

મેથી દાણા – મોટાપો  પેટની ચરબી અને કમર ને  ઓછી કરવા માટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી મેથી રાત્રે પલાળીને મૂકી દો અને સવારે ઊઠીને સૌથી પહેલા આ મેથીને ચાવીને ખાઈ લો અને વધેલું પાણી ઉપરથી પી લો જો તમે રોજ આમ કરશો તો તમારા પેટની ચરબી ઓછી થઈ જશે અને ખૂબ જ ઝડપથી તમારી કમર ઓછી થઈ જશે

કુદરતી ઉપાય માટે જરૂરી સામગ્રી પીણું બનાવવા માટે પાંચ લીંબુના છોતરા જેમાં લીંબુનો રસ ન હોય આદુનો રસ એક ચમચી અને એક લિટર પાણી , લીંબુના છોતરા માં વિટામીન સી પણ વધારે પ્રમાણમાં રહેલ છે. જેથી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે તેને બનાવવા માટે સૌથી પહેલા એક લિટર પાણીને ગરમ કરવો ગરમ પાણી થયા પછી તેમાં લીંબુના છોતરા નાખવા અને તેને આઠથી દસ મિનિટ સુધી ગરમ થવા દઈશું ઉકળી ગયા પછી તેને બહાર કાઢી લઈશું ત્યાર પછી તેમાં આદુ ના રસ ને સારી રીતે ભેળવી પીણું તૈયાર કરવું.

સૌથી પહેલા પાણીને એક ગ્લાસમાં લઈ લો એક વાત  યાદ રાખવાની કે લીંબુના છોતરા બહાર કાઢવા નહી. આખા દિવસમાં આ એક લીટર પાણી પીવાનું છે તે દિવસમાં ત્રણથી ચાર વખત પી શકો છો રાત સુધીમાં આ પાણી પૂરું થઈ જવું જોઈએ પાણી પૂરું થઈ ગયા પછી લીંબુના છોતરા ને ફેકી શકો છો ,એક મહિના સુધી આ પીણું પીવો તમને ખૂબ સારો ફાયદો મળશે તમારા પેટની ચરબીને દૂર કરશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top