મગફળી ને સસ્તી બદામ પણ કહેવામાં આવે છે. તેમાં પણ લગભગ એજ પોષણ તત્વો હોઇ છે, જે બદામ માંથી મળતા હોઇ છે. બદામ મોંઘી હોઇ છે, જ્યારે મગફળી સસ્તી અને લાભકારી. મગફળી પ્રોટીન નો સારો સ્રોત માનવા માં આવે છે. 100 ગ્રામ કાચી મગફળી માં 1લિટર દૂધ બરાબરપ્રોટીન મળે છે.
જમવામાં કે જમ્યા પછી પલાળેલી મગફળીના થોડા દાણા નિયમિત લેવામાં આવે તો શરીરના ઘણા રોગો દુર થઇ શકે છે. પલાળેલી મગફળીના દાણા લોહીના સર્ક્યૂલેશનને નિયમિત કરે છે અને હૃદયની બીમારીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને સ્નાયુઓને મજબૂત કરશે.
મગફળી ને શેકીને ખાવા પર જેટલી માત્રા માં મિનરલ્સ મળે છે, તેટલું 250 ગ્રામ બદામ માંથી પણ નથી મળતું. મગફળી નું તેલ પણ ઘણા પ્રકારે ફાયદાકારક છે. ઘણા લોકોને સવારે મગફળી ખાવી પસંદ હોય છે.
પલાળેલી મગફળીમાં ઓમેગા 6 ફેટી એસિડ્સ નામનો પદાર્થ આવેલો હોય છે, જે ચામડીની સમસ્યા દુર કરવાની સાથે ત્વચામા નીખાર લાવે છે. મગફળી ચામડીના કોષોમા બનતા ઓક્સીડેશનને રોકે છે, સાથે ચામડીને નુકશાન કરતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપવામાં મદદ કરે છે.
શરીર ની ત્વચા પર રહેલા કીટાણુઓ ને ખતમ કરવામાં તેનું તેલ આપણી મદદ કરે છે. આયુર્વેદાચાર્ય વિદ્વવાન ની વાત માનીએ તો મગફળી નું તેલ ઘણા પ્રકાર ની દવાઓ બનાવવા માટે કરવા માં આવે છે. મગફળી નું તેલ ખાવાથી હાડકા મજબૂત થાય છે.
જમવામાં કે જમ્યા પછી પલાળેલી મગફળીના 20 થી 25 દાણા નિયમિત લેવામાં આવે તો શરીરના કેટલાંય રોગો દુર કરી શકાય છે. પલાળેલી મગફળીના દાણા લોહીના સર્ક્યૂલેશનને યોગ્ય કરશે અને હૃદયની બીમારીઓથી પણ બચાવશે. સ્નાયુઓને મજબૂત કરશે. તમારે જે વિષય પર જાણવું હોય કે માહીતી જોતી હોય તે અમને કૉમેન્ટ મા કહો.