શરીરને પાતળું અને છતાં તંદુરસ્ત રાખવું એ આજની અનિવાર્યતા છે. જાડા થવું નથી, પણ સાથે તંદુરસ્તી જાળવવી છે, તો શું કરવું? ઘણીવાર ડાયેટિંગ અને પરેજીના અતિરેકમાં લોહીની ઉણપ વધવા લાગે છે.
લોહીમાંનું હિમોગ્લોબિન ઘટવા લાગે છે. શરીર એનિમિક બનતું જાય છે. એટલે ડાયટીંગમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ કે હિમોગ્લોબિન માપસર રહે. આવી કેટલીક વસ્તુઓમાં બીટ, દાડમ, ખજૂર, કેળાં અને લીલાં શાકભાજીનો ખાસ સમાવેશ થાય છે.
બીટરૂટનો જ્યુસ પીવો, જેનાથી આયર્ન મળે છે. બીટને સલાડની જેમ પણ ખાઇ શકાય. સવારે દાડમનો એક કપ જ્યુસ તજનો પાવડર અને મધ નાખીને પીવો. દાડમની જેમ ખજૂરમાંનું વિટામીન-સી આયર્ન વધારી હિમોગ્લોબિન વધારે છે.
બે પીસ ખજૂરને રાત્રે એક કપ દૂધમાં પલાળીને રાખી, સવારે ખાલી પેટે એ દૂધ-ખજૂર ખાવું ફાયદાકારક છે. કેળા અને મધ દિવસમાં બે વાર ખાવા. મેથી, લેટ્યુસ, બ્રોકલી વગેરે જેવી લીલી શાકભાજી કે તેનો જ્યુસ પીવાથી વિટામીન-બી-૧૨, ફોલિક એસિડ, અને અન્ય ન્યુટ્રીઅન્ટ્સ મળે છે. હીમોગ્લોબિનની ઉણપથી કેટલાય પ્રકારની શારીરિક સમસ્યાઓ થવા લાગે છે. શરીરમાં પૂરતાં લોહીનું પ્રમાણ ન હોવા પર નબળાઇ, ચક્કર આવવા, અનિંદ્રા, થાક જેવી સમસ્યાઓની સાથે કેટલીય ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.
આ ઉપરાંત શરીરમાં લોહીનું ઓછું પ્રમાણ હોવાને કારણે શરીરનો રંગ પીળો અને બેજાન બની જાય છે. એવામાં જો તમે પોતાના ડાયેટનું ધ્યાન રાખો અને તેમાં લોહીનું પ્રમાણ વધારતી કેટલીક વસ્તુઓ સામેલ કરી લો તો તમારા શરીરમાં રહેલી લોહીની ઊણપ દૂર થઇ શકે છે. જાણો, કેટલીક એવી વસ્તુઓ વિશે જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
શરીરમાં લોહીની ઊણપ દૂર કરવા માટે લીલા શાકભાજીને પોતાના ડાયેટમાં સામેલ કરો. તેમા પાલક ઉત્તમ વિકલ્પ છે. વિટામિન B6, A, C, આયર્ન, કેલ્શિયમ અને ફાઇબરથી ભરપૂર પાલકનું સેવન શરીરમાં ઝડપથી લોહીની ઉણપને દૂર કરે છે. તમે તેને સબ્જી અથવા જ્યુસ સ્વરૂપે પણ લઇ શકો છો.
શરીરમાં લોહી ઓછું છે તો આ 5 ફળ અને શાકભાજી વધારે છે લોહી, શિયાળામાં તો ખાસ ખાવાનું ના ભૂલશોટામેટાં સલાડનો સ્વાદ વધારે છે. આ સાથે ટામેટાં શરીરમાં લોહીનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. તેના માટે ટામેટાંનો જ્યુસ, સૂપ પણ પી શકો છો. આ ઉપરાંત સફરજન અને ટામેટાનો જ્યુસ મિક્સ કરીને પીવાથી પણ શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે.
સફરજન એનીમિયામાં ફાયદાકારક હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં હીમોગ્લોબિન બને છે. આ ઉપરાંત સફરજનમાં કેટલાય એવા વિટામિન છે, જે શરીરમાં લોહીને વધારવાનું કામ કરે છે.
જામફળ ખાવાથી પણ શરીરમાં હીમોગ્લોબિનમાં વધારો થાય છે. જામફળ જેટલુ પાકી ગયુ હશે તેટલુ જ પૌષ્ટિક હોય છે. પોતાના હિમોગ્લોબિનને વધારવા માટે આહારમાં દાડમને પણ સામેલ કરી શકો છો. તેના નિયમિત સેવનથી હીમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ મળી શકે છે.
પાકેલા કેરીના ગુદાને જો મીઠા દૂધ સાથે લેવાય તો તમારુ લોહી વધી જાય છે. લોહી વધારતા આહાર ઘઉં, ચણા, મઠ અને મગને અંકુરિત કરી લીંબૂ મિક્સ કરી સવારે નાસ્તામાં લો.
સિતોપલાદિ ચૂર્ણ 50 ગ્રામ , આમળાનું રસાયણ, અશ્વગંધા સત્વ 50 ગ્રામ , શતાવર ચૂર્ણ 10 ગ્રામ , સિદ્ધમકાર ધ્વજ 5 ગ્રામ, લોહભસ્મ 100 પુટી 10 ગ્રામ , અષ્ટ વર્ગ ચૂર્ણ 25 ગ્રામ , મધ 300 ગ્રામ, આ યોગને 5 થી 10 ગ્રામ માત્રામાં સવારે સાંજ ચાટીને મીઠુ દૂધ પીવું. એનાથી લોહી વધે છે.
અનંતમૂલ ,તજ અને વરિયાળીની સમાન માત્રામાં લઈને ચા બનાવી દિવસમાં એક વાર પીવી. લોહીની અછત દૂર થઈ જશે. શરપુંખાની પાંદળીઓ અને સીંગોને આશરે 20 મિલી રસમાં 2 ચમચી મધ મિક્સ કરી લો. આ મિશ્રણને સવારે સાંજે લો. એનાથી લોહી સાફ થાય છે અને વધે છે.
હંસપદીના છોડનું ચૂરણ બનાવીને મધની સાથે ઉપયોગ કરવથી લોહી શુદ્ધ થાય છે અને શરીરમાં સાફ લોહી પ્રવાહિત થવા લાગે છે. આ ચૂરણને મધ સાથે ચાટવાથી પાણી સાથે લેવાથી લોહીમાં વૃદ્ધિ થાય છે અને એનીમિયાની ફરિયાદ દૂર થઈ જાય છે.