જો તમને હેડકી આવે તો સમજો કોઈ તમને યાદ કરી રહ્યું છે. પણ વાસ્તવમાં આમ નથી હોતું. એકાએક વાતાવરણ બદલાય, કંઈક ગરમ ખાધા પછી ઠંડુ ખાવામાં આવે, સિગરેટ પીવાની આદત હોય અથવા તો વધારે પડતું ટેન્શન લેવાથી પણ હેડકી આવે છે.
હેડકી આવે ત્યારે ગળા પર આઈસ બેગ અથવા ઠંડા પાણીમાં પલાળેલું કપડું રાખો તો ફાયદો થાય છે.એક થિયરી પ્રમાણે હેડકી આવે ત્યારે એક ચમચી મધ અસરકારક સાબિત થાય છે. એકાએક મળનારી મધની મીઠાશથી શરીરની નર્વ્સ બેલેન્સ થઈ જાય છે.
હેડકી આવે તો એક ગ્લાસ ભરીને ઠંડુ પાણી પી જાઓ. અમુક લોકો તો એમ પણ કહે છે કે પાણી પીતી વખતે નાક પણ બંધ કરવું જોઈએ. બની શકે કે તમને આ રીત ગમે નહીં, પણ આંગળી મોઢામાં મુકવાથી પણ હેડકી બંધ થઈ શકે છે. પણ ખાસ ધ્યાન રાખવું કે તમે શાંતિથી આ કરો, ઉતાવળ કરવામાં તમને ખાંસી પણ થઈ શકે છે.
પીનટ બટર ખાવાથી પણ હેડકી દૂર થાય છે. જ્યારે પીનટ બટર તમારા દાંત અને જીભથી અન્નનળીમાં જાય છે તો તેનાથી શ્વાસ લેવાની પ્રક્રિયા પણ પ્રભાવિત થાય છે, જેનાથી હેડકી રોકાઈ જાય છે. પેપર બેગમાં દસ વાર શ્વાસ અંદર લેવાથી અને બહાર છોડવાથી પણ હેડકી રોકાઈ શકે છે. આનાથી લોહીમાં કાર્બન ડાયોક્સાઈડનું લેવલ વધે છે જે નર્વ્સને રિલેક્સ કરે છે.
જ્યારે હેડકી આવે ત્યારે અમુક સેકન્ડો માટે શ્વાસ રોકી લેવા જોઈએ. આ ઘણો જૂનો નુસ્ખો છે અને આનાથી હેડકી રોકવામાં મદદ મળે છે.હેડકી શરુ થાય એટલે તરત જ બેસીને અથવા સુઈને ગૂંઠણને છાતી સુધી લાવો. આનાથી ફેફ્સા પર પ્રેશર આવે છે અને હેડકી રોકાઈ જાય છે. લીંડીપીપરનું ચૂર્ણ અને મોરનાં પીંછાની ભસ્મ સમાનભાવે લઇ મધ સાથે દર ત્રણ કલાકે બે-બે ગ્રામની માત્રામાં ચાટવાથી હેડકી તથા ઉલટીમાં તરત જ આરામ મળે છે.ચપટી સૂંઠ અને ગાંગડી ગોળ લઇ એક ચમચી ઘી સાથે ચાટી જવાથી હેડકી બેસી જાય છે.
હેડકી આવવા પર બરફનું પાણી પીવું જોઈએ. આ વેગસ નર્વને ઉત્તેજિત કરે છે અને રાહત આપે છે. બરફનું પાણી પીવાથી થોડા સમયમાં જ હેડકી બંધ થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે, એક ગ્લાસ પાણી એટલે કે થોડું નવશેકું ગરમ પાણી પીવાથી હેડકી બંધ થઈ જાય છે. આ હેડકી બંધ કરવા માટે એક સામાન્ય ઘરેલું ઉપાય છે. એક ગ્લાસ ગરમ પાણીને એક સાફ રૂમાલ અથવા ટુવાલમાં કવર કરી લો. પછી તેનાથી ધીમે ધીમે પાણી પીવો. તેનાથી ઘણી રાહત મળશે.
પોતાના અંગુઠાનો ઉપયોગ કરીને પોતાના બીજા હાથની હથેળી પર દબાણ કરો. પણ યાદ રાખો કે આ દબાણ બહુ વધુ ન હોય.ખાંડ ખાવાથી તમારી કેલેરી વધી શકે છે પણ આ હેડકીથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. એક ચમચી ખાંડને ચાવીને અથવા એક ગ્લાસ પાણીમાં ખાંડ મિક્સ કરીને પીવો. મધ્યમ આકારનો એક બરફનો ટુકડો લો અને ત્યાં સુધી ચૂસો જ્યાં સુધી આ ઓગળીને નાનો ન થઈ જાય. ત્યાર પછી બરફને ગળી જાવ. આ સિવાય બરફના પાણીથી 30 સેકેંડ સુધી કોગળા કરવાથી પણ હેડકી બંધ થઈ જાય છે.
લીંબુનો એક ટુકડો લો અને તેમાં મીઠું નાખીને તેને ચૂસો. ત્યાર પછી સાદા પાણીથી મોઢું ધોઈ નાખો. તેનાથી તમારા દાંત સાઇટ્રિક એસિડના પ્રભાવથી બચી જશે. એટલું જ નહિ હેડકીથી છુટકારો મેળવવા માટે તમે પોતાની જીભ લીંબુના રસના એક ટીપાથી પણ સ્વાદ લઈ શકો છો. તમારો ડાયાફ્રામ તમારા ફેફસાને તમારા પેટથી અલગ કરે છે. પોતાના હાથનો ઉપયોગ કરીને તમે ઉરોસ્થિને ઠીક નીચેના ભાગ પર દબાણ કરો. આમ હેડકી આવવા પર તમને અસહજતાનો અનુભવ થાય છે પણ તેને તમે ઘરેલું ઉપચાર વડે દુર કરી શકો છો.
લીંબૂ આલ્કોહોલને કારણે હેડકી આવી રહી છે તો એ માટે લીંબૂ અસરદાર ઉપાય છે. લીંબૂને ચોથા ભાગમાં કાપીને મોઢામાં નાખી દો. તેને ધીરે ધીર ચાવતા રહો. હેડકી ઠીક થઈ જશે.
કાનની બૂટની નીચેના ભાગમાં આ બે પોઈન્ટ્સ આવેલા છે. પહેલી અને બીજી આંગળીનું વડે કાનની બૂટના આ પોઈન્ટ્સ પર માલીશ કરવું. આ પોઈન્ટ પર એકદમ હળવે હાથે માલીશ કરવું અને હળવેકથી આ બૂટના નીચેના ભાગને પકડવો કારણ કે આ અત્યંત સંવેદનશીલ પોઈન્ટ ગણાય છે. બે કાનની બૂટની નીચે આવેલા આ પોઈન્ટ્સને હળવે હાથે પકડી હળવેથી ઊંડા શ્વાસ લેવાથી હેડકી બંધ થાય છે.
પાંસળીના માળખામાં નવમી અને આઠમી પાંસળીને જોડતી જગ્યાએ બે પોઈન્ટ્સ આવેલા છે. આ પોઈન્ટસ પર સારવાર કરવાથી હેડકી અટકે છે એવો અનુભવ છે. પાંસળીઓના માળખાના છેક નીચેના ભાગને આંગળીઓ અને હથેળીની મદદથી ઝાલી રાખવો. ત્યાર પછી આંખો બંધ કરી ઊંડો શ્વાસ એક મિનિટ માટે લેવો, અને તે જ વખતે પાંસળીના ઝાલેલા ભાગ પર દબાણ આપવું.
છાતીની બંને બાજુ હાંસડીના હાડકાને છેડે બગલથી બે ઈંચના અંતરે આ પોઈન્ટ આવેલું છે. તમે જ્યારે તમે છાતી તરફ હાથ ખેંચો છો ત્યારે આ સ્નાયુમાં હલનચલન થતી અનુભવાય છે. આ સ્થળે અંગૂઠા વડે દબાણ આપી શકાય છે. દબાણ આપતી વખતે તમે શ્વાસ લઈ થોડી પળો માટે તેને રોકી શકો છો.
જ્યારે પણ કોઇને હેડકી આવે તો એ એમ કહે કે કોઇ મને યાદ કરે છે. અમે તમને જણાવી દઇએ કે કોઇના યાદ કરવાથી હેડકી નથી આવતી. આ એક વાયુવિકાર પ્રકાર નો રોગ કહી શકાય.ઘણી વાર સામાન્ય હેડકી અમુક વાર આવે અને તે જાતે જ થોડા સમયમાં પાણી પી લઇએ એટલે બંધ થઇ જતી હોય છે. પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે હેડકી લાંબા સમય સુધી ચાલુ રહીને તકલીફ આપતી હોય છે.
ત્યારે કોઈ ઉકેલ આવતો નથી.આજના આર્ટીકલ ના માધ્યથી અમે તમને હેડકી આવવાનુ કારણ તેમજ તેનો ઇલાજ વિશે વિસ્તારપુર્વક જણાવશુ, તો ચાલો જાણી લઇએ હેડકી આવવાના કારણો અને તેના ઉપાય વિશે.જ્યારે છાતી અને પેટની વચ્ચેની માંસપેશિઓ સંકોચાઇ જાય તો આપના ફેફસા તાજી હવા ખેંચવાનો પ્રયાસ વધારી છે અને આપણને શ્વાસ લેવામા થોડી તકલિફ થાય છે.
ક્યારેક વધુ પડતુ દુધ પી લેવાથી પણ હેડકી આવી શકે છે.જીભને રુમાલથી પકડીને ત્રણેક વાર ખેંચવી. પાંચ એલચી ને છાલ સાથે પીસીને બે ગ્લાસ પાણીમા ઉકાળી લેવી પછી તેને ગાળીને તે પાણી પીવુ.છિંક આવવાથી હેડકી બંધ થઈ જાય છે, તો કોઇપણ રીતે છીંકવાની કોશિશ કરવી.તાજા આદુ ના નાના ટુકડાઓ કરીને તેને ચુસવા થી વારેવારે આવતી હેડકી મા આરામ મળે છે.