ઘણી વખત આપણે દોરડા કુદતા હોઈએ છીએ. મોટાભાગના લોકો જ્યારે નાની ઉંમરના હતા ત્યારે સ્પર્ધા તરીકે અથવા મનોરંજન માટે દોરડા કુદતા હશે. પરંતુ ત્યારે આપણે તેના ફાયદાથી અજાણ હતા.
આજે આપણે દોરડા કૂદવાથી શું ફાયદો થાય છે તેના વિશે વાત કરવાના છીએ. રોજ 5 મિનિટ થી લઈને 15 મિનિટ દોરડા કૂદવાથી ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે. પરંતુ આ વસ્તુ ની લગભગ કોઈને ખબર હોતી નથી, કારણ કે આનાથી લગભગ બધા લોકો અજાણ હોય છે.
દોરડા કૂદવાથી તમારી શ્વાસ લેવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. સ્વસ્થ રહેવા માટે આપણે ઘણી પ્રકારની કસરતો કરતા હોઈએ છીએ જેમાં શ્વાસ ને આપણે થોડા સમય માટે રોકીએ છીએ, ત્યારે દોરડા કૂદતી વખતે તમારા શ્વાસ રોકવાની કોઈ જરૂર પડતી નથી.
જણાવી દઈએ કે દોરડા કુદવા તે હાડકા માટે પણ બહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ જો તમને કોઈ હાડકાં સંબંધિત સમસ્યા હોય તો દોરડા કુદતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. દોરડા કૂદવાથી આખા શરીરની સંપૂર્ણ પણે કસરત થાય છે. જેનાથી આપણા શરીરમાં તાકાત અને કાર્યક્ષમતા વધે છે, તેમજ સુસ્તી સુસ્તી લાગતી નથી.
જ્યારે પણ તમે કામ કરીને કંટાળી જાવ ત્યારે થોડો સમય ફ્રેશ થવા માટે પણ દોરડા કુદી શકાય છે, આનાથી કસરત તો થાય જ છે પરંતુ સાથે સાથે મગજને પણ એક્શન મળે છે. જેથી મગજ ફરી કામ કરવા લાગે છે અને તે પણ પહેલા કરતાં વધુ ઝડપી, આ સિવાય પગમાં પ્રેશર પણ પડતું નથી.
લાંબો સમય એક જગ્યાએ બેસી રહેવાને લીધે પણ શરીરમાં સમસ્યાઓ ઉભી થઈ શકે છે તો એવી સમયમાં થોડા થોડા સમયાંતરે ઊભા થઇને થોડી હલચલ કરવી જોઈએ, અથવા થોડા સમયે ફ્રેશ થવા માટે ભલે થોડી માત્રામાં પણ દોરડા પણ કુદી શકાય.
ઘણા લોકો જોગિંગ અને રનિંગ ની જગ્યા પર દોરડા કૂદવાનું વધારે પસંદ કરે છે કારણ કે તેનાથી કેલરી પણ લગભગ સરખી હકીકતમાં એનાથી વધુ બળે છે અને સાથે સાથે ગોઠણ ઘસાઇ જવાની કે એવી તકલીફ રહેતી નથી. દોરડા કૂદવાથી માત્ર વજન નથી ઉતરતું પરંતુ બીજા અનેક ફાયદાઓ પણ થાય છે. રોજે દોરડા કૂદવાથી વ્યક્તિનું હૃદય મજબૂત બને છે. પરિણામે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે.
દોરડા કુદવા થી એટલે કે જમ્પિંગ રોપ થી કોઈપણ ડાઇટ વિના બેલી ફેટ ઘટે છે. આ ઉપરાંત તેનાથી બેલેન્સ અને કો-ઓર્ડિનેશન પણ સુધરે છે.દોરડા કૂદવા એ માત્ર કાર્ડિઓ એક્સર્સાઈઝ નથી, પરંતુ આખા શરીરની એક્સર્સાઈઝ છે. તમારું આખું શરીર એક્ટિવ થાય, તમારા ખભા, હાથ, પગ એન્ગેજ થાય છે.
જ્યારે આપણે સતત દોરડા કૂદીએ છીએ ત્યારે હૃદયના ધબકારા વધી જાય છે. તેના કારણે હૃદય ઝડપથી કામ કરતાં ઓક્સિજન વધારે પ્રમાણમાં ફેફસાંમાં જાય છે. જેમાં હૃદય લોહીને શુદ્ધ કરીને શરીરના દરેક અંગો સુધી પહોંચાડે છે. તેમજ ચહેરાની ત્વચા પર પણ ગ્લો આવે છે. જેના કારણે ત્વચા સંબંધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. દોરડા કૂદતા પસીનો થાય છે. જેના કારણે શરીરમાં રહેલા ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે અને ત્વચાના રોમછીદ્રો ખુલી જાય છે. તેમજ ચહેરો દાગ-ધબ્બા અને કરચલીઓ રહીત બને છે અને આ સાથે ત્વચા કસાયેલી બને છે.
હંમેશાં ખાલી પેટે દોરડા કુદવા જોઇએ અથવા જો તમે ખાધું હોય તો ઓછામાં ઓછા ત્રણ કલાક પછી જ દોરડા કૂદવા જોઇએ. જેથી ત્યાં સુધીમાં તમારું ખાવાનું પણ સારી રીતે પચી જાય. દોરડા કૂદતા પહેલાં થોડી સ્ટ્રેચિંગ કરવી જરૂરી છે. જેથી દોરડા કૂદતા સ્નાયુઓમાં કોઈ ખેંચાણ ન આવે અને તમારા શરીરને કોઇ નુકસાન પણ ન થાય.
દોરડા કૂદવાથી પેટ પરની ચરબી ઘટે છે, તથા હાથ પગના સ્નાયુઓ મજબુત બને છે.જો તમે દોરડા કૂદનો પૂરેપૂરો ફાયદો ઊઠાવવા માંગતા હોવ તો સાંજની જગ્યાએ સવારે દોરડા કૂદવું સલાહભર્યું છે. બંધ રૂમનાં બદલે ખુલ્લી જગ્યામાં તાજી હવામાં દોરડા કૂદવા જોઇએ. તેનાથી ઓક્સિજન વધુ પ્રમાણમાં મળી રહે છે.શરૂઆતમાં દોરડા કૂદવાની ગતિ ધીમી રાખવી, ત્યારબાદ ધીરેધીરે ફાવટ આવી જાય પછી દોરડા કૂદવાની ગતિને વધારવી જોઈએ.
દોરડા કૂદવાથી દિલની ધડકન ઝડપી થઈ જાય છે જેનાથી દિલ ઝડપથી કામ કરવા માંડે છે. તેનાથી લોહીનો પ્રવાહ પણ યોગ્ય રીતે આખા શરીરમાં પહોંચે છે. દોરડા કૂદવાથી શરીરનો સ્ટેમિના વધી જાય છે અને વ્યક્તિના કામ કરવાની શક્તિ વધે છે. કેટલાક લોકોને શ્વાસની તકલીફ થાય છે. દોરડા કૂદવાથી આ સમસ્યાથી પણ છુટકારો મળે છે.
અનેક લોકોમાં ૩૫ની વય પછી હાડકાં કમજોર થવા માંડે છે. જેનાથી તેમને સાંધાના દુખાવાની ફરિયાદ ઉભી થાય છે. કેટલીક મહિલાઓના માસિક ધર્મ પછી જ માંસપેશીયો કમજોર થવા માંડે છે. આવામાં દોરડા કૂદવા ખૂબ લાભકારી રહે છે. તેનાથી હાડકા મજબૂત થાય છે. દોરડા કૂદવાથી ગરદનના દુખાવામાં રાહત મળે છે.
દોરડા કૂદવાએ ખુબજ સારી અને સરળ એરોબિક એક્સરસાઈઝ છે જે ગમે ત્યાં કરી શકાય છે. જેનાથી શરીરમાં ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન લેવાની ક્ષમતામાં વધારો કરે છે, જેથી શરીરમાં સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ થાય છે. લાંબા ગાળે થાક લાગતો પણ બંદ થઇ જાય છે.
1 મિનિટ સુધી સતત જો દોરડા કુદવામાં આવે તો શરીર માંથી 10થી 15 કેલરી ખર્ચાય છે અને શરીરના મેટાબોલિઝમ (ચયાપચય)ની ક્રિયા પણ ઝડપી બને છે. વજન ઘટાડવામાં પણ ખુબ ફાયદા કારક છે.
પગની, ખભા અને હાથની માંસપેશીઓના વિકાસ માટે અને મજબૂત કરવા માટે દોરડા કૂદવા એક આદર્શ એક્સરસાઈઝ છે અને આનાથી માંસપેશીઓ ખેંચાઈ જવાની શક્યતા ઓ પણ ઓછી થઇ જાય છે.