આંતરડામાં ચાંદા, ગર્ભાશય ના રોગ, મોં ના કાકડામાં તરત જ જોવા મળશે રાહત, માત્ર આ આયુર્વેદિક છોડના ઉપયોગથી, જરૂર જાણો તેના વિશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પ્રાણીઓની જેમ વનસ્પતિમાં પણ આત્મરક્ષણની અજાયબીભરી વિશેષતાઓ જોવા મળે છે. તેમાં લજામણીનો છોડ મુખ્ય છે. લજામણી ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં જોવા મળે છે. તેનું મૂળ નામ મીમસા પુડિકા છે. તે ટચમીનોટ પ્લાન્ટ તરીકે પણ ઓળખાય છે.

લજામણીના નાના છોડ થાય છે. લજામણીના છોડ ઉપર કાંટા હોય છે. લજામણીના પાંદડા આંબલી ના પાંદડા જેવા હોય છે. લજામણી ના છોડ ને સ્પર્શ કરવા થી તેના પાંદડા સંકોચાઈ જાય છે. લજામણી ને ઘણી જગ્યા એ રીસામણી પણ કહે છે. ક્યારેક તો છોડ પવનમાં હલે તો પણ પાન બીડાઈ જાય છે. થોડુંક જોખમ ઊભુ થાય કે તરત પ્રતિક્રિયા આપે છે. લજામણીના પાનમાં ખાસ પ્રકારના કોષો હોય છે.

ગર્ભાશય ખસી ગયું હોય તો લજામણીનું મૂળ ઘસીને લગાડવાથી ફાયદો થાય છે , ઝાડામાં લોહી જતું હોય તો તેના મૂળ પાણીમાં ઘસીને અથવા મૂળનું ચૂર્ણ વાલના દાણા જેટલું દૂધ અથવા છાસ સાથે પીવાથી રક્તસ્ત્રાવ બંધ થાય છે , લજામણીનો તુરો શીતળ રસ પિત્તનાશક હોવાથી રોગમાં ખૂબ જ ઉપયોગી બને  છે.

લજામણીના પાન ઘણી તકલીફોમાં સારવાર આપે છે. ચાર એલચી, 4 ગ્રામ લજામણીના મૂળ, 4 ગ્રામ સેમલ ની છાલને પીસીને 1 ગ્લાસ દૂધમાં મેળવીને રોજ રાતે સુતા પહેલા પીવાથી નપુંસકતાની તકલીફ માં આરામ મળે છે.  રોજ રાતે સુતા પહેલા લજામણીના બીજનું ચૂર્ણ બનાવીને દૂધ સાથે પીવાથી શારીરિક થાક દૂર થાય છે. અને તેના પાનનો ઉકાળો પીવાથી પણ રાહત મળે છે.

જો ખાંસી હોય તો લજામણીના ઝાડના ટુકડાની માળા બનાવીને ગળામાં પહેરી લો. નવાઈ ની વાત છે કે ઝાડ ના ટુકડા તત્વોને અડતા રહે, બસ એટલા થી ગળું ઠીક થઇ જાય છે. તે ઉપરાંત તેની ડાળીઓ ઘસીને મધમાં ભેળવો, તે ચાટવાથી કે પછી એમ જ તેની ડાળીઓને ચૂસવાથી ખાંસી ઠીક થાય છે. તેના પાંદડા ચાવવાથી પણ ગળાને આરામ મળે છે.

ડાયાબીટીસના દર્દીઓને લજામણીના પાનનો ઉકાળો પીવાથી ઘણો ફાયદો થાય છે. ઉકાળો બનાવવા માટે 100 ગ્રામ લજામણીના પાનને 300 મિલી પાણીમાં નાખીને તેનો ઉકાળો બનાવીને પીવડાવાથી ડાયાબીટીસના દર્દીઓને ઘણી રાહત મળે છે. ઉકાળો નિયમિત રોજ પીવાથી ડાયાબીટીસમાં પણ ઘટાડો થાય છે. તેના પાનને સૂકવીને તેનો પાઉડર બનાવીને રોજ સવાર- સાંજ 1ચમચી પીવાથી ખૂબ ફાયદો થાય છે.

લજામણી અને અશ્વગંધાની ડાળીને સરખા પ્રમાણમાં લઈને વાટી લેવામાં આવે અને તૈયાર લેપને ઢીલા સ્તનો ઉપર હળવે હળવે માલીશ કરવામાં આવે તો સ્તનોનું ઢીલાપણું દુર થાય છે. સ્તનમાં ગાંઠ કે કેન્સરની શક્યતા હોય તો લજામણીની ડાળી અને અશ્વગંધાની ડાળી ઘસીને લગાવો.

આદિવાસીઓ મુજબ લજામણીનું ઝાડ અને પાંદડાનું ચૂર્ણ દુધમાં ભેળવીને બે વખત આપવાથી હરસ અને ભગંદર રોગ ઠીક થઇ જાય છે. લજામણીના પાંદડાની એક ચમચી પાવડર દૂધ સાથે રોજ સવારે સાંજે લેવાથી હરસ કે પાઈલ્સ માં આરામ મળે છે.

લજામણીના  મૂળનું ચૂર્ણ બનાવીને તેને દહી સાથે મેળવીને ખાવાથી ઝેરી ઝાડા જલ્દી મટે છે. અને લજામણીના મૂળનો ઉકાળો બનાવીને પીવાથી ઝાડામાં ઘણો ફાયદો થાય છે. અને તેના પાનને ચાવવાથી પણ ખૂબ ફાયદો મળે છે. અને તેના પાનનો ઉકાળો પીવાથી પણ ઝાડામાં ઘણો ફાયદો થાય છે.

કોઈ પણ પ્રકારનું વાગ્યું હોય તો તેને સારું કરવા માટે લજામણીના મૂળનું ચૂર્ણ બનાવીને દિવસમાં 3 વાર થોડા ગરમ પાણીની સાથે લેવાથી વાગ્યાનું નિશાન જલ્દી સારૂ થાય છે. અને તેના પાનને વાટીને વાગ્યા પર લગાવવાથી થોડા સમયમાં સારું થાય છે.

લજામણીના  મૂળ અને પાનમાં એંટીવાયરલ અને એંટીફંગલ જેવા ગુણો હોય છે. જે ચામડીને થતાં ચેપને થતો અટકાવે છે. લજામણીના પાનનો રસને દિવસમાં 3 થી 4 વાર શરીર પર લગાવવાથી ઘણો આરામ મળે છે. અને તેના પાનનો ભૂકો બનાવીને તેનું ચૂર્ણ બનાવીને 2 ટાઈમ લેવાથી ખુબજ ફાયદો થાય છે.

ટાંસિલ્સ થાય તો તેના પાંદડા ને વાટીને ગળા ઉપર લગાવવાથી તરત જ સમસ્યામાં આરામ મળે છે. રોજ બે વખત આમ કરવાથી તરત રાહત મળી જાય છે., જેમને ગોઈટર ની તકલીફ હોય તેમને પણ આનો ઉકેલ અપનાવવો જોઈએ. લજામણીની ડાળી ની રાબ તૈયાર કરીને જે જગ્યાએ સાંપ કરડ્યો હોય ત્યાં લગાવવાથી ઝેરની અસર ઓછી થઇ જાય છે. ઘણા વિસ્તારોમાં સાંપ કરડવા ઉપર રોગીને આ રસનું સેવન પણ કરાવવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top