કુદરતી રીતે મળતી વનસ્પતિ અને તેના ભાગોના યોગ્ય રીતના સેવનથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પેદા થાય છે જેથી નવા રોગ થવાની સંભાવના રહેતી નથી. રોગ થયેલ હોય તેવી વ્યક્તિઓ પણ વૈદ્યોની સલાહ-સૂચન અનુસાર તેનું સેવન કરે તો થયેલ રોગોને જડમૂળથી દૂર કરી શકાય છે.
“આમલીમાં ગુણ એક છે, અવગુણ પૂરા વીસ, લીંબુમાં અવગુણ નહિ, ગુણ છે પૂરા વીસ” લીંબુ ને આપણે રોજિંદા જીવન માં ખાવાનું બનાવતી વખતે ખોરાક સ્વાદિષ્ટ બનવા માટે ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણા લોકો ને એ ખબર નહીં હોય કે લીંબુ ને આપણે એક ઔષધિ ની રીતે પણ વાપરી શકીએ છીએ. આ લેખ માં આપણે લીંબુ ના ઔષધીય ફાયદા વિષે જાણશું.
સારા પાકા લીંબુ લઈ કલાઈ વાળી કઢાઈમાં ચાળીસ તોલા રસ કાઢી તેમાં સો તોલા ખાંડ નાખી, ઉકાળી ચાસણી કરી શરબત બનાવવું શરબત ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીમાં ભરી લેવું આ શરબત સવાથી અઢી તોલા જેટલું પાણી મેળવીને પીવાથી ગરમીની વ્યાકુળતા, અપચો, ઉબકા, અરુચિ, ઉલટી, મંદાગ્નિ અને લોહીવિકાર મટાડે છે તેમજ પિત્ત પ્રકોપ ને તરત જ શાંત કરે છે.
લીંબુના રસમાં સિંધવ મેળવીને કેટલાક દિવસ સુધી નિયમિત રીતે પીવાથી પથરી ઓગળી જાય છે. લીંબુના વીસ તોલા રસમાં પાંચ તોલા સરસિયું અથવા તલનું તેલ મેળવી, ખૂબ ઉકાળી, પકવી, ગાળીને શીશીમાં ભરી લેવું, પછી તેમાંથી બબ્બે ટીપાં કાનમાં નાખતા રહેવાથી કાનનું પરુ, ખુજલી અને કાનની વેદના મટે છે તેમજ કાનની બહેરાશમાં પણ ફાયદો થાય છે.
બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી આદુનો રસ લઈ તેમાં થોડી સાકર નાખીને પીવાથી ગમે તે જાતનો પેટનો દુખાવો મટે છે. લીંબુ અને ડુંગળીનો રસ મેળવીને પીવડાવવાથી કોલેરામાં ઉત્તમ ફાયદો થાય છે. લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાત્રે સૂતી વખતે પીવાથી શરદી મટે છે આ પ્રયોગ કેટલાક દિવસ સુધી કરવાથી સળેખમ-જૂની શરદી માં ફાયદો થાય છે. લીંબુના રસમાં મધ મેળવીને બાળકોને ચટાડવાથી તેમનું દૂધ ઓકવાનું બંધ થાય છે.
લીંબુ શરીરમાં ઉત્પન્ન થતી અમ્લતા દૂર કરે છે. તેમાં રહેલું વિટામીન-સી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
લીંબુ હૃદયને સ્વસ્થ રાખે છે. હૃદયના રોગોમાં લીંબુ દ્રાક્ષ કરતાં વધુ ફાયદો કરે છે. લીંબુ અને તેની છાલ બંને ઔષધીય ગુણોથી ભરપૂર છે. ખોટા આહાર-વિહાર ને કારણે શરીરમાં યુરિક એસિડ બને છે. તેને દૂર કરવા સવારે નરણા કોઠે ગરમ પાણીમાં લીંબુનો રસ આદુના રસ સાથે લેવો જોઈએ.
લીંબુ પેશાબ વાટે યુરિક એસિડ નો નિકાલ કરે છે. સાથે સાથે કબજિયાત, પેશાબની બળતરા, લોહીનો બગાડ, મંદાગ્નિ અને ચામડીના રોગોમાં તે અકસીર છે. ગરમ પાણીમાં લીંબુનો રસ, મધ લેવાથી શરદી, કફ, ઈંફ્લુએન્ઝા વગેરેમાં રાહત મળે છે, લીંબુ અને મધ નુ પાણી લઇ લાંબા સમય સુધી ઉપવાસ દ્વારા ચિકિત્સા થઈ શકે છે.
આ કાર્બોનેટર ક્ષાર, ઉગ્ર અને અશ્લ પ્રતિયોગી, હોય છે. જ્યારે લોહી ફેફસાંમાં પહોંચે ત્યારે આ કાર્બોનેટ ક્ષારો લોહીમાંની અશુદ્ધિઓ દૂર થતાં વધુ સક્રિય બને છે અને શરીરમાં ઉત્પન્ન થતાં લેકિટક એસિડ, યુરિક એસિડ જેવા અનેક ઝેરી એસિડ ને નકામા બનાવી દે છે જેથી શરીરમાં કોઈ જાતના વિકાર ઉત્પન્ન થતા નથી.
મિત્રો, જો તમને આ જાણકારી કામ આવી હોય તો લાઇક ના બટન જરૂર દબાવ જો કમેંટ માં તમારા વિચાર અને તમારા સાવલો પૂછી શકો છો અને નીચે આપેલા લાઈક બટન ને દબાવો ને અમારા પેજ ને ફોલો કરી લો જેથી જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.