કફ અને વાયુના 50થી વધુ રોગોથી બચવા માટે દૂધમાં ઉમેરો માત્ર આ એક વસ્તુ અને રહો કાયમી તંદુરસ્ત, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લસણમાં ખાટા રસ સિવાય બાકીના પાંચે (ગળ્યો, ખારો, તીખો, તૂરો અને કડવો) રસ રહેલા છે. જેમાં તીખો રસ મુખ્ય હોય છે. ગુણમાં તે ગરમ, તીક્ષ્ણ, રસાયન, પાચક, પચવામાં ભારે, વીર્યવર્ધક, ઝાડો સાફ કરનાર, ભાંગેલાં હાડકાંને મટાડનાર, બળવર્ધક, બુદ્ધિવર્ધક છે. એક કળીવાળું લસણ ઉત્તમ ગણાય છે.

લસણ હૃદયના રોગો, વાયુના રોગો, કફના રોગો, પેટનો દુખાવો, કબજિયાત, અરુચિ, ઉધરસ, મંદાગ્નિ વગેરે મટાડે છે. લસણમાં એક ઊડનશીલ તેલ રહેલું હોય છે. જેમાં એલાઇલ-પ્રોપાઇલ સલ્ફાઇડ 6 ટકા, ડાયએલાઇલ ડાયસલ્ફાઇડ 6 ટકા તથા બીજાં બે ગંધકયુક્ત દ્રવ્યો જોવા મળે છે.

દૂધ ખૂબ જ સેહતમંદ ચીજ છે. અને જો તેનું સેવન અમુક ચીજો સાથે કરવામાં આવે તો તેનાથી શરીરને વધારે લાભ મળે છે.કેળું,બદામ અને હળદરની સાથે જો દૂધ પીવામાં આવે તો તેનાથી શરીર એ કદમ ચૂસ્ત રહે છે. એ જ રીતે લસણ અને દૂધનું સેવન એક સાથે કરવું સેહત માટે લાભદાયક હોય છે અને આયુર્વેદમાં આ બન્ને ચીજોને સાથે ખાવું ગુણકારી જણાવામાં આવ્યું છે.

કોઈપણ રીતનાં દુખાવાને લસણવાળુ દૂધ પીને દૂર કરવામાં આવી શકે છે. અને જે લોકો આ દૂધનું સેવન દરરોજ કરે છે.  તેમને કેન્સર થવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે.જો આપ લોકો લસણવાળા દૂધનું સેવન નથી કરતા,તો આજથી તે પીવાનું શરૂ કરી દો.ત્યાં જ લસણવાળુ દૂધ પીવાથી બીજા ક્યા-ક્યા લાભ શરીરને થાય છે તે આ રીતે છે.

જે લોકોને કબજિયાતની ફરિયાદ રહે છે તે લોકો રોજ રાત્રે સુતા પહેલા લસણવાળુ દૂધ પીવાનું રાખે.આ દૂધને પીવાથી કબજિયાત સહિત ગેસ અને અપચાની સમસ્યાથી પણ રાહત મળી જાય છે. લસણ વાળું દૂધ પીવાથી પેટ ને લગતી કોઈ પણ સમસ્યા દૂર થાય જાય છે.

હાઈ કોલેસ્ટ્રોલને કારણે દિલને ખૂબ નુક્સાન પહોચે છે. અને હ્દય સબંધિત બિમારી શરીરને લાગી શકે છે.જોકે દૂધની સાથે લસણનું સેવન કરવામાં આવે તો હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં આવી શકે છે.આ દૂધ પીવાથી બ્લડ વેસલ્સ પર જમા કોલેસ્ટ્રોલ ખતમ થવા લાગે છે.એટલે જે લોકોને પણ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા છે તો આ દૂધનું સેવ જરૂર કરવું જોઈએ.

માઈગ્રેનની સમસ્યાથી ગ્રસ્ત લોકોને માટે લસણવાળું દૂધ ખૂબ ગુણકારી હોય છે. અને આયુર્વેદના અનુસાર જો આ દૂધનું સેવન કરવામાં આવે તો માઈગ્રેનનાં દુખાવાથી રાહત મળી શકે છે.માઈગ્રેનનો દુખાવો થવા પર આપ બસ લસણવાળું ગરમ દૂધ પી લો.આપનું દર્દ એ કદમ ગાયબ થઈ જશે. આ દૂધની અંદર એન્ટિ ફ્લેમેટરી પ્રોપટીઝ રહેલું હોય છે.  જે દુખાવાને ખતમ કરવાનું કાર્ય કરે છે.

સાંધાનાં દુખાવાથી હેરાન લોકો માટે આ દૂધ કોઈ જાદુઈ ઓષધીથી ઓછુ નથી અને આ દૂધ પીવાથી સાંધાનો દુખાવો એ કદમ સારો થઈ જાય છે. ગરમ દૂધથી દુખાવો ઓછો થાય છે.  અને લસણ સોજો ઉતારવાનું કામ કરે છે.એ જ રીતે કમરનો દુખાવો થવા પર પણ રોજ આ દૂધ પીવાથી તે દર્દમાં રાહત મળી જાય છે.  અને આપને કોઇપણ જાતની દવાનું સેવન નથી કરવું પડતું.

લસણવાળું દૂધ પીવાથી લોહી ચોખ્ખું રહે છે.  જેના ચાલતા ચહેરા પર મુંહાસા નથી થતા.સાથે જ ચહેરા પર ચમક પણ આવી જાય છે. જો આપને મુંહાસા થવાની સમસ્યા રહે છે તો આપ કોઈ પ્રકારની દવા કે ટોનિક પીવાની જગ્યા પર આ લસણ વાળું દૂધનુ સેવન કરો.

આપ બે રીતથી દૂધ અને લસણને એક સાથે લઈ શકો છો.પહેલી રીત પ્રમાણે તમે પાંચ લસણની કડીઓને ઘસી લો અને તેનો રસ કાઢીને એક ગ્લાસ ગરમ દૂધમાં નાખી દો અને રાત્રે સુતા સમય આ દૂધને પી લો.

બીજી રીત અનુસાર આપ દૂધને ગરમ કરતા સમતે તેમા ત્રણ ચાર કડી લસણની નાખી દો અને પછી તે દૂધને સારી રીતે ઉકાળી લો.જ્યારે આ દૂધ સારી રીતે ઉકળી જાય તો આપ તેને થોડું ઠંડુ કરીને પી લો અને લસણની કડીઓને ચાવી લો.આપ આ દૂધમાં મધ પણ મેળવી શકો છો.

લસણવાળું દૂધ પીવાથી શરીરને ફક્ત લાભ જ પહોચે છે. અને આ દૂધ પીવાથી કોઈપણ પ્રકારનું નુક્સાન શરીરને નથી થતું. એટલે કે આપ વગર નુક્સાનનાં ડરથી આ દૂધ પી શકો છો.ત્યાં જ આ દૂધને પીવાનો સાચો સમય રાતનો હોય છે અને રાત્રે સુતા પહેલા આ દૂધને પીવાથી શરીરને વધારે ફાયદો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top