શું તમે જાણો છો લસણ કોની માટે ફાયદાકારક અને કોની માટે નુક્શાનકારક છે ? અત્યારે જ જાણો તમારી માટે ઉપયોગી છે કે નહિ!

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ભારતીય રસોઈમાં લસણ એક મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે. લસણનો ઘણી બધી જગ્યા પર ઉપયોગ થાય છે. જેમ કે મુખ્ય રૂપે તેને રોજ ઘરે બનાવવામાં આવતા શાકમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. લસણને આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય છે અને તેને ખાવાથી શરીર એકદમ સુખમંદ રહે છે. લસણની એક કળી આપણા અંદર ઉત્પન્ન થનાર અનેક રોગોનો નાશ કરી શકે છે. આ ઘણી બિમારીઓની સારવાર તથા ઉપચારમાં અસરકારક છે.

લસણ એક મહત્વપૂર્ણ કુદરતી એન્ટીબાયોટિકની માફક કાર્ય કરે છે. સવારે ખાલી પેટ લસણ ખાવાથી આ વધુ અસરકારક કેમ હોય છે? તેનાથી બેક્ટેરિયા તથા ઓવરએક્સપોઝ્ડ થઇ જાય છે તથા લસણની શક્તિથી તે પોતાની રક્ષા નથી કરી શકતા.

લસણ ખાવાથી આ લોકોને થાય છે ફાયદા:

લસણ મસા, કબજિયાત અને કાનના દુખાવાના ઉપચારમાં પણ મદદરૂપ થાય છે. મસા અને કબજિયાતના ઉપચારમાં તેનો ઉપયોગ કરવા માટે થોડું પાણી ઉકાળી   તેમાં સારી માત્રામાં લસણ નાખી તેનું સેવન કરવું.  કોલેસ્ટ્રોલના દર્દી માટે પણ લસણ અત્યંત ફાયદાકારક હોય છે. આ લોહીને પાતળુ કરવામાં મદદ કરે છે અને શરીરમાં લોહી ઘટ્ટ થવાથી રોકે છે. ઘા પડ્યા બાદ લોહી વહેવાનો ભય પણ રહેતો નથી.

લસણ હૃદયને ઓક્સીજન રેડીકલ્સના પ્રભાવથી બચાવે છે. જેથી હૃદયને કોઈ નુકસાન ન પહોંચે. તેના સલ્ફરયુક્ત યૌંગિક આપણી લોહી કોશિકાઓને અવરોધથી બચાવે છે. જેના કારણે એથ્રેરોસ્લેરોસિસની સમસ્યાને દૂર કરે છે. લસણની એન્ટી-ક્લોટિંગ પ્રોપર્ટી, લોહી કોશિકાઓમાં લોહી ઘટ્ટ થવાથી રોકે છે. લસણનું સેવન શરીરમાં ઈન્સ્યુલિનની માત્રાને વધારી દે છે. જેનાથી ડાયાબિટીસની બીમારીમાં ઘણો ફાયદો થાય છે. કારણકે લસણના સેવનથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.

લસણનું તેલ હથેળી અને પગમાં લગાવવાથી મચ્છરો પાસે આવતા નથી અને કરડતા નથી. સાથે જ ત્વચા પણ સુંવાળી થાય છે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. જેથી ખીલ-ફોડલીની સમસ્યા રહેતી હોય તો તેનું સેવન કરવું જોઈએ. ખીલ પર લસણનો કટકો લઈ તેની પર ધીરે-ધીરે હળવા હાથે ઘસવાથી પિંપલ બહુ જલ્દી બેસી જાય છે.નિયમિતપણે લસણનો ઉપયોગ અને સેવન કરવાથી ત્વચાના સંક્રમણ પણ દૂર થાય છે.

ત્વચા સંબંધી રોગોમાં પણ રાહત મળે છે. જેમ કે રિંગવોર્મ, એથલીટ જેવા ત્વચાના રોગો દૂર થાય છે. સરસિયાના તેલમાં લસણની કળી નાખી ઉકાળીને આ તેલ કાનમાં નાખવામાં આવે તો કાનના દુખાવામાં તરત જ રાહત મળે છે. બાળકો માટે પણ આ રીતે ઉપયોગ કરી શકાય છે. રોજિંદા જીવન માં લસણ સામેલ કરવાથી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. જો મોસમી શરદી અથવા ખાંસી થઈ જાય તો લસણની ચા બનાવીને પીવાથી બહુ જલ્દી ફાયદો થાય છે.

આ શરીરમાં રહેલ વિષેલા તત્વોને સાફ કરે છે. અને ખાલી પેટ ખાવાથી પેટના ઝેરીલા બેકટેરિયા દુર થાય છે. દાંતમાં દુઃખાવો હોય તો સવારે ઉઠીને લસણના ટુકડાને ગેસ પર થોડો ગરમ કરી દુખતી જગ્યાએ રાખવાથી તમારો આખો દિવસ દુખાવા વગરનો સારો વીતશે. હ્રદય સુધી જનાર ઘમનીઓ માં જામેલ વસાને દુર કરે છે અને લોહીના અવળા પ્રવાહને દુર કરી હદય સુધી પહોચાડે છે. આનાથી હદય સુરક્ષિત કરે છે. લસણ ના સેવનથી ફેફસાના રોગો દુર થાય છે.

નાની ઉંમરમાં સફેદ થતા વાળને રોકવા માટે સવારે લસણની ૪ થી ૫ કળીમાં મધ મેળવીને ખાવાથી આ સમસ્યા દુર થશે. જ્યાં સુધી આ સમસ્યા દુર ન થાય ત્યાર સુધી આ પ્રયોગ કરવો. ખાલી પેટે લસણની કળીઓ ચાવી જવાથી તમારી પાચનક્રિયા સુધરે છે. અને તમને ભૂખ પણ લાગે છે.શરદી ખાંસીમાં થશે આરામ સવારે લસણ ખાવાથી શરદી, ખાંસી, કફ , ન્યુમોનિયા, બ્રોકાઇટિસ અને અસ્થમામાંથી છૂટકારો મળે છે.

લસણ આ વ્યક્તિઓ માટે નુકશાનકારક છે :

લસણ આમ તો આરોગ્ય માટે ફાયદાકારી હોય છે પણ આરોગ્ય સંબંધી કેટલીક પરેશાનીઓમાં તેનું સેવન નુકશાનદેહ પણ થઈ શકે છે. તેની તાસીર ગર્મ હોય છે. અને ગર્મીમાં તેનો ઉપયોગ ઓછું કરી નાખવું જોઈએ. પેટમાં અલ્સર, ડાયરિયા કે કોઈ પ્રકારની એલર્જી હોય તો લસણના સેવન કરવાથી પરહેજ કરવું. તેનાથી પરેશાની પણ વધી શકે છે. જે માણસને એનીમિયા એટલેકે લોહીની ઉણપ છે. તેને લસણ નહી ખાવું જોઈએ. તેને ખાવાથી હીમોલેટિક એનિમિયા થઈ શકે છે. જેનાથી લોહીની પણ વધારે ઉણપ થઈ શકે છે.

બીપી લો રોગીને લસણ ખાવું ઓછી કરું નાખવું જોઈએ. ઓછું રક્તચાપમાં લસણ ખાવાથી પરેશાની વધી શકે છે.  કેટલાક લોકો દરરોજ હોમ્યોપેથિક દવાઓના સેવન કરે છે તો તેના માટે લસણનો સેવન કરવું ઠીક નહી છે. તેનાથી દવાઓ અસર પણ ઓછું થઈ જાય છે. ગર્ભવતી મહિલાને લસણ ખાવું ઓછું કરી નાખવું જોઈએ. લસણની તાસીર ગર્મ હોય છે. જેનાથી બાળકને નુકશાન થઈ શકે છે. કોઈ પણ પ્રકાર નું  ઓપરેશન  કરાવતા પહેલા લસણ ખાવું બંધ કરી નાખવું જોઈએ. લસણ ખાવાથી લોહી પાતળું હોય છે જે યોગ્ય નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top