Breaking News

શું તમે વારંવાર નાક બંધ થવાથી પરેશાન છો? તો આ ઉપાય થી ચપટી વગાડતાં જ ખુલી જશે બંધ નાક અને મળશે આરામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ભાગ્યે જ કોઈ હશે જેણે બંધ નાકની સમસ્યાનો સામનો ન કર્યો હોય. આ સમસ્યા બદલાતી ઋતુ માં વધુ જોવા મળે છે. અઅ ઉપરાંત શરદી અને ઠંડા પવનથી નાક બંધ થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ક્યારેક ક્યારેક તો આ સમસ્યા એક-બે દિવસમાં દૂર થઈ જાય છે પણ કગ્યારેક ક્યારેક લાંબી ખેંચાઈ જાય છે. નાકનું બંધ હોવું સંકેત છે કે આપણા શરીરમાં રેશા જામી ગયા છે.

બંધ નાક ને ખોલવાના ઉપાય:

બંધ નાક ને ખોલવા માટે નો સૌથી અસરકારક ઉપાય છે શુદ્ધ દેશી ગાય નું ઘી. દેશી ગાય ના ઘી ને હુંફાળું ગરમ કરી બંધ નાક માં 2-3 ટીપા નાખવાથી માત્ર 5 મિનિટ માં જ બંધ નાક ખૂલી જે છે. આ ઉપરાંત નાક ખોલવા માટે ગરમ ચાની ચુસ્કીઓ લઈ શકાય. ગ્રીન ટી, પિપરમિંટ અથવા આદુની ચા લાભકારક રાહ છે. શરદી અને પોલ્યૂશનના કારણે નાક બંધ થઈ જતું હોય તો મરી પાવડર અને મધનું મિશ્રણ ઉત્તમ છે. એક મોટી ચમચી મધમાં 2થી 3 ચપટી મરી પાવડર ઉમેરી રાત્રે સૂતા પહેલા લેવું. આ મિશ્રણને ધીરે ધીરે ચાટવાને બદલે એક સાથે તેને ખાઈ લેવું.

શરદી થઈ હોય તો ગરમ દૂધમાં આદુ ઉમેરી તેનું સેવન કરવું. આદૂ સાથે હળદર પણ ઉમેરી શકાય છે. આ દૂધ નિયમિત પીવાથી શરદીમાં તુરંત રાહત મળે છે. એક ચમચી લીંબૂના રસમાં કેટલાક ટીપા મધ નાખીને તેને 2-3 દિવસ પીવું. આ ઉપાય નાકને ખોલવા માટે ખૂબ લાભકારી છે. એક કપ પાણીમા 50 ગ્રામ આમલીનુ પાણી અને અડધી ચમચી કાળા મરી મિક્સ કરીને ઉકાળી તેનુ સેવન કરવું.

 

બંધ નાક ખોલવા માટેનો આ એક ખુબ જ અસરકારક ઉપાય છે, જે તરત જ નાક ખોલી દે છે અને રાહત આપે છે. તેના માટે ગરમ પાણીમાં વિક્સ અથવા બીજું કોઈ બામ મિક્સ કરી સ્ટીમ લેવી, તેનાથી તરત જ રાહતમળે છે. હંમેશા નાક બંધ રહેવાની સમસ્યા રહેતી હોય, તો હંમેશા હુંફાળા પાણીથી નાહવાનું રાખવું. કારણ કે હુંફાળા પાણીથી સ્નાન કરવાથી  બંધ નાકને રાહત મળશે.

1 ચમચી સફરજનનો સિરકા અને અડધી ચમચી મધને એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરીને સવારે પીવાથી બંધ નાક ખૂલી જે છે. આ સૌથી સરળ ઉપાય છે. જ્યારે પણ નાક બંધ થઈ જાય આંગળીથી નારિયળના તેલને નાકની અંદર સુધી લગાવવું  આવુ કરવાથી થોડી જ વારમાં નાક ખુલી જશે.અથવા તો નારિયેળ તેલના કેટલાક ટીપાં નાકમાં નાખવા અને પછી ઉંડો શ્વાસ લેવો. થોડાક જ સમય માં બંધ નાક ખુલી જશે. પણ, ધ્યાન રાખો કે નારિયેળ તેલ પીગળેલું હોય. બંધ નાકને ખોલવા માટે સૌથી બેસ્ટ છે કપૂર. કપૂર ને નારિયેળ તેલ સાથે મિક્સ કરી સૂંઘવાથી બંધ નાક માં રાહત મળે છે.

બંધ નાકની તકલીફમાં ડુંગળી પણ રાહત આપે છે. કારણ કે, ડુંગળી ખાધા બાદ નાક ખુલી જાય છે. અને આ ઉપરાંત  ડુંગળીના રસને કોઈ કપડા પર નાખી તેને સૂંઘવાથી પણ બંધ નાક માં રાહત મળે છે.  ટોમેટો સુપ પણ  ખુબ જ લાભપ્રદ છે. ચટપટી વસ્તુઓ ખાવાથી બંધ નાક ખુલી જાય છે. ઘરમાં ગરમા-ગરમ ટોમેટો સૂપ બનાવી પીવાથી પણ બંધ નાકમાં રાહત મળશે. ટોમેટો સૂપમાં લસણ, લીંબુનો રસ અને મીઠું મિક્સ કરી પીવું, રાહત થશે.

જો કફ જામી ગયો હોય અને તે કારણસર નાક બંધ હોય તો સવાર સાંજ એક ચમચી અળસીના બીજને તેટલા જ ગોળ સાથે રોજ ચાવવી જોઈએ. કફ પણ નીકળી જશે અને નાક પણ સાફ થઈ જશે. અળસીના સેવનથી શરીરમાં જામેલો કફ બહાર નીકળી જાય છે. કફ જામી ગયો હોય તો એલોવેરાનું સેવન કરવાનુંશરૂ કરવું. એક ગ્લાસ હુંફાળા પાણીમાં 30 મિલી એલોવેરામાં 10 મિલી આંબળાનો રસ મિક્સ કરી અને તેમાં એક ચમચી મધ ભેળવી સવાર સાંજ પીવાથી જુનામાં જુનો કફ નીકળી જાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!