માત્ર સ્વાદ જ નહીં પરંતુ ઔષધિનો સ્ત્રોત છે આનું સેવન, 50થી વધુ ગંભીર બીમારીઓને કરે છે ચપટીમાં ગાયબ, જાણી લો તેના ચમત્કારિ ફાયદા…..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ધાણા એક ખૂબ જ ઉપયોગી છોડ છે. તેનો ઉપયોગ ફક્ત મસાલા તરીકે થાય છે. કોથમીરનો ઉપયોગ કોઈપણ ઘરેલુ ભોજનમાં કરવામાં આવે છે. કેટલાક લોકો ધાણાના પાંદડાનો પણ ઉપયોગ કરે છે અને કેટલાક લોકો પાવડર તરીકે ધાણા નો ઉપયોગ કરે છે.

ધાણા એ મસાલા તેમજ ઔષધીય વનસ્પતિ છે. તેના ઉપયોગથી અનેક રોગો મટાડવામાં આવે છે. મોટાભાગના લોકો કોથમીરને મસાલા તરીકે જાણે છે. ધાણા એ એક ઓષધીય છોડ છે તેના ફળ અને પાંદડા ખૂબ સુગંધિત હોય છે અને તેનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે. ઘાણા ખાવાથી થતાં અનેક ફાયદાઓ વિષે અમે તમને જણાવીએ.

ઘણા વૈજ્ઞાનિકોએ ધાણાના પાંદડા ને કેન્સરને રોકવા માટેની એક દવા તરીકે ગણવામાં આવે છે.  ધાણા એ એન્ટિ-કેન્સર એજન્ટ છે. તેના પાંદડામાં બીટા કેરોટિન, વિટામિન સી અને ઇ કેફીક એસિડ, ફેરીલિક, ક્યુરેસેટીન જેવા ઘણા એન્ટી ઓકિસડન્ટો હોય છે જે કેન્સરને મટાડવા માટે વપરાય છે.

ડાયેરીયા જેવા પાચક રોગોથી રાહત મેળવવા માટે ધાણા એક સારા એન્ટીબાયોટીક તરીકે ઉપયોગમાં લેવાય છે. તે એન્ટિબાયોટિક હોવાથી, તેનો ઉપયોગ આ તમામ રોગો, આંતરડાની બળતરા, હરસ, ચક્કર, ફ્લૂ હાયપરટેન્શન, સ્તન વૃદ્ધિ, ઉલટી જેવા રોગોના ઇલાજ માટે થાય છે.

કોથમીરમાં અનેક એન્ટિબાયોટિક ગુણ હોય છે. આ એન્ટિબાયોટિકનો ઉપયોગ જેન્ટામાસીન રોગને મટાડવા માટે થાય છે. કોથમીરનો ઉપયોગ આપણા ખોરાકમાં મળતા સાલ્મોનેલા બેક્ટેરિયાને દૂર કરવા માટે પણ થાય છે. ઘાણામાં રહેલા ઝિંક, કોપર, આયર્ન અને અન્ય પોષક તત્વો આપણા શરીરની અંદર રહેલા રક્તકણોની સંખ્યા વધારવામાં પણ મદદરૂપ થાય છે તેમજ ધાણા આપણા શરીરનું મેટાબોલિઝમ પણ સારું કરે છે.

લીલા ધાણા એ આપણા શરીરની અંદર બ્લડ શુગર કંટ્રોલ કરતા ઇન્સુલિનના સ્તર ને યોગ્ય રાખવામાં અને બ્લડ સુગર કન્ટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે તેની અંદર રહેલ એન્ટિ ઓક્સિડન્ટ અને બીજા કેટલાક પોષક તત્વો આપણું બ્લડ સુગર કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

લીલાધાણા ની અંદર રહેલા પોષક તત્વો વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે જો લીલા ધાણાના જ્યુસમાં લીંબુ અને થોડું પાણી ઉમેરી તેનું રોજ સવારે ખાલી પેટે સેવન કરો છો તો તે  વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે. લીલાધાણા નું સેવન કરવામાં આવે તો આંખોને ખૂબ જ ફાયદાકારક નીવડે છે આપણી આંખો માટે ખૂબ જ જરૂરી એવું વિટામીન એ લીલા ધાણામાં રહેલ હોય છે માટે તે આપણી આંખોને સ્વસ્થ રાખવા મદદરૂપ થાય છે.

મોં માંથી દુર્ગંધ આવવાની સમસ્યાથી પરેશાન લોકોને ધાણા નું સેવન કરવું જોઈએ. ધાણા ખાવાથી મોં ની દુર્ગંધ એકદમ દૂર થઈ જાય છે. તમે બસ થોડા ઘાણા મોં માં નાખી અને તેને સારી રીતે ચાવી ને ખાઈ લો. આવું કરવાથી મોં ની દુર્ગંધ એક દમ દૂર થઈ જાય છે.

ખીલ માટે કોથમીર રામબાણ ઈલાજ માનવમાં આવે છે, કોથમીરના જ્યુસ મા હળદરનો પાવડર ભેળવીને ચહેરા પર લગાવો અને થોડીવાર પછી ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. દિવસમાં બે વખત આ લેપ નો ઉપયોગ કરવાથી ખીલ અને ચહેરા પરના ડાઘા તેમજ બ્લેક સ્પોર્ટ્સથી છુટકારો મળે છે અને ચહેરા પર વધુ નિખાર આવે છે.

ઉનાળામાં ઘણીવાર કેટલાક લોકોને નાકમાંથી લોહી નીકળતું હોય છે અને નાકમાથી લોહી આવવાની સમસ્યા ને નસકોરી કહેવામાં આવે છે. જો તમને પણ ઉનાળામાં નાક માંથી લોહી આવે છે તો લીલા ધાણા નો રસ કાઢી તેમાં કપૂર મીક્સ કરી પછી આ મિશ્રણના 2 ટીપાં નાકમાં નાખો. આમ કરવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થઈ જાય છે.

કોથમીરનો છોડ ખાસ કરીને આયર્નથી સમૃદ્ધ હોય છે. આ કારણોસર, તે હિમોગ્લોબિનનું સ્તર ઓછું ધરાવતા લોકોમાં એનિમિયાના ઉપાય તરીકે જાણીતું છે. આ ઉપરાંત, ધાણા, જેમાં મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, એનિમિયાના દર્દીઓ માટે પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આયર્નની ઉણપ અને એનિમિયાવાળા લોકોને ઘાણા ખાવાની ભલામણ કરવામાં આવે છે.

ધાણામાં એન્ટી-રાયમેટિક અને એન્ટિઑરથેન્ટિક ગુણધર્મો હોય છે. કિડનીની તકલીફ અથવા એનિમિયાને કારણે સોજા જેવી સમસ્યામાં, ધાણા શરીરમાંથી વધારે પાણી બહાર કાઢવામાં મદદ કરે છે. ધાણા હાયપરટેન્શનથી પીડાતા લોકોમાં બ્લડ પ્રેશર ઘટાડવામાં સકારાત્મક મદદ કરે છે.

પેરિફેરલ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના ન્યુરોટ્રાન્સમીટર, કેલ્શિયમ, આયન જેવી ક્રિયા પ્રતિક્રિયામાં વધારો કરીને, તે રક્ત વાહિનીના તાણને હળવા કરે છે, તે હૃદયરોગના વિકારની શક્યતામાં ઘટાડો કરે છે, જેમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનો સમાવેશ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top