સૂકી ઉધરસ, ગળા માં દુખાવો, નાકમાંથી પડતું પાણી, કફ અને જૂની શરદીને કાઢવાનો 100% અસરકારક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સૂકી ઉધરસ આવતી હોય તો એક ચમચી શેકેલી હળદરમાં મધ મેળવી ચાટવું.  જમ્યા પહેલાં આદુનો રસ અને મધ મેળવી દિવસમાં બે વખત લેવાથી ઉધરસ મટે છે. બહેડાંની છાલ મોંમાં સોપારીની માફક ચૂસવાથી ખાંસીમાં રાહત થાય છે. યષ્ટિમધુ ઘનવટી મોંમાં ચૂસવાથી ઉધરસ આવતી નથી. ચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે. શરદીમાં નાગરવેલના બે-ત્રણ પાન ચાવવાથી રાહત મળે.

૨ાત્રે દશેક દાણાં કાળા મરી ચાવીને ઉપર ગરમ દૂધ પીવાથી શરદી-ખાંસી મટે છે. ચામાં તુલસીના પાન, ફુદીનાના પાન, આદુ અને તજ નાંખીને પીવાથી શરદીમાં ફાયદો થાય છે. કફ જામી ગયો હોય તો એક ટુકડો આદુને પીસી તેને ઘીમાં શેકીને થોડા દિવસ લેવાથી લાભ થાય છે. જૂની હળદર અને મધનું સેવન કરવાથી શ્વાસ ઉધરસમાં ફાયદો થાય છે. શ૨દી-ખાંસીમાં ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી ફાયદો થાય છે. શરદીમાં મધ અને લીંબુનો રસ મેળવી ચાટી, ઉપર ગરમ પાણી પીવાથી લાભ થાય છે.

શરદીમાં આદુનો રસ ૧ ચમચી અને મધ ૧ ચમચી મેળવીને સવાર-સાંજ પીવાથી શરદી મટે છે. સૂંઠ, ઘી અને ગોળની ગોળીઓ બનાવી શરદીમાં લેવાથી રાહત થાય છે. ખાંસી અને શરદી બંનેમાં ગ૨મ દૂધની સાથે કાળા મરીનું ચૂર્ણ મેળવીને પીવાથી રાહત થાય છે. દહીં અથવા ગોળની સાથે કાળા મરીનું ચૂર્ણ લાંબા સમય સુધી સવા૨-સાંજ ખાવાથી શરદી મટે છે. ખાંસી થયેલી હોય તો ગરમ દૂધમાં હળદર અને થોડો ગોળ મેળવીને પીવાથી સારું લાગે છે.

પા ચમચી હળદર અને બે ચમચી મધ સવાર-સાંજ બે વખત ચાટવાથી ટોન્સિલમાં ફાયદો થાય છે. તીવ્ર ખાંસી હોય કે ગળામાં કફ જામી ગયો હોય તો સેંધાનમકનો ટુકડો મોંમાં રાખી ચૂસવાથી લાભ થાય છે. ગ૨મ પાણીમાં મીઠું નાંખીને કોગળા કરવાથી ગળાના દુઃખાવામાં તેમજ ટોન્સિલમાં ફાયદો થાય છે. ગળું બેસી ગયું હોય તો કાળા મરી અને સાકર મોંમાં રાખીને ચૂસવાથી ગળું ખૂલે છે.

ગરમ પાણીમાં અજમો અથવા નીલગીરીના તેલના ટીપાં નાંખી નાસ લેવાથી બંધ નાક ખૂલે છે અને માથું હળવું લાગે છે. તુલસી, લસણનો રસ અને કાળામરીના ચૂર્ણનો ઉકાળો દિવસમાં બે વખત બે માસ સુધી પીવાથી કાયમી શરદીમાંથી છુટકારો મળે છે. શરદી, ખાંસી થઈ હોય ત્યારે પાણીમાં થોડી સૂંઠ નાંખી ઉકાળી લેવું. દિવસ દરમ્યાન આ હૂંફાળું પાણી જ પીવું. સૂંઠ, નાની હરડે અને નાગરમોથનું ચૂર્ણ સમભાગે લઈ તેનાથી બમણો ગોળ નાંખી નાની-નાની ગોળી વાળવી. દિવસમાં ૪-૫ ગોળી ચૂસવાથી મટે છે.

ફુદીનાના તાજા રસમાં મરી મેળવીને પીવાથી કફ શરદીમાં રાહત મળે છે. લવિંગને શેકીને તેનું ચૂર્ણ બનાવી મધ સાથે ચાટવાથી ખાંસી મટે છે. દાડમની છાલને મોંમાં રાખી ચૂસવાથી ખાંસી મટે છે.  વરિયાળીનું ચૂર્ણ અને સાકરનું ચૂર્ણ મોઢામાં રાખી ધીમેધીમે તેનો રસ ઉતારવાથી સૂકી ખાંસી મટે છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top