ઉનાળાનું અમૃત ગણાતું આ ફળ વીર્ય, બળ, આંખ અને હાડકાંના તમામ રોગોથી અપાવશે કાયમી છુટકારો, જરૂર જાણી લ્યો તમામ ચમત્કારી ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી રસદાર અને ખોરાકમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આંબાની ઘણી જાતો આખા વિશ્વમાં જોવા મળે છે. કેરી એક એવું ફળ છે જેને બાળકોથી લઈને મોટા, વૃદ્ધ લોકો પણ ખૂબ જ ખુશીથી ખાય છે. કેરીમાં ફાઈબર અને અનેક પ્રકારના પોષક તત્વો હોય છે, જે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે.

પરંતુ કેરી સાથે સંકળાયેલા આરોગ્યપ્રદ ફાયદા વિશે બહુ ઓછા લોકો જાણે છે. ચાલો આજે આપણે કેરીના ફાયદાઓ વિષે જાણીએ. વિટામિન સી દાંત અને પેઢા માટે ખૂબ ફાયદાકારક છે, જે કેરીમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કેરીમાં આયર્ન વધુ પ્રમાણમાં હોય છે, તેથી એનિમિયાના દર્દીએ કેરીનું સેવન કરવું જોઈએ. જે મહિલાઓ માતા બનવા જઇ રહી છે, તેમના શરીરને પણ આયર્નની જરૂર હોય છે, તેથી કેરી સગર્ભા સ્ત્રીઓએ પણ ખાવી જોઈએ.

કેરી વિટામીન-એ થી ભરપુર હોવાના કારણે તેના સેવનથી આંખોની રોશની સુધરે છે. એક કપ કેરીના રસના સેવન થી વિટામીન-એ નો 25 ટકા ભાગ આપણા શરીરને મળે છે. તેનાથી આંખોની રોશનીમાં વધારો થાય છે. કેરીનું સેવન ત્વચા માટે પણ સારું છે. કેરી ખાવાથી ત્વચામાંથી ડાઘ, ફોલ્લીઓ ધીરે ધીરે અદૃશ્ય થઈ જાય છે. કેરીમાં બીટા કેરોટિન જોવા મળે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય છે, તેને કેરીનું સેવન કરવું જોઈએ.

કેરી હૃદય માટે પણ ફાયદાકારક છે. કેરીમાં જોવા મળતા પેક્ટીન, ફાઇબર અને વિટામિન સી લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધવા દેતા નથી. કેરી કેરોટિનોઇડ્સ અને વિટામિન એ, બી, સી થી સમૃદ્ધ હોય છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

કાચી કેરી પેઢાની સમસ્યા માટે લાભકારી છે. તે પેઢામાંથી લોહી નીકળવું, મોઢામાંથી દુર્ગંધ આવવી અને દાંતના સડાને રોકવામાં મદદ કરે છે. તેમજ કાચી કેરી તમારી રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે તેમજ યુવાન અને સ્વસ્થ રાખે છે.

કેરી ખાવાથી હાડકા મજબૂત બને છે, અને સંધિવાના રોગમાં રાહત મળે છે. કેરી ખાવાથી કેન્સરનું જોખમ ઓછું થાય છે. ઉનાળામાં ગરમ ​​લૂ થી બચવા માટે કાચી કેરીને શેકીને તેનું જ્યુસ બનાવીને પીવું. કેરીમાં લોહતત્ત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે આથી જે લોકોને એનિમિયા થયો હોય તેવાં લોકો જો  ભોજનમાં કેરીનો ઉપયોગ કરે તો તેનાથી એનિમિયાની તકલીફ દૂર થાય છે અને પાચનશક્તિમાં સુધારો થાય છે.

કેરીના પાન આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ગાળીને પીવો. આનાથી શરીરમાં ઇન્સ્યુલિન વધે છે. કેરી ખાવાથી કિડની સંબંધિત તમામ રોગો મટે છે. એક કપ કેરીનો રસ પીવાથી 25% વિટામિન એ મળે છે, જે આપણી આંખો માટે ખૂબ ફાયદાકારક હોય છે.

ઉનાળાની વધતી જતી ગરમીમાં લૂ થી બચવા માટે કાચી કેરી એક અકસીર ઉપાય છે. સાથે જ તે ગરમીના કારણે શરીર પર થતી અળાઇને પણ દુર કરે છે. કાચી કેરી ગરમીમાં શરીરને આંતરીક ઠંડક આપે છે જેથી શરીરનું તાપમાન જળવાઇ રહે છે અને ગરમી સામે લડી શકે છે.

લોહીમાં હોમોસિસ્ટીનનો વધારો લોહીની નળીઓ માટે જોખમી બને છે. કેરી લોહીમાં હોમોસિસ્ટીનનું સ્તર નિયંત્રિત કરે છે. કેરી તે લોકો માટે એક વરદાન છે જે ખૂબ પાતળા હોય છે અને ચરબી મેળવવા માટે દરરોજ પ્રયાસ કરતા હોય છે, તેનો કેરી ખાવાથી વજન વધે છે.

કાચી કેરી ખાવાથી  લિવરની સમસ્યામાં સુધારો લાવી શકાય છે. કાચી કેરી લિવરની કામગીરીને સુધારવાનો એક કુદરતી ઉપાય છે. લિવરમાં પિત્ત અને એસિડના કારણે અનેક જાતના રોગ થાય છે. કાચી કેરી આંતરડામાં થતા સંક્રમણને પણ દુર કરે છે.

કેરીમાં જોવા મળતા એન્ટીઑકિસડન્ટ શરીરને હાનિકારક પદાર્થોથી સુરક્ષિત કરે છે. કેરીમાં ગ્લુટેમિક એસિડ જોવા મળે છે, જે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. એસિડિટીની સમસ્યાથી પીડિત વ્યક્તિએ કેરી ખાવી જોઈએ. તેનાથી એસિડિટી ઓછી થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top