હિંદુ માન્યતામાં વિવિધ ધાતુમાં બનેલા ભોજનનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ આજકાલ આપણે વગર વિચાર્યે ધાતુના વાસણોનો રસોઈમાં ઉપયોગ કરીએ છીએ જે આપણી લાઈફ પર નકારાત્મક અસર કરી શકે છે. જો કે દક્ષિણ ભારતમાં આજે પણ કેળાના પાંદડા પર ભોજન કરવાનો રિવાજ છે.
ભારતના દરેક રાજ્ય સાથે કોઈને કોઈ પરંપરા સંકળાયેલી છે અને આ પરંપરાઓનું પાલન સદીઓથી કરવામાં આવે છે. દક્ષિણ ભારતના રાજ્યમાં કેળાનાં પાન પર ખાવાની પરંપરા ઘણી જૂની છે અને આજે પણ આ રાજ્યનાં લોકો વાસણની જગ્યાએ કેળાનાં પાન પર જ ખાવાનું પસંદ કરે છે. કેળાનાં પાન પર ભોજન કરવું શુભ માનવામાં આવે છે અને આમ કરવું સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ જ કારણ છે કે આજે પણ આ પરંપરા ચાલુ છે.
કેળાનાં પાન પર ભોજન કરવાથી તે તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે આ પાંદડાઓમાં પ્લાન્ટ આધારિત કમ્પાઉન્ડ્સ હોય છે જેને પોલિફેનોલ્સ કહેવામાં આવે છે. આ પ્રકારનુ ઘટક ગ્રીન ટીમાં પણ જોવા મળે છે. પોલિફેનોલ્સ પ્રકૃતિમાં એન્ટીઓકિસડન્ટ છે જે મુક્ત રેડિકલની અસરને ઘટાડવામાં મદદગાર છે. આ મુક્ત રેડિકલ કેન્સર અને અન્ય ગંભીર રોગોનું કારણ બની શકે છે. કે
ળાના પાનમાં પીરસવામાં આવતા આ ખોરાક એન્ટીઓકિસડન્ટો અને વિવિધ પ્રકારના પોષક તત્ત્વોને શોષી લે છે. જેનો તમારા સ્વાસ્થ્યમાં સીધો ફાયદો થાય છે. કેળાના પાંદડાની ટોચ પર મીણનું સ્તર અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો પાંદડાને હાનિકારક બેક્ટેરિયાથી સુરક્ષિત કરે છે અને આ પેથોજેન્સને મારવામાં પણ અસરકારક છે. જો તમે પણ તમારા ખોરાકને શુદ્ધ અને પૌષ્ટિક બનાવવા માંગો છો, તો પછી કેળાના પાન પર ખાવાથી લાભ થાય છે.
કેળાનાં પાનનો ઉપયોગ ખાસ કરીને શુભ પ્રસંગોએ ખોરાક બનાવવા માટે કરવામાં આવે છે. આ એટલા માટે છે કે કેળાના પાન અન્ય વાસણો કરતાં વધુ સ્વચ્છ અને સાફ હોય છે. કોઈપણ મોટી ઇવેન્ટ આપવા માટે પ્લાસ્ટિક પ્લેટો ભાડે લેવામાં આવે છે. આ પ્લેટો સારી રીતે ધોવાય હોય કે ન હોય. જે પેથોજેન્સ થવાની સંભાવના વધારે છે. આવી સ્થિતિમાં આ પ્લેટમાં ખાઓ છો તો તે નુકસાન કરે છે. પરંતુ જો કેળાનાં પાનમાં ખોરાક પીરસવામાં આવે છે, તો તેમાં કોઈ પણ પ્રકારનો રોગ થવાની સંભાવના રહેતી નથી.
કેળાના પાનનું કદ અન્ય તમામ પ્રકારના ખાદ્ય વાસણો કરતા વધારે છે. આનો અર્થ એ છે કે હિન્દુ પરંપરાઓ અનુસાર, ખોરાકમાં સમાવિષ્ટ લગભગ બધી વાનગીઓ એક જ સમયે ખાઈ શકાય છે. કેળાનાં પાન પર જમવાથી પેટ પર પણ સારી અસર પડે છે અને પેટને લગતી ઘણી બીમારીઓ થતી નથી. જે લોકો કેળાનાં પાન પર ખોરાક લે છે તેમને કબજિયાત, અપચો, ગેસ વગેરે જેવી સમસ્યાઓ થતી નથી.
કેળાનાં પાન પણ વોટરપ્રૂફ હોય છે જેથી તમે તેમાં સરળતાથી પ્રવાહી ખોરાક પણ ખાઈ શકો. ભારતીય ખોરાક પરંપરાગત રીતે પ્રવાહી સ્થિતિમાં વિવિધ પ્રકારના ખોરાકનો સમાવેશ કરે છે. જેમ કે દાળ, શાકભાજી સાથેની કઢી, રસમ વગેરે.કેળાના પાનમાં પણ આ પ્રકારનો ખોરાક ખાઈ શકો છો. કુદરતી પ્લેટો માટે વોટરપ્રૂફ કેળાના પાન એક શ્રેષ્ઠ વિકલ્પ છે. કેળાના પાન સંપૂર્ણ રીતે ઇકોફ્રેન્ડલી છે.
આના પર ભોજન કરવાથી કિચનમાં ગંદા વાસણ નહિં ભગા થાય અને આને બહાર ફેંકવામાં પણ તકલીફ નહિં થાય. તમે તેને જમીનમાં ડાટીને પ્રકૃતિની સેવા પણ કરી શકો છો. ઘરમાં કેળાનું ઝાડ હોવું શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં કેળાનું ઝાડ હોય છે ત્યાં હંમેશા ખુશીઓ રહે છે. આ સિવાય ઘરનું વાસ્તુ પણ યોગ્ય બને છે. આ જ કારણ છે કે દક્ષિણ ભારતના મોટાભાગના ઘરોમાં કેળાનું ઝાડ લગાવવામાં આવે છે અને લોકો દરરોજ આ ઝાડના પાંદડા તોડીને તેના પર જમે છે.