જો તમને ભૂખ ન લાગે, તો કડવાળાનું સેવન તેના માટે ફાયદાકારક સાબિત થશે, હકીકતમાં, ભૂખ ન હોવાને કારણે, શરીરને સંપૂર્ણ પોષણ મળી શકતું નથી, જે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. એટલા માટે દરરોજ કડવીં વઘારાનો રસ પીવાથી અથવા કડવી શાકભાજી ખાવાથી પાચન ક્રિયા સારી રહે છે, જે ભૂખ વધારે છે.
દરરોજ કડવોનો રસ અને એક લીંબુનો રસ પીવાથી શરીરમાં ઝેર અને બિનજરૂરી ચરબી ઓછી થાય છે અને જાડાપણું ઓછું થાય છે.
કારેલા શબ્દથી અમુક લોકો ને અણગમો હોય છે પણ કરેલા એ પ્રકૃતિએ આપેલી એક એવી શાકભાજી છે જે કેટલાક રોગોનો નાશ કરે છે.
ઘણી બધી રીતોથી કારેલાનો આયુર્વેદિક ઉપચાર પણ કરી શકાય છે.કરેલા સ્વાદમાં કડવા લાગે છે પણ એના ગુણો બહુજ મીઠી અસર આપે છે.
મોટાભાગના લોકોને કરેલા ભાવતા નથી અને તેને જોઈને જ મૂડબગડી જતો હોય છે પરંતુ તેવા લોકોએ કારેલાના બીજને સૂકવીને તેનો પાવડર પાણી સાથે પીવો જોઈએ જે ડાયાબિટીસ અને સાંધા તેમજ ગોઠણના દુખાવામાં મોંઘી દવા કરતા પણ વધુ અસરકારક છે.
શરીરમાં સાત રસ ની જરૂરિયાત રહે છે. તેમાં કડવો રસ કારેલાંનો હોઈ. કારેલા ના રસ થી શરીરની ક્ષમતા જળવાઈ રહે છે. મીઠી પેશાબ-ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગ કારેલાના રસ થી નાથી શકાય છે. સપ્તરસમાં કડવો રસ કારેલા માંથી મળે છે, જેમાં અનેક રોગોને હરવાની શક્તિ છે. નાના કારેલાં અતિશય કડવા, અગ્નિદીપક, ગરમ, શીત, ભેદક, સ્વાદુ અને પથ્યકર છે. તે અરુચિ, કફ, વાયુ, ૨ક્તદોષ, જવર, કૃમિ, પિત્ત, પાંડુરોગ તથા કોઢ નો નાશ કરે છે.
કારેલાં ટાઢા, ઝાડને તોડનાર, હલકાં, કડવા, વાયુ નહિ કરનાર તથા લોહીવિકાર, પાંડુરોગ અને કૃમિને મટાડનાર છે. નાનાં કારેલાં વધુ ગુણકારી છે. પ્રમેહ, આફરો અને કમળાના નાશ માટે મોટા કારેલાંનો રસ નો ઉપયોગ કરવો. બાળકોના પેટમાં ભાર રહેતો હોય તો કારેલાંનો રસ, અરડૂસીનાં પાનનો રસ, નાગરવેલના પાનનો રસ તથા જાંબુની છાલ નો રસ સરખા પ્રમાણમાં પાવો.કારેલાંનો રસ મરીના દાણા સાથે વાટીને આપવાથી મેલેરિયા નો તાવ મટે છે.
કારેલાંનો રસ તથા મરીના દાણા પીસીને બાળકને આપવામાં આવે તો તાવ તથા ઉલટી બંધ થાય છે. મધુપ્રમેહ અને બહુમૂત્રતા માટે કારેલાંને સૂકવીને તેનું ચૂર્ણ કરવું. મધ સાથે એ ચૂર્ણ લેવાથી ત્રણ મહિનામાં આ રોગ પર લગામ આવે છે. કારેલાના પાન નો રસ લોઢા ના વાસણ પર ઘસીને આંખમાં આંજવાથી ફૂલાં, જાળાં અને રતાંધળાપણું મટે છે.કારેલાંનાં મૂળને પીસીને ખુજલી, ખસ કે દાદર પર લેપ કરવાથી તે મટે છે.
જે શરીરમાં થતો દુખાઓ ,કફ ,ડાયાબિટીસ ,ગાળાની ખીચ ખીચ દુખાઓ ,અને તાવ જેવી બીમારીઓમાં મદદ રૂપ બને છે.હવે જાણો કારેલાથી થતા રોગો ના નિદાન. લીવર અને પથરી માટે પથરી હોય તો બે કારેલાનો રસ એક કપ છાસ સાથે ભેળવી રોજ બે વાર પીવાથી લાંબા ગાળે પથરી બહાર નીકળી જાય છે .
ડાયાબિટીસ માટે ડાયાબિટીસ હોય એવા લોકોએ ૧૫ મિલી કારેલાનો રસ ૧૦૦ મિલી પાણી માં ભેળવી દરરોજ પીવાથી ફાયદો મળે છે. કારેલા નો જ્યુસ પીવાથી લોહી શુદ્ધ થઇ જાય છે અને લોહી શુદ્ધ થવાથી ચહેરા પર દાણા નથી હોતા અને ડાઘા ની તકલીફ થી પણ બચાવવામાં આવી શકે છે. ડાઘા થવાનું મુખ્ય કારણ લોહી માં અશુદ્ધિઓ હાજર થવાનું હોય છે અને લોહી માં અશુદ્ધિઓ થવાથી ત્વચા પર ખરાબ અસર પડે છે અને ડાઘા થવા લાગી જાય છે. તેથી ડાઘા અને ત્વચા થી જોડાયેલ કોઈ તકલીફ થવા પર તમે કારેલા નો જ્યુસ પી લો.