મફતમાં હાથ-પગના દુખાવા અને સોજાથી છુટકારાનો બેસ્ટ દેશી અને 100% અસચોટ ઈલાજ, નહિ પડે કોઈ દવાની જરૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રમતો રમતા ખેલાડીઓમાં કોણીના દુખાવાની સમસ્યા ખુબ જ સામાન્ય છે. આ સમસ્યા હાથના સ્નાયુઓના વધુ પડતા ઉપયોગને કારણે થાય છે. હોય ત્યારે કોણીમાં ખૂબ જ તીવ્ર દુખાવો થાય છે. સચિન તેંડુલકર પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યો છે. કોણીનો દુખાવોમાં કોણીની આસપાસના વિસ્તારમાં સ્નાયુમાં ઈજા થાય છે. તબીબી પરિભાષામાં આ સમસ્યાને ‘લેટરલ એપિકોન્ડિલાઇટિસ’ અથવા ‘મેડિકલ એપિકોન્ડિલાઇટિસ’ કહેવામાં આવે છે. કોણીનો દુખાવો એ ખૂબ જ પીડાદાયક છે. આવામાં તમે કોઇ પણ કામ હાથથી નથી કરી શકતા. જ્યારે કોણીનો દુખાવો હોય ત્યારે તરત જ આઇસ પેકનો ઉપયોગ કરવો જોઈએ.

કોણીનો દુખાવમાં આઇસ પેકના ઘણા ફાયદા છે. આઇસ પેકનો ઉપયોગ કરવાથી ન માત્ર દુખાવાથી છૂટકારો મેળવી શકો છો પરંતુ સોજાને ઓછો કરવામાં પણ તે ખૂબ જ મદદગાર માનવામાં આવે છે. કોણીમાં જ્યાં તમને દુખાવો થતો હોય ત્યાં આઇસ પેક લગાવો.

હોઠ પર બરફ લગાવવાથી ડેડ સ્કિન દૂર થાય છે અને હોઠ ખૂબ કોમળ બને છે. જો ચહેરા પર પિમ્પલ્સ છે, તો બરફનો ઉપયોગ કરીને તેને સરળતાથી ઘટાડી શકો છો.  ચહેરા પર બરફ લગાવવાથી પિમ્પલ્સ થી થતી પીડામાં રાહત પણ મળે છે. ચહેરા પર બરફ લગાવવા માટે, બરફને સુતરાઉ કાપડમાં લપેટીને પછી ચહેરા પર લગાવો. બરફ લગાવવાથી લોહીનું પરિભ્રમણ વધે છે, જે વૃદ્ધત્વને કારણે ચહેરા પર કરચલીઓ અને અન્ય ડાઘ ઘટાડે છે. આ ઉપરાંત બરફનો ઉપયોગ કરવાથી ત્વચા પણ સજ્જડ બને છે. આ જ કારણ છે કે ઘણા લોકો તેનો ઉપયોગ એન્ટી એજિંગ સારવાર તરીકે કરે છે.

વધારે સમય કોમ્પ્યુટર કે મોબાઈલ ના વપરાશ ને લીધે આંખો દુખતી હોય તો ,બરફનો ટુકડો પાતળા રૂમાલમાં લપેટીને આંખો પર રાખવાથી આંખોની બળતરા માં રાહત થશે. પગની એડીમાં અસહ્ય દુખાવો થતો હોય તો એડી પર બરફ ઘસવાથી આરામ થશે. માથું દુખતું હોયતો બરફના ટુકડા ને રૂમાલમાં લપેટીને માથા પર રાખવાથી માથાના દુખાવામાં રાહત થશે. હેડકી વારંવાર આવે ત્યારે મોઢામાં બરફનો ટુકડો નાખી ચગળવો. જો તમે વધારે જમી લીધુ હોય અને ખાવાનું પચતુંના હોય તો થોડા બરફના ટુકડા ખાઈ લેવા. તરત જ ખોરાક પચી જશે.

બરફ દાંતના દુખાવામાં રાહત આપી શકે છે. સંવેદનશીલ વિસ્તારમાં બરફ લગાવવાથી ચેતા અને પેઢા  થોડા સમય માટે નિષ્ક્રિય થઈ જાય છે અને રાહત મળે છે. એક કપડામાં બરફ લપેટીને તેને તમારા ગાલ પર થોડીવાર રાખો. તમે સીધા દાંત પર બરફ પણ લગાવી શકો છો. આંગળીની ઇજાને કારણે લોહી બહાર આવતું નથી, પરંતુ તે ત્વચામાં જમા થઈ જાય છે અને ખૂબ જ દુખ પહોંચાડે છે. આ માટે આવી ઈજા પર તાત્કાલિક બરફ લગાવવાથી તેમાં લોહી એકઠું થતું નથી અને પીડામાં પણ રાહત મળે છે.

શરીરના કોઈપણ ભાગમાં સોજો કે દુખાવો પર બરફ લગાવવાથી રાહત મળે છે.  એક બરફનો ટુકડો તમારા ચહેરાની ચરબીને ઓછી કરવામાં તમારી ઘણી સહાયતા કરી શકે છે. એક બરફનો ટુકડો તમારા ચહેરાની ચરબીને નિયંત્રણ રાખવાની ક્ષમતા ધરાવે છે. ૨-૪ અઠવાડિયા સુધી તમારા ચહેરાને બરફના ટુકડાના પાણીથી ધુઓ, તેનાથી ચહેરાની ચરબી ઘણી ઓછી થઇ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top