કાનની દરેક સમસ્યા દૂર કરવા માટે ઘરેલુ ઉપચારને વધારે મહત્વ આપવામાં આવે છે. ચાલો જાણીએ કયા ઉપચાર થી કાનમાં ગયેલી જીવાત બહાર નીકળી જાય છે. ગાયનું ઘી સાધારણ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાથી જીવજંતુ બહાર નીકળી આવે છે. ધોળી ડુંગળીનો રસ કાનમાં નાખવો, કાનમાં ગયેલા જીવજંતુ બહાર નીકળી જાય છે.
મધનાં કે દારૂનાં ટીપાં કાનમાં નાખવાંથી પણ કાનમાં ગયેલા જીવજંતુ બહાર નીકળી જાય છે. કાન બંધ થઈ જાય ત્યારે લસણ અને હળદરને એકરસ કરી કાનમાં નાખવાથી લાભ થાય છે. કાનમાં જંતુ જાય ત્યારે મધ, દીવેલ કે ડુંગળીનો રસ કાનમાં નાખવાથી જંતુ નીકળી જાય છે.
માખી, બગાઈ, મકોડા, કાનખજુરો વગેરે જીવડાં કાનમાં પ્રવેશે કે બોરનો ઠળીયો, ચણો, વટાણો, મગફળીનો દાણો કાંકરી જેવી વસ્તુ કાનમાં પ્રવેશી ગઈ હોય તો એને બહાર કાઢવા પીચકારીનો ઉપયોગ કદી ન કરવો. એ વસ્તુઓને ટુકડા કરીને કાઢવી. ન નીકળે તો કાનના ડૉક્ટર પાસે જવું.
કાનમાં મેલ વધુ પ્રમાણમાં થાય તો શ્રુતીમાર્ગ સાંકડો થતાં બહેરાશ આવે છે. આ મેલ કાઢવા ગરમ કરેલું સરસીયું કે તલનું તેલ કાનમાં નાખવું. ક્લોરોફોર્મની પીચકારી મારવાથી જંતુ મરી જશે, પછી કાનને પીચકારી વડે ધોતાં જંતુ બહાર નીકળી જાય છે. તલના તેલમાં તુલસીનાં પાન નાખી ધીમા તાપે ગરમ કરવું. પાન બળી જાય ત્યારે તેલ ઉતારી ગાળી લેવું. આ તેલનાં બે ચાર ટીપાં કાનમાં નાખવાથી બધા જ પ્રકારનાં કાનનાં દર્દોમાં લાભ થાય છે.
સરસિયાના તેલમાં લસણની 2 કળી ગરમ કરી એક બે ટીપાં સવાર સાંજ કાનમાં નાખવાથી કાનના દુઃખાવામાં તરત જ ફાયદો થાય છે. આંબાનાં પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે. નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેમાં ટીપાં નાખવાથી કાનનામાં થતો ભયંકર દુઃખાવો મટે છે.
તલના તેલમાં લસણની કળી નાખી કકડાવીને સહેજ ગરમ તેલનાં ટીપાં કાનમાં પાડવાથી કાનનો દુ:ખાવો અને કાનના સણકા મટે છે. કાન પાકતો હોય તો પણ ફાયદો કરે છે. આદુનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો, બહેરાપણું અને કાન બંધ થઈ ગયો હોય તો તેમા લાભ થાય છે. આંકડાના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી કાનની બહેરાશ મટે છે.
સ્વિમિંગ પૂલમાં સ્નાન કરતી વખતે અથવા સ્નાન કરતી વખતે કાનમાં પાણી જવું એ એક સામાન્ય સમસ્યા છે, જેને મોટાભાગના લોકો અવગણે છે. કાનને થોડો આંચકો લાગતાં લોકો પાણી કાઢીને આરામ કરે છે. પરંતુ કેટલીકવાર પાણી કાનની અંદર ઉંડા જાય છે જેનાથી ખંજવાળ, સુનાવણીની સમસ્યાઓ તેમજ અનેક પ્રકારના ચેપ લાગે છે.
કાન તરફ માથું નમાવીને એક પગ પર કૂદકો મારો : જો કાનમાંથી તમારું પાણી નીકળ્યું હોય, તો તમારા માથાને એ બાજુ તરફ વાળો અને એક પગ ઉંચો કરીને કૂદકો મારો. આ રીતે, આંચકાને કારણે કાનમાંથી પાણી બહાર નીકળી આવે છે. જો સમસ્યા વધે તો તે બહેરાશનું કારણ પણ બની શકે છે.
કાન માં મેલ જમા થઇ જવો એ એક સાવ સામાન્ય વાત છે. કાનનો મેલ કાન ના બેક્ટેરિયા અને ગંદકીને ફેલાવા નથી દેતો. પરંતુ ઘણી વાર મેલ જાજો હોવા થી સમસ્યા નું કારણ પણ બની જાય છે. મેલ વધી જવા થી કાનમાં સંભળાતું બંધ થઇ જાય છે. તેમજ જયારે કાન નો મેલ કઠોર થઇ જાય ત્યારે તેનાથી કાનનો દુખાવો પણ થાય છે. તો ચાલો જોઈએ કેટલાક આસન અને ઘરેલું ઉપાયો જેના દ્વારા સરળતાથી આપણે કાન નો મેલ સાફ કરી શકીએ.
ગરમ પાણીમાં મીઠું નાખીને મિક્સ કરવું. પછી એ પાણી માં રૂ ને પલાળીને ભીનું કરવું ત્યાર પછી કાનમાં તેના ટીપાં નાખવા થોડી વાર પછી કાનને બીજી બાજુ પલટાવી બધું પાણી બહાર કાઢી નાખવું. આ રીતે કરવાથી કાનનો બધો મેલ ઓગળીને બહાર આવી જાય છે. નાના બાળકોના બેબી ઓઈલના થોડા ટીપા પણ કાનમાં નાખવા જોઈએ અને થોડીવાર ટીપાને રાખી કાનની સફાઈ કરવી, જેનાથી બધો જ મેલ સરળતાથી સાફ થઇ જાય છે.