ભારતભરમાં બગીચાઓમાં તથા રસ્તા કાંઠે શોભાના વૃક્ષ તરીકે રોપવામાં આવે છે. ટેકરાળ વિસ્તારમાં પણ સારી રીતે ઊગી શકે છે. કાંચનાર એ એક સુંદર પુષ્પો ધરાવતું વૃક્ષ છે. ભારતીય ઉપખંડમાં પ્રખ્યાત એવી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સામાં આ વૃક્ષના ઉપાંગોનો ઉપયોગ કરવામાં આવેલો છે. ગુજરાતમાં પતરાળા પણ આજકાલ આ વૃક્ષનાં પાનમાંથી બને છે, જે પહેલા ખાખરાનાં પાનમાંથી બનતા હતાં.
કાંચનાર તુરું, શીતળ, કફ અને પીત્તનાશક છે. એની છાલનું ચુર્ણ અડધીથી એક ચમચી દિવસમાં બે વાર પાણી સાથે લેવાથી શરીરમાં ચરબીની ગાંઠો ઓગળે છે. કાંચનારની ગુગળ સાથે બનાવેલી ઔષધ બનાવટને કાંચનાર ગુગળ કહે છે. એની બબ્બે ગોળી દિવસમાં બે વાર ભુકો કરી લેવાથી ચરબીની ગાંઠો, કંઠમાળ, આમળ નીકળવી, મળમાર્ગના ચીરા, હરસ, ભગંદર, ન રુઝાતાં ચાંદાં, ગડગુમડ વગેરે મટે છે.
કાંચનાર ના ફૂલને ખાંડ સાથે ઘોળીને શરબત જેવું બનાવીને સવાર સાંજ પીવાથી કબજિયાત દુર થાય છે અને મળ સાફ થાય છે. કાંચનાર ના ફૂલોનું ગુલકંદ રાત્રે સુતા પહેલા ૨ ચમચી ની માંત્રમાં થોડા દિવસો સેવન કરવાથી પેટ સાફ થાય છે જેનાથી કબજિયાત દુર થાય છે.
કાંચનાર ની છાલ નું ચૂર્ણ બનાવીને ૨ થી ૪ ગ્રામ ની માત્રામાં ખાવાથી રોગમાં લાભ થાય છે. તેનો પ્રયોગ રોજ સવારે સાંજે કરવાથી ત્વચા અને રસ ગ્રંથીઓ ની ક્રિયા સારી થઇ જાય છે. ત્વચાની સુન્નતા દુર થાય છે.
કાંચનાર ની છાલ નો ઉકાળો બનાવીને, તેમાંથી ૨૦ મિલીગ્રામ ઉકાળા માં સુંઠ ભેળવીને સવાર સાંજ પીવાથી શરીર ની ગળા ની ગાંઠ ને ઓગળી નાખે છે. કાંચનાર ની છાલ નું ચૂર્ણ બનાવી લો અને આ ચૂર્ણ ૩ ગ્રામ ની માત્ર માં એક ગ્લાસ છાશ સાથે લો. તેનું સેવન રોજ સવાર સાંજ કરવાથી બબાસીર એટલે ખૂની બબાસીર માં ખુબ જ લાભ મળે છે.
કાચનાર ની છાલ ને પાણીમાં ઉકાળીને તે ઉકાળેલ પાણીને ગાળીને એક બોટલ માં બંધ કરીને રાખી દો. આ પાણી ૫૦-૫૦ મિલીલીટર ની માત્ર માં ગરમ કરીને રોજ ૩ વખત કોગળા કરો. તેનાથી દાંતનો દુઃખાવો, લોહી નીકળવું, પેઢા નો સોજો અને પાયોરિયા દુર થઇ જાય છે. કચનારાની છાલ નો ઉકાળો બનાવીને દિવસમાં ૨ વખત પીવાથી દસ્ત રોગ માં સારું થાય છે.