પેટ ઘટાડવા, ખરજવા ઉપરાંત અન્ય ઘણા રોગોમાં મદદરૂપ એવા આ સ્ટાર ફ્રૂટ,અણમોલ ફાયદા જાણી ને તમે ચોંકી જાશો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કમરખને અંગ્રેજી ભાષામાં સ્ટાર ફળ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા દેશોમાં તેને કેરેમ્બોલા પણ કહેવામાં આવે છે. તે એક વિદેશી ફળ છે જે મોટાભાગે દક્ષિણપૂર્વ એશિયામાં ઉગે છે. આ ફળ સ્વાદમાં ખાટા હોય છે અને વિટામિન સીથી ભરપુર હોય છે. આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણા એવા પોષક તત્વો હાજર હોય છે જે આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

કમરખ એક ફળ છે. આ ફળ ભારત સહીત એશિયા અને વિશ્વના કેટલાક દેશોમાં મળી આવે છે. અંગ્રેજીમાં આને સ્ટાર ફ્રૂટ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ અથાણા અને ચટણીમાં વધારે કરવામાં આવે છે, કારણ કે તેનો સ્વાદ ખાટો હોય છે. તેનો રંગ લીલો તથા પીળો હોય છે, પણ પાક્યા પછી તે નારંગી જેવો થઈ જાય છે. કમરખમાં ઘણા ઔષધીય ગુણ મળી આવે છે, જે ઘણા પ્રકારની બીમારીઓમાં લાભદાયક હોય છે. ખાસકરીને આંખોની દૃષ્ટિ માટે તે રામબાણ ફળ છે.

આ ફળ વજનથી પીડિત લોકો માટે ખૂબ ફાયદાકારક છે. જો તમારા શરીરમાં બિનજરૂરી ચરબી હોય તો તમારે આ ફળનું નિયમિત સેવન કરવું જોઈએ. આ ફળમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સની માત્રા ઓછી હોય છે. જેના કારણે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે રહેતું નથી.

કમરખમાં પોટેશિયમ ઉચ્ચ માત્રામાં મળી આવે છે, જે લોહીના દબાણ એટલે કે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદગાર થાય છે. તેના માટે રોજ કમરખ ફળનું સેવન કરી શકો છો. તે બજારમાં સરળતાથી મળી જશે.

સ્કીન માટે અતિ ઉત્તમ:

તેમાં એંટી-ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે, જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. સાથે જ તે ચહેરા પરના ડાઘાને પણ ખતમ કરવામાં મદદગાર થાય છે. તેના માટે તમે દરરોજ કમરખનું સેવન કરી શકો છો.આ ફળમાં હાજર વિટામિન સી આપણા શરીરનું લોહ ગ્રહણ કરે છે જેના કારણે આ ફળ એનિમિયાના દર્દીઓ માટે વરદાન છે.

કમરખ ફળનો સ્વાદ ખાટો હોય છે.  તેમાં વિટામિન-સી મળી આવે છે. અને વિટામિન-સી ના સેવનથી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનીટી સિસ્ટમ) મજબૂત થાય છે. તમે ઈચ્છો તો તેનું અથાણાં અને ચટણીના રૂપમાં સેવન કરી શકો છો.

વિશેષજ્ઞોનું માનીએ તો તેમાં ફાયબર વધારે હોય છે. તેના સેવનથી ભૂખ પર નિયંત્રણ મેળવી શકાય છે. તેને ખાવાથી પેટ ભરેલું હોય એવો અનુભવ થાય છે.તેનાથી કેલરી ગેઇન નથી થતી સાથે જ વર્કઆઉટ કરવાથી ચરબી પણ ઓગળે છે. આ કારણે મોટાપામાં કમરખ ફાયદાકારક છે. વજન ઓછું કરવા માટે કમરખ ઉપયોગી ફળ છે.

જ્યારે શરીરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધુ હોય છે, ત્યારે રોગોનું જોખમ વધવાનું શરૂ થાય છે. આ ફળનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. તેના નિયમિત સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે અને સારું કોલેસ્ટરોલ વધે છે.

પાચન એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, જેના દ્વારા આપણું શરીર પોષક તત્વો ને અવશોષિત કરી શકે છે. કમરખ માં સોલ્યુબલ ફાઈબર ની જરૂરી માત્રા હોય છે. સોલ્યુબલ ફાઈબર પાણી માં મળીને પાચન ક્રિયા ને ખૂબ સારી કરે છે. પાચન ક્રિયા વધુ સારી હોવાથી આપણે ગેસ્ટ્રો ની સમસ્યા થી બચી શકીયે છીએ.

હૃદય રોગમાં કમરખ ખૂબ ફાયદાકારક છે. આ ફળમાં કુદરતી રીતે ફાઇબર અને પોટેશિયમ હોય છે. જે હૃદયની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. હૃદયરોગમાં, જ્યારે દર્દી ઓછા સોડિયમવાળા પોટેશિયમનું વધુ સેવન કરે છે. ત્યારે હૃદય સંબંધિત રોગો અદૃશ્ય થવા લાગે છે. આ ફળનું નિયમિત સેવન કરવાથી લોહીમાં ટ્રાઇ ગ્લાયરોઇડનું પ્રમાણ ઓછું થાય છે અને સાથે જ લોહીમાં ગંઠાઇ જવાની સમસ્યા પણ ઓછી થાય છે.

દાદ ખૂજલી માટે ઉત્તમ:

ફળ થી દાદ ખુજલી થી પણ રાહત મળે છે તેમા વિટામિન સી હોય છે જે થી રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે છે.આ ફળ નો રસ ખાવા થી ડિપ્રેશન થતું નથી. આ રસ અને બદામ નું તેલ માં ભેગું કરીને લગાવાથી વાળ માં ખોડો થતો નથી. વાળ ને વધારવા માટે વિટામિન બી-6 કોમ્પ્લેક્સ ની જરૂર હોય છે, જે વાળ ને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

કમરખ માં વિટામિન બી-6 વધારે પ્રમાણ માં જોવા મળે છે જેના ઉપયોગ થી વાળ ને વધારવામાં મદદ મળે છે. તો આવી રીતે કમરખ આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે. અને જો બાળકો ને જો પેટ માં થતા કરમિયા થાય તો તેના થી છુટકારો મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top