ગણપતિજીને આપણે જે ઘાસ એટલે કે વનસ્પતિ ચડાવીએ છીએ તેને દુર્વા કહે છે. આયુર્વેદમાં દુર્વાને ચમત્કારિક વનસ્પતિ કહેવામાં આવી છે.દુર્વા એક પવિત્ર વનસ્પતિ છે. જેનો ઉપયોગ પૂજા પાઠ દરમિયાન કરવામાં આવે છે. સાથે સાથે દુર્વા એક ઔષધિ તરીકે પણખૂબજ ઉપયોગી છે કેમકે દુર્વામાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે.
દુર્વાના રસને લીલું લોહી પણ કહે છે. દુર્વાનો રસ પીવાથી લોહીની ઉણપ દૂર થાય છે. દુર્વાના સેવનથી લોહી શુદ્ધ થાય છે. દુર્વા લોહીને સાફ કરી રક્ત કોશિકાઓ વધારે છે. જે લોકોને એનિમિયાની તકલીફ હોય એમણે દુર્વાના રસનું સેવન કરવું જોઈએ. તેનાથી હિમોગ્લોબીન વધે છે.
આયુર્વેદમાં ચમત્કારી વનસ્પતિ ગણાતી દુર્વાનો સ્વાદ તૂરો-મીઠો હોય છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફાઈબર, પોટેશિયમ વગેરે ભરપૂર માત્રામાં હોય છે. તેમાં પિત્ત, કબજિયાત જેવી અનેક બીમારીઓ દૂર કરવાની ક્ષમતા રહેલી છે.
આયુર્વેદના જાણકારોના મતે દુર્વા અને ચૂનાને એકસરખા પ્રમાણમાં પાણીમાં પીસી માથા પર લેપ કરવામાં આવે તો માથાના દુઃખાવામાં પણ ફાયદો થાય છે. દૂર્વામાં ગ્લાઈસેમિક ક્ષમતા સારી હોય છે. આ ઘાસના અર્કથી મધુમેહના દર્દીઓ પર મહત્વપૂર્ણ હાઈપોગ્લિસીમિક પ્રભાવ પડે છે. તેનો સેવન ડાયબિટીક દર્દીઓ માટે લાભદાયક છે.
આયુર્વેદ મુજબ ચમત્કારી વનસ્પતિ દૂર્વાનો સ્વાદ કસેલો મીઠું હોય છે. જેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફાઈબર પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે જુદા-જુદા પ્રકારન પિત્ત અને કબ્જ વિકારોને દૂર કરવામાં રામબાણ કામ કરે છે. આ પેટના રોગો, યૌન રોગ, લીવર રોગના માટે અસરદાર ગણાય છે.
દુર્વામાં એન્ટિસેપ્ટિક તત્વો રહેલા છે જે સ્કીન પ્રોબ્લેમ્સ દૂર કરવા માટે ખૂબજ ઉપયોગી છે. સ્કીનમાં આવતી ખંજવાળ કે બીજીકોઈ સમસ્યામાં દુર્વાનો ઉપયોગ રાહત આપે છે. દૂર્વાની પેસ્ટ બનાવી તેમાં થોડી હળદર ઉમેરી પેસ્ટ બનાવી ચહેરા પરના ખીલ કેફોલ્લીઓ પર લગાડવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે. રોજ સવારે દુર્વાનો રસ પીવાથી સ્કીનને લગતી સમસ્યાઓ દૂર થાય છે.
નકસીરની પરેશાની થવા પર દાડમના ફૂલના રસની સાથે સાથે મિક્સ કરી તેની 1 થી 2 ટીંપા નાકમાં નાખવાથી નકસીરમાં આરામ મળે છે અને નાકથી લોહી આવવાનું તરત બંદ થઈ જાય છે.
આયુર્વેદના જાણકારોના મતે દુર્વા અને ચૂનાને એકસરખા પ્રમાણમાં પાણીમાં પીસી માથા પર લેપ કરવામાં આવે તો માથાના દુઃખાવામાં પણ ફાયદો થાય છે. દૂર્વાનો પ્રયોગ રક્ત પ્રદર અને ગર્ભપાતમાં પણ ઉપયોગી છે. દૂર્વાના ર્સમાં સફેદ ચંદન અને શાકત મિક્સ કરી પીવાથી રક્તપ્ર્દ્રર્ માં તરત લાભ મળે છે. તેની સાથે જ પ્રદર રોગ, રક્તસ્ત્રાવ અને ગર્ભપાતના કારણે રક્તસ્ત્રાવમાં આરામ મળે છે અને લોહી વહેવું બંદ થઈ જાય છે.
દુર્વાના રસને મિશ્રી સાથે મિક્સ કરી પીવાથી પેશાબમાં લોહી પડતુ હોય તો રાહત મળે છે. 1 કે 2 ગ્રામ દુર્વાની પેસ્ટને દૂધમાં મિક્સ કરી ગાળીને પીવાથી યુરિન ઈન્ફેક્શનથી છૂટકારો મળે છે.
સવારે ખાલી પેટ 2-3 ચમચી દુર્વાનો રસ પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. હૃદયને લગતા રોગો મટેપણ દુર્વા ગુણકારી છે.દુર્વા કોલેસ્ટ્રોલને દૂર કરે છે . આમ દૂર્વા અનેક રોગો માં રામબાણ ઈલાજ છે.