બળ, વીર્ય અને રક્ત નો સ્ત્રોત છે આ ઉનાળાના અમૃત તરીકે ઓળખાતું આ ફળ, જરૂર જાણવા જેવા છે ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઉનાળો એટલે કેરીની સીઝન, કાચી હોય કે પાકી કેરી સૌની ભાવતી હોય છે. ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઇને પેટમાં ટાઢક સુધીનું કામ કેરી કરે છે. હોળી બાદ જ કાચી કેરીની શરૂઆત થઇ જાય છે. દરેક ઘરમાં કેરી આવી પહોંચે છે. કાચી કેરીને જોઇને બાળકોથી માંડીને આબાલ વૃદ્ધનું મન લલચાઈ જાય છે. ગરમીમાં ખાટી કેરી ખાવાના ઘણા ફાયદા છે.

એક કાચી કેરીમાં 35 સફરજન, 18 કેળા, 9 લિંબુ અને 3 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે. કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી. કાચી કેરીનો ઉપયોગ ફક્ત ખાદ્યપદાર્થો બનાવવા માટે જ થાય છે સાથે તે સ્વસ્થ રહેવા માટે પણ વાપરી શકાય છે.

કાચી કેરીનું સેવન કરવાથી બ્લડ ડિસઓર્ડરથી બચી શકાય છે, સાથે જ લોહી સાફ કરવામાં પણ ઘણી મદદ મળે છે.
વજન ઓછું કરવા માંગતા લોકો માટે કાચી કેરી ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. પાકેલી કેરીનું સેવન કરીને તમે વધુ કેલરી મેળવી શકો છો. પરંતુ કાચી કેરી ખાવાથી તમને ખૂબ ઓછી કેલરી મળે છે અને તમારું વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.

કાચી કેરીમાં સારી માત્રામાં ફાઇબર હોય છે જે ભૂખ લાગવાનું બંધ કરવામાં મદદ કરે છે. તેથી જો કાચી કેરીનું નિયમિત સેવન કરવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. કાચી કેરી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે સાથે જ આપણને કેટલાય રોગોથી લડવાની ક્ષમતા આપે છે. કાચી કેરી માં વિટામિન સી વધુ હોવાથી લોહીના રોગ સામે લડવામાં મદદ મળે છે.

રક્તવિકારની સમસ્યાને કાચી કેરીના સેવનથી દૂર કરી શકાય છે. કાચી કેરીમાં રહેલાં વિટામિન સી થી લોહીની કોશિકાઓમાં સ્થિતિ સ્થાપકતા આવે છે અને નવી કોશિકાઓ બનાવવામાં પણ મદદ મળે છે. કાચી કેરીમાં રહેલા વિટામીન સીથી લોહીની કોષિકાઓમાં સ્થિતિસ્થાપક્તા આવે છે અને નવી કોષિકાઓ બનાવામાં પણ મદદ મળે છે. કાચી કેરીનો ઉપયોગ માત્ર ખાદ્યપદાર્થો બનાવવા માટે જ નહીં પણ તંદુરસ્ત રહેવા માટે પણ કરી શકાય છે.

કાચી કેરીનું સેવન કરવાથી બ્લડની તકલીફથી બચી શકાય છે. ડાયાબીટીસથી પીડિત લોકો માટે કાચી કેરીનું સેવન કરવું ફાયદામંદ હોય છે, કારણકે કાચી કેરીના સેવનથી સુગર લેવલને ઓછુ કરવામાં મદદ મળે છે. જેનાથી ડાયાબીટીસથી રાહત મળે છે.લોહીમાં વિષાક્ત પદાર્થ હોવાના કારણે ચહેરા પર ખીલ નીકળે છે અને ઘણા પ્રકારના ચામડી રોગોથી જોડાયેલી સમસ્યા થાય છે. અમુક દિવસો સુધી કાચી કેરીનો રસ પીવાથી રક્ત સાફ થાય છે.જેનાથી ચહેરા પર થતા ખીલ તેમજ ચામડી રોગો થી મુક્તિ મળે છે.

ઉનાળાની મૌસમ માં લુ લગાવી નાની સમસ્યા થઇ જાય છે. જેનાથી ઘણી વાર ઉલ્ટી, તાવ, જેવી સમસ્યા થઇ જાય છે. આ સમસ્યા થી છુટકારો આપવામાં કાચી કેરી ખુબ જ મદદગાર હોય છે. એના માટે કાચી કેરીને આગમાં શેકીને આનું શરબત બનાવીને પીવાથી અને શરીર પર માલીશ કરવાથી લુની સમસ્યાથી છુટકારો મળે છે. સાથે જ દરરોજ આ શરબત પીવાથી લુ લાગવાની શક્યતા ઓછી થઇ જાય છે.

એસિડિટીની ફરિયાદ રહેતી હોય તેમણે ખાસ બપોરના ભોજનમાં કાચી કેરી લેવી જોઈએ. આજના સમયમાં અનિયમિત ખાન-પાનના કારણે એસિડિટી સામાન્ય થઇ ગઇ છે. પરંતુ કાચી કેરીના સેવનથી એસિડિટીની સમસ્યા થતી નથી. કાચી કેરીથી ફક્ત પેઢા જ નહીં દાંત પણ સાફ થાય છે. કાચી કેરીના કારણે દાંત લાંબા સમય સુધી મજબૂત રહે છે. તેમજ મોઢામાંથી આવતી શ્વાસની દુર્ગંધ પણ દુર થાય છે.

ઉનાળા દરમિયાન શરીરને વધુ પાણીની જરૂર પડે છે. કારણ કે આ સમયગાળા દરમિયાન પર્યાવરણીય પ્રભાવને કારણે પાણીનું શોષણ ખૂબ ઝડપથી થાય છે. પરંતુ શરીરમાં પાણીનો અભાવ તમારા પેટ અને પાચનની સમસ્યાઓમાં વધારો કરી શકે છે. પેટની સમસ્યાઓ જેવી કે ઝાડા, અપચો, મરડો અને ગુદા ફિશર જેવા લક્ષણો ઘટાડવા માટે તમે ઉનાળામાં કાચી કેરી લઈ શકો છો.

જ્યારે કાચી કેરી ખાઓ છો ત્યારે તેમાંના ઘટકો તમને ખાધેલા અન્ય ખોરાકને પચાવવામાં મદદ કરે છે. જેના દ્વારા આંતરડા સરળતાથી સાફ રાખી શકાય છે. ગરમીમાં કાચી કેરી ખાવાથી ખાસ કરીને કબજિયાત મટે છે. જો કબજિયાત છે તો કાચી કેરી ખાઓ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top