પેટ ના રોગો નું મૂળ વર્ષો જુની કબજિયાત ને 100% જડમૂળ થી દૂર કરવાના અસરકારક ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દરરોજ નિયમિત મળશુદ્ધિ ન થવી તેને કબજીયાત કહેવામાં આવે છે. કબજિયાત એટલે આંતરડાની આદતોમાં ફેરફાર, જેમાં મળનું પ્રમાણ ઘટે છે, મળ કઠણ થાય છે, મળનું બંધારણ ખૂબ કઠણ હોય કે ગાંઠો થઇ જતી હોય તો મળપ્રવૃત્ત થવામાં વાર લાગે, મળદ્વારના સ્નાયુ-રક્તવાહિની પર દબાણ-ઘર્ષણ થવાથી પાઈલ્સ, ફિશર કે મળદ્વારમાં સોજો-બળતરા જેવી તકલીફ થતી હોય છે.

શરીરને પડતી શક્તિની જરૂરિયાત પૂરી પાડવા જે રીતે ભૂખ-તરસનાં સ્વાભાવિક સંવેદનો અનુભવાય છે. તેવી જ રીતે ખોરાકનાં પાચન-પોષણ બાદ બીનજરૂરી મળરૂપ પદાર્થનાં નિકાલ માટે મળપ્રવૃત્તિનાં સંવેગ પણ કુદરતી રીતે અનુભવાય તથા મળનાં આવેગને રોકવામાં ન આવે તે આરોગ્ય માટે જરૂરી છે. આયુર્વેદ રોગ થવાનાં વિવિધ કારણો પૈકી કુદરત દ્વારા મોકલાતા સંકેતરૂપી ભૂખ, તરસ, છીંક, બગાસુ, મળ-મૂત્ર પ્રવૃત્તિ વગેરેનાં વેગને પરાણે રોકવાને પણ ગણાવે છે.

જો પેટની બીમારીઓની વાત કરીએ તો પેટમાં કબજિયાત રહેવી એક ખુબ મોટી સમસ્યા છે. જોપેટ સાફ ન હોય તો  તો સારી રીતે ઊંઘ પણ આવતી નથી. વેગને રોકવાથી શરીરનાં વિવિધ અવયવોનાં તાલમેલથી થતી બહુવિધ, બહુઆયામી જૈવરાસાયણિક પ્રક્રિયામાં અવરોધ ઉભો થાય છે. જેની આડઅસર રોગોનું કારણ બને છે. સમય નો અભાવ, અન્ય શારીરિક-માનસિક કાર્યપ્રવૃત્તિમાં વ્યસ્તતાને પરિણામે મળપ્રવૃત્તિનાં વેગને  રોકવામાં આવે તો, તેની આડઅસર પાચનતંત્રની વિવિધ ક્રિયા પર થાય છે.

કબજિયાત થવાના કારણો ઓછા રેસાવાળો આહાર, શરીરમાં પાણી ઘટવું, હલનચલનમાં ઘટાડો, ચોક્કસ દવાઓનું સેવન, કોલોનના ચાંદા, જેમકે કોલોનનું કેન્સર
હાઇપોથાઇરોઇડિઝમ, કેલ્સીયમ\પોટેશીયમનું ઓછું પ્રમાણ, ડાયાબીટિક ગેસ્ટ્રોએન્ટરોપથી, પાર્કિન્સન્સ રોગ વગેરે હોય શકે. હકીકતમાં પાણી અને પાતળા પદાર્થોની ઉણપ કબજિયાતનું મુખ્ય કારણ છે. પાતળા પદાર્થોની કમીથી મળ આંતરડામાં સૂકાય જાય છે અને મળનો નિકાસ માટે જોર લગાવવું પડે છે.

જૂની કબજિયાત માટે 100% અસરકારક આયુર્વેદિક ઈલાજ:

ગમે તેટલી પણ જૂની કબજિયાત હોય તેના માટે ત્રિફલા ચૂર્ણ  ખૂબ જ સારી દવા છે. ગમે તેવી જૂની કબજિયાત ત્રિફલા ચૂર્ણ થી મટી શકે છે. ત્રિફલા ચૂર્ણ, આંબળા, હરડે અને બેહડાથી બને છે. રાત્રે એક લિટર પાણીમાં 20 ગ્રામ ત્રિફલા પલાળીને રાખો. સવારે આ પાણીને ગાળીને પીવું. આમ કરવાથી કબજિયાતથી છૂટકારો મળી જશે. તેને દુધમાં અથવા તો ગરમ પાણી સાથે પણ લઇ શકાય છે. સવારે નરણ કોઢે પણ હુંફાળા પાણી સાથે એક ચમચી ત્રિફલા લેવી જેનાથી ગમે તેવી કબજિયાત ની સમસ્યા માંથી છુટકારો મળે છે. (કોઈ પણ દવા નાં સ્ટોર માં કે આયુર્વેદિક સ્ટોર માં પણ મળી જશે)

અજમો એક ખુબ સારી દવા છે. રાત્રે સૂતી વખતે અજમો અને ગોળ બન્ને ભેળવી ને ચાવીને ખાઈ ને પાણી પીવું. જેનાથી સવારે પેટ સાફ થઈ જે છે. દાડમ નું જ્યુસ પણ પેટ સાફ કરે છે. દાડમ ના દાણા જો  ચાવીને ખાવામાં આવે તો તે પેટ સાફ કરે છે. જામફળ પણ પેટ સાફ કરવામાં ખુબ ઉપયોગી છે. તે ખાવાથી પેટ સાફ થઇ જાય છે. કાકડી અને ટમેટા જે ઘરમાં સહેલાઈથી મળી જાય છે તે ખાવાથી પણ પેટ સાફ થાય છે. રાત્રે દુધમાં ઘી ભેળવીને પીવાથી તેનાથી સવારે પેટ બિલકુલ સાફ થઇ જે છે.

પાણીને હમેશા ચીપિ ચીપિ ને મમળાવી ને પાણી પીવાથી લાળ પાણી સાથે ભળીને અંદર જશે અને જેટલી વધુ લાળ પેટમાં જશે પેટ એટલું જ સાફ થશે. કબજિયાત થતા વધુ માત્રામાં ગરમ પાણી પીવું. કબજિયાતના રોગીને પાતળા તરલ પદાર્થ અને સાદુ ભોજન જેવુ કે ઉપમા, ખિચડી વગેરે ખાવું. કબજિયાત દરમિયાન ઘણીવાર છાતીમાં બળતરા થવા લાગે છે. આ પરિસ્થિતિમાં એસીડીટી થવાથી અને કબજિયાત ને કારણે ખાંડ અને ઘી ને મિક્સ કરીને ખાલી પેટ ખાવુ જોઈએ.

કબજિયાતને દૂર કરવા માટે ઈસબગુલ ને રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં કે પાણીમાં મિક્સ કરીને  પીવું. ચિકાશવાળા પદાર્થો કબજિયાત દરમિયાન લેવાથી  ફાયદાકારક રહે છે. ગરમ પાણી અને ગરમ દૂધ કબજિયાત દૂર કરે છે. રાત્રે ગરમ દૂધમાં દિવેલ નાખીને પીવાથી કબજિયાત માં રાહત મળે છે. લીંબૂના રસને પાણીમાં નાખીને, દૂધમાં ઘી નાખીને, ગરમ પાણીમાં મધ નાખીને પીવાથી કબજિયાત દૂર થાય છે. સવાર સવારે ગરમ પાણી પીવાથી પણ કબજિયાત દૂર થવામાં ઘણી મદદ મળે છે.

અળસીના બીજનો પાવડર પાણીની સાથે લેવાથી કબજિયાત દૂર થવામાં મદદ મળે છે. સવારે ભૂખ્યા પેટે એક કપ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચવીને તેમા એક નાની ચમચી દિવેલ ઉમેરીને પીવું. આ પાણી પીવાના 15-20 મિનિટ બાદ પેટ સાફ થઇ જશે. તે સિવાય રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં 2-4 ટીંપા દિવેલ ઉમેરીને પીવું. જેથી સવારે પેટ સહેલાઇથી સાફ થઇ જશે.જો દિવેલ ના ભાવે તો  એક કપ દૂધમાં એક ચમચી શુદ્ધ ઘી ઉમેરીને પીવું.  રોજ તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થશે અને પેટ પણ તંદુરસ્ત રહેશે.

સવારે ખાલી પેટે અડધા લીંબુના રસમાં સંચળ મિક્સ કરીને નવશેકા પાણીની સાથે સેવન કરવાથી પણ પેટ સંબધિત સમસ્યા થી છુટકારો મળે છે. પપૈયામાં વિટામીન ડી ભરપૂર પ્રમાણમાં હોય છે. ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે તે પેટ માટે પણ ખૂબ ગુણકારી છે. રોજ દિવસમાં એક વાર પાકેલું પપૈયાનું સેવનકરવું. જેથી કબજિયાતની સમસ્યાથી રાહત મળશે. સૂકા અંજીરને રાતના સમયે પાણીમાં પલાળીને  સવારે ચાવીને ખાવું. તેને દૂધની સાથે પણ પી શકાય.  5-6 દિવસ સેવન કરવાથી કબજિયાત દૂર થશે.  પાલકનું શાક કે તેના જ્યૂસ નું સેવન કરવાથી પણ કબજિયાત માં રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top