જે આ પાઠ વાંચે તેના દરેક અટકેલાં કામ પૂર્ણ થઈ કલ્યાણ નિશ્ચિત..! અધિક માસ માં શ્રીવિષ્ણુનું પૂજન કરવું વિષ્ણુસહસ્ત્ર નામ દ્વારા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અધિકમાસનું હિંદુ ધર્મમાં અને તેમાં પણ ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ મહત્વ છે.પુરૂષોત્તમ માસ કે અધિકમાસ આમ તો ખગોળીય ઘટનાના આધાર પર મનાવવામાં આવે છે. ખગોળીય ગણના મુજબ દરેક ત્રીજા વર્ષે એક વર્ષમાં એક મહિનો વધુ હોય છે.જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ નથી હોતી એ અધિકમાસ હોય છે. અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. પુરુષોત્તમ એટલે સાક્ષાત ભગવાન શ્રી હરિ, અને માસ એટલે મહિનો એટલે એમ કહી શકાય કે પુરુષોત્તમ માસ એટલે ભગવાન વિષ્ણુનો મહિનો.

આ વધારાનો મહિનો હોવાથી તેને અધિકમાસ કહેવાય છે. તો સાથે જ તેને પુરૂષોત્તમ માસ પણ કહેવાય છે. કહેવાય છે કે વર્ષનો દરેક મહિનો કોઈને કોઈ દેવતા સાથે જોડાયેલો છે તેથી તેરમાં માસને અધિક નામથી ઓળખવામાં આવે છે. આ મહિનાને પોતાનું નામ આપવા બધા દેવોને વિનંતી કરવામાં આવી પણ બધા દેવોએ ના પાડી દીધી.

જેનાથી તે દુખી થઈને ભગવાન કૃષ્ણ પાસે ગયા અને ભગવાન કૃષ્ણએ આ માસને પોતાનુ નામ આપ્યુ. ત્યારથી તે માસને પુરૂષોત્તમ નામ મળ્યું, અને તે પુરૂષોત્તમ માસ તરીકે ઓળખાયો. આ સાથે જ આ માસને વરદાન પણ મળ્યુ કે આ મહિનામાં કરવામાં આવેલ દાન-પુણ્યનુ ફળ પણ વધુ મળશે. તેથી જ આ મહિનો દાન-પુણ્ય પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ મહિનો છે.

ભગવાન વિષ્ણુએ અધિક માસને પોતાનું પુરૂષોત્તમ નામ આપ્યું હોવાથી આ મહિનો ભગવાન વિષ્ણુની ઉપાસના કરવા માટેનો શ્રેષ્ઠ મહિનો છે. અને સાથે જ આ માસમાં ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ મહિનામાં સવારે સૂર્યોદય પહેલા ઊઠીને નિત્યકર્મ પૂર્ણ કરી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. હિંદુત્વમાં સૌથી વધુ પવિત્ર અને સૌથી વધુ રટણ કરવામાં આવતા સ્તોત્રોમાંનુ એક છે. વિષ્ણુ સહસ્રનામ મહાભારતમાં જોવા મળે છે તેમ વિષ્ણુના 1000 નામોની સૌથી જાણીતી આવૃત્તિ છે.

વિષ્ણુ સહસ્ત્ર નામ ના લાભ:

સહસ્રનામના પાઠના શ્રદ્ધાળુઓ એવો દાવો કરે છે કે તે કાયમી માનસિક શાંતિ લાવે છે અને તનાવમાંથી સંપૂર્ણ મુક્તિ આપે છે અને શાશ્વત જ્ઞાન આપે છે. વિષ્ણુ સહસ્રનામના અંતિમ શ્લોકોના (ફલશ્રુતિ) અનુવાદ આ મુજબ કહે છે: “અત્યારે કે પછી જે રોજ આ નામોનું શ્રવણ કે રટણ કરશે તે વ્યક્તિનું કશુ અહિત કે અશુભ નહીં થાય.” જે કોઈ સમર્પિત માનવ, સવારે વહેલો ઊઠીને પોતાને શુદ્ધ કરે છે,આ મનમાં વાસુદેવના ધ્યાન સાથે તેમના સમર્પિત આ સ્તોત્રનું રટણ કરે છે, તે માનવ ખૂબ કિર્તી મેળવે છે, તેની સાથેના લોકોમાં નેતૃત્વ મેળવે છે, સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ સમૃદ્ધિ મેળવે છે. તે બધા ભયોથી મુક્ત બનશે અને ખૂબ હિંમત અને બળ પ્રાપ્ત કરશે અને તે બધા રોગોથી મુક્ત થશે.

રૂપની સુંદરતા, દેહની શક્તિ, અને સદગુણી ચારિત્ર્ય તેની પ્રકૃતિ હશે. જે આ સ્તોત્રનો ભક્તિ અને ધ્યાનથી રોજ પાઠ કરે તેને માનસિક શાંતિ, ધૈર્ય, સમૃદ્ધિ માનસિક સ્થિરતા, સ્મૃતિ અને ખ્યાતિ મળશે જેઓ પણ લાભ અને સુખ ઈચ્છતા હોય તેમણે વ્યાસ દ્વારા રચિત આ ભક્તિમય સ્તોત્રનું રટણ કરવું જોઈએ. કમળ જેવા નયનવાળા (કમળ નયન), જે સર્વ લોકના સ્વામી છે, જે અજન્મ છે, અને જેમાંથી લોકો ઉત્પન્ન થયા છે અને જેમાં તે વિલીન થાય છે તેની આદરથી ભક્તિ કરનાર વ્યક્તિ ક્યારેય હારતો નથી.

વિષ્ણુસહસ્ત્ર નામ:

વિશ્વં વિષ્ણુર્વષટ્કારો ભૂતભવ્યભવત્પ્રભુઃ | ભૂતકૃદ્ભૂતભૃદ્ભાવો ભૂતાત્મા ભૂતભાવનઃ ‖ 1 ‖  પૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનાં પરમાગતિઃ | અવ્યયઃ પુરુષઃ સાક્ષી ક્ષેત્રજ્ઞોઽક્ષર એવ ચ ‖ 2 ‖ યોગો યોગવિદાં નેતા પ્રધાન પુરુષેશ્વરઃ | નારસિંહવપુઃ શ્રીમાન્ કેશવઃ પુરુષોત્તમઃ ‖ 3 ‖ સર્વઃ શર્વઃ શિવઃ સ્થાણુર્ભૂતાદિર્નિધિરવ્યયઃ | સંભવો ભાવનો ભર્તા પ્રભવઃ પ્રભુરીશ્વરઃ ‖ 4 ‖ સ્વયંભૂઃ શંભુરાદિત્યઃ પુષ્કરાક્ષો મહાસ્વનઃ | અનાદિનિધનો ધાતા વિધાતા ધાતુરુત્તમઃ ‖ 5 ‖ અપ્રમેયો હૃષીકેશઃ પદ્મનાભોઽમરપ્રભુઃ | વિશ્વકર્મા મનુસ્ત્વષ્ટા સ્થવિષ્ઠઃ સ્થવિરો ધ્રુવઃ ‖ 6 ‖ અગ્રાહ્યઃ શાશ્વતો કૃષ્ણો લોહિતાક્ષઃ પ્રતર્દનઃ | પ્રભૂતસ્ત્રિકકુબ્ધામ પવિત્રં મંગળં પરમ્ ‖ 7 ‖

ઈશાનઃ પ્રાણદઃ પ્રાણો જ્યેષ્ઠઃ શ્રેષ્ઠઃ પ્રજાપતિઃ | હિરણ્યગર્ભો ભૂગર્ભો માધવો મધુસૂદનઃ ‖ 8 ‖ ઈશ્વરો વિક્રમીધન્વી મેધાવી વિક્રમઃ ક્રમઃ | અનુત્તમો દુરાધર્ષઃ કૃતજ્ઞઃ કૃતિરાત્મવાન્‖ 9 ‖ સુરેશઃ શરણં શર્મ વિશ્વરેતાઃ પ્રજાભવઃ | અહસ્સંવત્સરો વ્યાળઃ પ્રત્યયઃ સર્વદર્શનઃ ‖ 10 ‖ અજસ્સર્વેશ્વરઃ સિદ્ધઃ સિદ્ધિઃ સર્વાદિરચ્યુતઃ | વૃષાકપિરમેયાત્મા સર્વયોગવિનિસ્સૃતઃ ‖ 11 ‖ વસુર્વસુમનાઃ સત્યઃ સમાત્મા સમ્મિતસ્સમઃ | અમોઘઃ પુંડરીકાક્ષો વૃષકર્મા વૃષાકૃતિઃ ‖ 12 ‖

રુદ્રો બહુશિરા બભ્રુર્વિશ્વયોનિઃ શુચિશ્રવાઃ | અમૃતઃ શાશ્વતસ્થાણુર્વરારોહો મહાતપાઃ ‖ 13 ‖ સર્વગઃ સર્વ વિદ્ભાનુર્વિષ્વક્સેનો જનાર્દનઃ | વેદો વેદવિદવ્યંગો વેદાંગો વેદવિત્કવિઃ ‖ 14 ‖ લોકાધ્યક્ષઃ સુરાધ્યક્ષો ધર્માધ્યક્ષઃ કૃતાકૃતઃ | ચતુરાત્મા ચતુર્વ્યૂહશ્ચતુર્દંષ્ટ્રશ્ચતુર્ભુજઃ ‖ 15 ‖ ભ્રાજિષ્ણુર્ભોજનં ભોક્તા સહિષ્નુર્જગદાદિજઃ | અનઘો વિજયો જેતા વિશ્વયોનિઃ પુનર્વસુઃ ‖ 16 ‖ ઉપેંદ્રો વામનઃ પ્રાંશુરમોઘઃ શુચિરૂર્જિતઃ | અતીંદ્રઃ સંગ્રહઃ સર્ગો ધૃતાત્મા નિયમો યમઃ ‖ 17 ‖ વેદ્યો વૈદ્યઃ સદાયોગી વીરહા માધવો મધુઃ| અતીંદ્રિયો મહામાયો મહોત્સાહો મહાબલઃ ‖ 18 ‖

મહાબુદ્ધિર્મહાવીર્યો મહાશક્તિર્મહાદ્યુતિઃ | અનિર્દેશ્યવપુઃ શ્રીમાનમેયાત્મા મહાદ્રિધૃક્ ‖ 19 ‖ મહેશ્વાસો મહીભર્તા શ્રીનિવાસઃ સતાંગતિઃ | અનિરુદ્ધઃ સુરાનંદો ગોવિંદો ગોવિદાં પતિઃ ‖ 20 ‖ મરીચિર્દમનો હંસઃ સુપર્ણો ભુજગોત્તમઃ | હિરણ્યનાભઃ સુતપાઃ પદ્મનાભઃ પ્રજાપતિઃ ‖ 21 ‖ અમૃત્યુઃ સર્વદૃક્ સિંહઃ સંધાતા સંધિમાન્ સ્થિરઃ | અજો દુર્મર્ષણઃ શાસ્તા વિશ્રુતાત્મા સુરારિહા ‖ 22 ‖ ગુરુર્ગુરુતમો ધામ સત્યઃ સત્યપરાક્રમઃ | નિમિષોઽનિમિષઃ સ્રગ્વી વાચસ્પતિરુદારધીઃ ‖ 23 ‖ અગ્રણીગ્રામણીઃ શ્રીમાન્ ન્યાયો નેતા સમીરણઃ| સહસ્રમૂર્ધા વિશ્વાત્મા સહસ્રાક્ષઃ સહસ્રપાત્ ‖ 24 ‖

આવર્તનો નિવૃત્તાત્મા સંવૃતઃ સંપ્રમર્દનઃ | અહઃ સંવર્તકો વહ્નિરનિલો ધરણીધરઃ ‖ 25 ‖ સુપ્રસાદઃ પ્રસન્નાત્મા વિશ્વધૃગ્વિશ્વભુગ્વિભુઃ | સત્કર્તા સત્કૃતઃ સાધુર્જહ્નુર્નારાયણો નરઃ ‖ 26 ‖ અસંખ્યેયોઽપ્રમેયાત્મા વિશિષ્ટઃ શિષ્ટકૃચ્છુચિઃ | સિદ્ધાર્થઃ સિદ્ધસંકલ્પઃ સિદ્ધિદઃ સિદ્ધિ સાધનઃ ‖ 27 ‖ વૃષાહી વૃષભો વિષ્ણુર્વૃષપર્વા વૃષોદરઃ | વર્ધનો વર્ધમાનશ્ચ વિવિક્તઃ શ્રુતિસાગરઃ ‖ 28 ‖ સુભુજો દુર્ધરો વાગ્મી મહેંદ્રો વસુદો વસુઃ | નૈકરૂપો બૃહદ્રૂપઃ શિપિવિષ્ટઃ પ્રકાશનઃ ‖ 29 ‖ ઓજસ્તેજોદ્યુતિધરઃ પ્રકાશાત્મા પ્રતાપનઃ | ઋદ્દઃ સ્પષ્ટાક્ષરો મંત્રશ્ચંદ્રાંશુર્ભાસ્કરદ્યુતિઃ ‖ 30 ‖

અમૃતાંશૂદ્ભવો ભાનુઃ શશબિંદુઃ સુરેશ્વરઃ | ઔષધં જગતઃ સેતુઃ સત્યધર્મપરાક્રમઃ ‖ 31 ‖ ભૂતભવ્યભવન્નાથઃ પવનઃ પાવનોઽનલઃ | કામહા કામકૃત્કાંતઃ કામઃ કામપ્રદઃ પ્રભુઃ ‖ 32 ‖ યુગાદિ કૃદ્યુગાવર્તો નૈકમાયો મહાશનઃ | અદૃશ્યો વ્યક્તરૂપશ્ચ સહસ્રજિદનંતજિત્ ‖ 33 ‖ ઇષ્ટોઽવિશિષ્ટઃ શિષ્ટેષ્ટઃ શિખંડી નહુષો વૃષઃ | ક્રોધહા ક્રોધકૃત્કર્તા વિશ્વબાહુર્મહીધરઃ ‖ 34 ‖ અચ્યુતઃ પ્રથિતઃ પ્રાણઃ પ્રાણદો વાસવાનુજઃ | અપાંનિધિરધિષ્ઠાનમપ્રમત્તઃ પ્રતિષ્ઠિતઃ ‖ 35 ‖ સ્કંદઃ સ્કંદધરો ધુર્યો વરદો વાયુવાહનઃ | વાસુદેવો બૃહદ્ભાનુરાદિદેવઃ પુરંધરઃ ‖ 36 ‖

અશોકસ્તારણસ્તારઃ શૂરઃ શૌરિર્જનેશ્વરઃ | અનુકૂલઃ શતાવર્તઃ પદ્મી પદ્મનિભેક્ષણઃ ‖ 37 ‖ પદ્મનાભોઽરવિંદાક્ષઃ પદ્મગર્ભઃ શરીરભૃત્ | મહર્ધિરૃદ્ધો વૃદ્ધાત્મા મહાક્ષો ગરુડધ્વજઃ ‖ 38 ‖ અતુલઃ શરભો ભીમઃ સમયજ્ઞો હવિર્હરિઃ | સર્વલક્ષણલક્ષણ્યો લક્ષ્મીવાન્ સમિતિંજયઃ ‖ 39 ‖ વિક્ષરો રોહિતો માર્ગો હેતુર્દામોદરઃ સહઃ | મહીધરો મહાભાગો વેગવાનમિતાશનઃ ‖ 40 ‖ ઉદ્ભવઃ, ક્ષોભણો દેવઃ શ્રીગર્ભઃ પરમેશ્વરઃ | કરણં કારણં કર્તા વિકર્તા ગહનો ગુહઃ ‖ 41 ‖ વ્યવસાયો વ્યવસ્થાનઃ સંસ્થાનઃ સ્થાનદો ધ્રુવઃ | પરર્ધિઃ પરમસ્પષ્ટઃ તુષ્ટઃ પુષ્ટઃ શુભેક્ષણઃ ‖ 42 ‖

રામો વિરામો વિરજો માર્ગોનેયો નયોઽનયઃ | વીરઃ શક્તિમતાં શ્રેષ્ઠો ધર્મોધર્મ વિદુત્તમઃ ‖ 43 ‖ વૈકુંઠઃ પુરુષઃ પ્રાણઃ પ્રાણદઃ પ્રણવઃ પૃથુઃ | હિરણ્યગર્ભઃ શત્રુઘ્નો વ્યાપ્તો વાયુરધોક્ષજઃ ‖ 44 ‖ ઋતુઃ સુદર્શનઃ કાલઃ પરમેષ્ઠી પરિગ્રહઃ | ઉગ્રઃ સંવત્સરો દક્ષો વિશ્રામો વિશ્વદક્ષિણઃ ‖ 45 ‖ વિસ્તારઃ સ્થાવર સ્થાણુઃ પ્રમાણં બીજમવ્યયં | અર્થોઽનર્થો મહાકોશો મહાભોગો મહાધનઃ ‖ 46 ‖ અનિર્વિણ્ણઃ સ્થવિષ્ઠો ભૂદ્ધર્મયૂપો મહામખઃ | નક્ષત્રનેમિર્નક્ષત્રી ક્ષમઃ, ક્ષામઃ સમીહનઃ ‖ 47 ‖ યજ્ઞ ઇજ્યો મહેજ્યશ્ચ ક્રતુઃ સત્રં સતાંગતિઃ | સર્વદર્શી વિમુક્તાત્મા સર્વજ્ઞો જ્ઞાનમુત્તમં ‖ 48 ‖ સુવ્રતઃ સુમુખઃ સૂક્ષ્મઃ સુઘોષઃ સુખદઃ સુહૃત્ | મનોહરો જિતક્રોધો વીર બાહુર્વિદારણઃ ‖ 49 ‖

સ્વાપનઃ સ્વવશો વ્યાપી નૈકાત્મા નૈકકર્મકૃત્| | વત્સરો વત્સલો વત્સી રત્નગર્ભો ધનેશ્વરઃ ‖ 50 ‖ ધર્મગુબ્ધર્મકૃદ્ધર્મી સદસત્ક્ષરમક્ષરમ્‖ અવિજ્ઞાતા સહસ્ત્રાંશુર્વિધાતા કૃતલક્ષણઃ ‖ 51 ‖ ગભસ્તિનેમિઃ સત્ત્વસ્થઃ સિંહો ભૂત મહેશ્વરઃ | આદિદેવો મહાદેવો દેવેશો દેવભૃદ્ગુરુઃ ‖ 52 ‖ ઉત્તરો ગોપતિર્ગોપ્તા જ્ઞાનગમ્યઃ પુરાતનઃ| શરીર ભૂતભૃદ્ ભોક્તા કપીંદ્રો ભૂરિદક્ષિણઃ ‖ 53 ‖ સોમપોઽમૃતપઃ સોમઃ પુરુજિત્ પુરુસત્તમઃ | વિનયો જયઃ સત્યસંધો દાશાર્હઃ સાત્વતાં પતિઃ ‖ 54 ‖

જીવો વિનયિતા સાક્ષી મુકુંદોઽમિત વિક્રમઃ | અંભોનિધિરનંતાત્મા મહોદધિ શયોંતકઃ ‖ 55 ‖ અજો મહાર્હઃ સ્વાભાવ્યો જિતામિત્રઃ પ્રમોદનઃ | આનંદોઽનંદનોનંદઃ સત્યધર્મા ત્રિવિક્રમઃ ‖ 56 ‖ મહર્ષિઃ કપિલાચાર્યઃ કૃતજ્ઞો મેદિનીપતિઃ | ત્રિપદસ્ત્રિદશાધ્યક્ષો મહાશૃંગઃ કૃતાંતકૃત્ ‖ 57 ‖ મહાવરાહો ગોવિંદઃ સુષેણઃ કનકાંગદી | ગુહ્યો ગભીરો ગહનો ગુપ્તશ્ચક્ર ગદાધરઃ ‖ 58 ‖ વેધાઃ સ્વાંગોઽજિતઃ કૃષ્ણો દૃઢઃ સંકર્ષણોઽચ્યુતઃ | વરુણો વારુણો વૃક્ષઃ પુષ્કરાક્ષો મહામનાઃ ‖ 59 ‖ ભગવાન્ ભગહાઽઽનંદી વનમાલી હલાયુધઃ| આદિત્યો જ્યોતિરાદિત્યઃ સહિષ્ણુર્ગતિસત્તમઃ ‖ 60 ‖ સુધન્વા ખંડપરશુર્દારુણો દ્રવિણપ્રદઃ | દિવઃસ્પૃક્ સર્વદૃગ્વ્યાસો વાચસ્પતિરયોનિજઃ ‖ 61 ‖

ત્રિસામા સામગઃ સામ નિર્વાણં ભેષજં ભિષક્ | સન્યાસકૃચ્છમઃ શાંતો નિષ્ઠા શાંતિઃ પરાયણમ્| 62 ‖ શુભાંગઃ શાંતિદઃ સ્રષ્ટા કુમુદઃ કુવલેશયઃ | ગોહિતો ગોપતિર્ગોપ્તા વૃષભાક્ષો વૃષપ્રિયઃ ‖ 63 ‖અનિવર્તી નિવૃત્તાત્મા સંક્ષેપ્તા ક્ષેમકૃચ્છિવઃ | શ્રીવત્સવક્ષાઃ શ્રીવાસઃ શ્રીપતિઃ શ્રીમતાંવરઃ ‖ 64 ‖ શ્રીદઃ શ્રીશઃ શ્રીનિવાસઃ શ્રીનિધિઃ શ્રીવિભાવનઃ | શ્રીધરઃ શ્રીકરઃ શ્રેયઃ શ્રીમાંલ્લોકત્રયાશ્રયઃ ‖ 65 ‖ સ્વક્ષઃ સ્વંગઃ શતાનંદો નંદિર્જ્યોતિર્ગણેશ્વરઃ | વિજિતાત્માઽવિધેયાત્મા સત્કીર્તિચ્છિન્નસંશયઃ ‖ 66 ‖ ઉદીર્ણઃ સર્વતશ્ચક્ષુરનીશઃ શાશ્વતસ્થિરઃ | ભૂશયો ભૂષણો ભૂતિર્વિશોકઃ શોકનાશનઃ ‖ 67 ‖ અર્ચિષ્માનર્ચિતઃ કુંભો વિશુદ્ધાત્મા વિશોધનઃ | અનિરુદ્ધોઽપ્રતિરથઃ પ્રદ્યુમ્નોઽમિતવિક્રમઃ ‖ 68 ‖

કાલનેમિનિહા વીરઃ શૌરિઃ શૂરજનેશ્વરઃ | ત્રિલોકાત્મા ત્રિલોકેશઃ કેશવઃ કેશિહા હરિઃ ‖ 69 ‖ કામદેવઃ કામપાલઃ કામી કાંતઃ કૃતાગમઃ | અનિર્દેશ્યવપુર્વિષ્ણુર્વીરોઽનંતો ધનંજયઃ ‖ 70 ‖ બ્રહ્મણ્યો બ્રહ્મકૃદ્ બ્રહ્મા બ્રહ્મ બ્રહ્મવિવર્ધનઃ | બ્રહ્મવિદ્ બ્રાહ્મણો બ્રહ્મી બ્રહ્મજ્ઞો બ્રાહ્મણપ્રિયઃ ‖ 71 ‖ મહાક્રમો મહાકર્મા મહાતેજા મહોરગઃ |મહાક્રતુર્મહાયજ્વા  મહાયજ્ઞો મહાહવિઃ ‖ 72 ‖ સ્તવ્યઃ સ્તવપ્રિયઃ સ્તોત્રં સ્તુતિઃ સ્તોતા રણપ્રિયઃ | પૂર્ણઃ પૂરયિતા પુણ્યઃ પુણ્યકીર્તિરનામયઃ ‖ 73 ‖ મનોજવસ્તીર્થકરો વસુરેતા વસુપ્રદઃ| વસુપ્રદો વાસુદેવો વસુર્વસુમના હવિઃ ‖ 74 ‖ સદ્ગતિઃ સત્કૃતિઃ સત્તા સદ્ભૂતિઃ સત્પરાયણઃ | શૂરસેનો યદુશ્રેષ્ઠઃ સન્નિવાસઃ સુયામુનઃ ‖ 75 ‖

ભૂતાવાસો વાસુદેવઃ સર્વાસુનિલયોઽનલઃ | દર્પહા દર્પદો દૃપ્તો દુર્ધરોઽથાપરાજિતઃ‖ 76 ‖ વિશ્વમૂર્તિર્મહામૂર્તિર્દીપ્તમૂર્તિરમૂર્તિમાન્ | અનેકમૂર્તિરવ્યક્તઃ શતમૂર્તિઃ શતાનનઃ ‖ 77 ‖ એકો નૈકઃ સવઃ કઃ કિં યત્તત્ પદમનુત્તમં | લોકબંધુર્લોકનાથો માધવો ભક્તવત્સલઃ ‖ 78 ‖ સુવર્ણવર્ણો હેમાંગો વરાંગશ્ચંદનાંગદી | વીરહા વિષમઃ શૂન્યો ઘૃતાશીરચલશ્ચલઃ ‖ 79 ‖ અમાની માનદો માન્યો લોકસ્વામી ત્રિલોકધૃક્ | સુમેધા મેધજો ધન્યઃ સત્યમેધા ધરાધરઃ ‖ 80 ‖ તેજોઽવૃષો દ્યુતિધરઃ સર્વશસ્ત્રભૃતાંવરઃ | પ્રગ્રહો નિગ્રહો વ્યગ્રો નૈકશૃંગો ગદાગ્રજઃ ‖ 81 ‖ ચતુર્મૂર્તિ શ્ચતુર્બાહુ શ્ચતુર્વ્યૂહ શ્ચતુર્ગતિઃ | ચતુરાત્મા ચતુર્ભાવશ્ચતુર્વેદવિદેકપાત્ ‖ 82 ‖ સમાવર્તોઽનિવૃત્તાત્મા દુર્જયો દુરતિક્રમઃ | દુર્લભો દુર્ગમો દુર્ગો દુરાવાસો દુરારિહા ‖ 83 ‖ શુભાંગો લોકસારંગઃ સુતંતુસ્તંતુવર્ધનઃ | ઇંદ્રકર્મા મહાકર્મા કૃતકર્મા કૃતાગમઃ ‖ 84 ‖

ઉદ્ભવઃ સુંદરઃ સુંદો રત્નનાભઃ સુલોચનઃ | અર્કો વાજસનઃ શૃંગી જયંતઃ સર્વવિજ્જયી ‖ 85 ‖ સુવર્ણબિંદુરક્ષોભ્યઃ સર્વવાગીશ્વરેશ્વરઃ | મહાહૃદો મહાગર્તો મહાભૂતો મહાનિધિઃ ‖ 86 ‖ કુમુદઃ કુંદરઃ કુંદઃ પર્જન્યઃ પાવનોઽનિલઃ | અમૃતાશોઽમૃતવપુઃ સર્વજ્ઞઃ સર્વતોમુખઃ ‖ 87 ‖ સુલભઃ સુવ્રતઃ સિદ્ધઃ શત્રુજિચ્છત્રુતાપનઃ | ન્યગ્રોધોઽદુંબરોઽશ્વત્થશ્ચાણૂરાંધ્ર નિષૂદનઃ ‖ 88 ‖ સહસ્રાર્ચિઃ સપ્તજિહ્વઃ સપ્તૈધાઃ સપ્તવાહનઃ | અમૂર્તિરનઘોઽચિંત્યો ભયકૃદ્ભયનાશનઃ ‖ 89 ‖ અણુર્બૃહત્કૃશઃ સ્થૂલો ગુણભૃન્નિર્ગુણો મહાન્ | અધૃતઃ સ્વધૃતઃ સ્વાસ્યઃ પ્રાગ્વંશો વંશવર્ધનઃ ‖ 90 ‖

ભારભૃત્ કથિતો યોગી યોગીશઃ સર્વકામદઃ | આશ્રમઃ શ્રમણઃ, ક્ષામઃ સુપર્ણો વાયુવાહનઃ ‖ 91 ‖ ધનુર્ધરો ધનુર્વેદો દંડો દમયિતા દમઃ | અપરાજિતઃ સર્વસહો નિયંતાઽનિયમોઽયમઃ ‖ 92 ‖ સત્ત્વવાન્ સાત્ત્વિકઃ સત્યઃ સત્યધર્મપરાયણઃ | અભિપ્રાયઃ પ્રિયાર્હોઽર્હઃ પ્રિયકૃત્ પ્રીતિવર્ધનઃ ‖ 93 ‖ વિહાયસગતિર્જ્યોતિઃ સુરુચિર્હુતભુગ્વિભુઃ | રવિર્વિરોચનઃ સૂર્યઃ સવિતા રવિલોચનઃ ‖ 94 ‖ અનંતો હુતભુગ્ભોક્તા સુખદો નૈકજોઽગ્રજઃ | અનિર્વિણ્ણઃ સદામર્ષી લોકધિષ્ઠાનમદ્ભુતઃ ‖ 95 ‖

સનાત્સનાતનતમઃ કપિલઃ કપિરવ્યયઃ | સ્વસ્તિદઃ સ્વસ્તિકૃત્સ્વસ્તિઃ સ્વસ્તિભુક્ સ્વસ્તિદક્ષિણઃ ‖ 96 ‖ અરૌદ્રઃ કુંડલી ચક્રી વિક્રમ્યૂર્જિતશાસનઃ | શબ્દાતિગઃ શબ્દસહઃ શિશિરઃ શર્વરીકરઃ ‖ 97 ‖ અક્રૂરઃ પેશલો દક્ષો દક્ષિણઃ, ક્ષમિણાંવરઃ | વિદ્વત્તમો વીતભયઃ પુણ્યશ્રવણકીર્તનઃ ‖ 98 ‖ ઉત્તારણો દુષ્કૃતિહા પુણ્યો દુઃસ્વપ્નનાશનઃ | વીરહા રક્ષણઃ સંતો જીવનઃ પર્યવસ્થિતઃ ‖ 99 ‖ અનંતરૂપોઽનંત શ્રીર્જિતમન્યુર્ભયાપહઃ | ચતુરશ્રો ગભીરાત્મા વિદિશો વ્યાદિશો દિશઃ ‖ 100 ‖

અનાદિર્ભૂર્ભુવો લક્ષ્મીઃ સુવીરો રુચિરાંગદઃ | જનનો જનજન્માદિર્ભીમો ભીમપરાક્રમઃ ‖ 101 ‖ આધારનિલયોઽધાતા પુષ્પહાસઃ પ્રજાગરઃ | ઊર્ધ્વગઃ સત્પથાચારઃ પ્રાણદઃ પ્રણવઃ પણઃ ‖ 102 ‖ પ્રમાણં પ્રાણનિલયઃ પ્રાણભૃત્ પ્રાણજીવનઃ | તત્ત્વં તત્ત્વવિદેકાત્મા જન્મમૃત્યુજરાતિગઃ ‖ 103 ‖ ભૂર્ભુવઃ સ્વસ્તરુસ્તારઃ સવિતા પ્રપિતામહઃ | યજ્ઞો યજ્ઞપતિર્યજ્વા યજ્ઞાંગો યજ્ઞવાહનઃ ‖ 104 ‖ યજ્ઞભૃદ્ યજ્ઞકૃદ્ યજ્ઞી યજ્ઞભુક્ યજ્ઞસાધનઃ | યજ્ઞાંતકૃદ્ યજ્ઞગુહ્યમન્નમન્નાદ એવ ચ ‖ 105 ‖ આત્મયોનિઃ સ્વયંજાતો વૈખાનઃ સામગાયનઃ | દેવકીનંદનઃ સ્રષ્ટા ક્ષિતીશઃ પાપનાશનઃ ‖ 106 ‖

શંખભૃન્નંદકી ચક્રી શારંગધન્વા ગદાધરઃ | રથાંગપાણિરક્ષોભ્યઃ સર્વપ્રહરણાયુધઃ ‖ 107 ‖ શ્રી સર્વપ્રહરણાયુધ ઓં નમ ઇતિ | વનમાલી ગદી શારંગી શંખી ચક્રી ચ નંદકી | શ્રીમાન્નારાયણો વિષ્ણુર્વાસુદેવોઽભિરક્ષતુ ‖ 108 ‖ શ્રી વાસુદેવોઽભિરક્ષતુ ઓં નમ ઇતિ |

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top