તમે બધાએ નિર્મળીના ઝાડનું નામ ઘણીવાર સાંભળ્યું હશે. કરિયાણાની દુકાનમાં નિર્મળીનું બીજ જોયું પણ હશે. ઘણી જગ્યાએ નિર્મળી ઝાડ અથવા ફળનો ઉપયોગ ધાર્મિક હેતુ માટે પણ કરવામાં આવે છે, જ્યારે કેટલાક લોકો પાણીને સાફ કરવા માટે નિર્મળીના બીજનો પણ ઉપયોગ કરે છે.
નિર્મળીનું ઝાડ આશરે 12 મીટર ઊંચું અને કુટિલ છે. નિર્મળીના બીજ ઘણા જૂના સમયથી પાણી શુદ્ધ કરવા માટે વપરાય છે. પાણીથી ભરેલા વાસણમાં નિર્મળી ઘસીને થોડી નાંખવાથી પાણીમાંથી ગંદકી નીચે બેસી જાય છે અને પાણી સાફ થય જાય છે તેથી તેને નિર્મળી કહેવામાં આવે છે.
લોકો નિર્મળીના લાકડાને બાળીને પોતાના ઘરને શુદ્ધ કરવાનો પ્રયાસ કરે છે. નિર્મળી અનેક રોગોની સારવારમાં ફાયદાકારક છે. વધુ પડતી તરસ, આંખનો રોગ, પેશાબની બીમારીની જેવી સમસ્યામાં નિર્મળીનો ઉપયોગ ફાયદાકારક છે. પેટના કીડા, પેટમાં દુખાવો, પથરીની સમસ્યા અથવા શરદીના તમામ પ્રકારોમાં નિર્મળી ખૂબ જ ફાયદાકારક છે.
હવે અમે તમને જણાવીશું નિર્મળીથી થતાં અનેક ફાયદો વિશે. નિર્મળી, સિંધવ મીઠું અને મધ મિક્સ કરીને શુદ્ધ મસ્કરા બનાવો અને તેને આંખોમાં લગાવો. તે આંખોના બધા જ રોગોમાં ફાયદો કરે છે. નિર્મળીના ફળ અથવા બીજ મધ સાથે પીસી લો. તેમાં થોડું કપૂર મિક્સ કરીને નિયમિત મસ્કરાની જેમ લગાવવાથી આંખોના રોગમાં ફાયદો થાય છે અને આંખોની રોશની વધે છે. તેનાથી આંખોમાં દુખાવો ઓછો થાય છે.
1 નિર્મળી ફળનો પલ્પ કાઢી તેમાં મધ મેળવીને ચાટવાથી સુકી ખાંસી મટે છે. નિર્મળીના મૂળનો પાઉડર બનાવો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરો. 1 ગ્રામ આ મિશ્રણ લેવાથી ઝાડા અને કોલેરા મટે છે. નિર્મળીનાં દાણા પાણીમાં પીસીને નાભિની આસપાસ લગાવો. તેનાથી પેટના કરમિયા મરી જાય છે.
1 નિર્મળી બીજ પીસીને છાશમાં નાંખો. 5 દિવસ સુધી આ પીવાથી ઝાડા ની સમસ્યામાં ફાયદો થાય છે. નિર્મળીનું બીજ બાળી લો તેમાં 25 મિલિગ્રામ સાકર મેળવીને તેનું સેવન કરો. આનાથી લોહિવાળા બવાસીર માં રાહત મળે છે. નિર્મળી માં ડાયાબિટીસ વિરોધી ગુણધર્મો છે જે ડાયાબિટીસના લક્ષણો ઘટાડવામાં મદદ કરે છે. આ માટે 1-5 ગ્રામ શુદ્ધ બીજ છાશ સાથે પીસીને મધ મિક્સ કરો. તેનું સેવન કરવાથી તમામ પ્રકારની ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
નિર્મળીનો ઉપયોગ પેશાબના રોગોમાં પણ થઈ શકે છે, કારણ કે તેમાં મૂત્રવર્ધક ગુણધર્મો છે. તે પેશાબના પ્રવાહમાં વધારો કરે છે અને પેશાબના રોગોમાં લાભ પ્રદાન કરે છે. નિર્મળીને ઘી મા શેકીને આ ઘીનું સેવન કરવાથી પેશાબમાં લોહી નીકળવામાં રાહત થાય છે.
નિર્મળી અને નિર્મળીના બીજનો ઉકાળો બનાવો. 10-20 મિલી ઉકાળો પીવાથી પથરી નીકળી જાય છે. નિર્મળીના બીજ 1-2 પીસીને પાવડર બનાવો અને તેમાં ખાંડ મિક્સ કરો. આ ચૂર્ણ ખાવાથી અથવા નિર્મળી બીજ પીસીને દૂધ સાથે પીવાથી ગોનોરિયા માં ફાયદો થાય છે.
નિર્મળી ના મૂળને તેલમાં બરાબર શેકો. તેને ગાળીને માલિશ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. નિર્મળીના પાંદડા પીસીને ઘા પર લગાવવાથી ઘા ઝડપથી મટે છે. રક્તપિત્ત અને ચામડીના રોગોમાં નિર્મળીના મૂળને પીસીને લગાવવાથી ફાયદો થાય છે.
નિર્મળી એ વાત-પિત્ત-કફ શામક છે. આ કારણોસર, તે ત્રણેય દોષોના કારણે થતાં રોગોની સારવાર કરવામાં મદદગાર છે. નિર્મળી ફળને પીસીને વીંછીના ડંખ પર લગાવવાથી વીંછીના ડંખની પીડા, સોજો અને અન્ય અસરો મટે છે. નિર્મળી ને પાણીમાં પીસીને નાકમાં 4 ટીપાં નાખવાથી માથામાં થતી આધાશીશીની પીડામાં રાહત મળે છે.
જો શારીરિક નબળાઈ લાગે છે, તો પછી તેના બીજને દૂધમાં પકાવો, તે શરીરની નબળાઈ દૂર કરશે અને શરીર મજબૂત રાખશે. નિર્મળીના પાંદડા એન્ટીબેક્ટેરિયલ ગુણથી ભરેલા છે. તેના પાંદડા પીસી લો અને તેને ત્વચા રોગ પર લગાવવાથી તે પિમ્પલ્સ અને ચેપી રોગોથી રાહત આપે છે.
નિર્મળીના બીજને પાણીમાં પીસીને ધાધર, ખરજવું, આંખમાં બળતરા, આંખોનો દુખાવો વગેરે પર લગાવવાથી ફાયદો થાય છે. નિર્મળીના ફળનો રસ નાકમાં નાખવાથી અથવા કાજળની જેમ આંખમાં લગાવવાથી અથવા કાનમાં નાખવાથી ઘણા રોગમાં ફાયદો થાય છે.