અમુક વસ્તુઓ એવી હોય છે જેનું જમ્યા બાદ તરત જ સેવન કરવાથી અનેક સમસ્યાઓ ઊભી થાય છે. આ વસ્તુઓનું સેવન લાંબાગાળે નુકશાનકારક સાબિત થાય છે. આજે અમે એવી વસ્તુ વિશે જાણકારી આપવાના છીએ જેનું જમ્યા પછી તરત જ ક્યારેય સેવન ન કરવું જોઈએ. તો ચાલો હવે આપણે જાણીએ કઈ વસ્તુનું સેવન જમ્યા પછી ન કરવું જોઈએ.
સ્મોકિંગ શરીર માટે કેટલું ખરાબ છે તે આપણે બધા જાણીએ છીએ, પરંતુ જમ્યા પછી તો સ્મોકિંગ ક્યારેય કરવું જોઈએ નહીં, કારણકે જમ્યા પછી સ્મોકિંગ કરવામાં આવેલી એક સિગરેટ દસ સિગરેટ સ્મોકિંગ કર્યા બરાબર છે. આથી જમીને ક્યારેય પણ સ્મોકિંગ કરવું જોઈએ નહીં. આનાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
ઘણા લોકોને જમ્યા પછી ચા અથવા કોફી પીવાની ટેવ હોય છે. જેને યોગ્ય માનવામાં આવતું નથી. ડોકટરોના કહેવા પ્રમાણે, ખાધા પછી તરત જ ચા અથવા કોફી પીવાથી ખોરાકમાં રહેલા આયર્નનો નાશ થાય છે અને શરીરને પ્રોટીન મળતું નથી.
ઘણા લોકોને જમ્યા પછી તરત ફ્રુટ ખાવાની ટેવ હોય છે પરંતુ જણાવી દઈએ કે ફ્રુટ ને પચાવવા માટે સ્પેશિયલ આ પ્રકારના એન્ઝાઇમની જરૂર પડે છે અને ફ્રુટ પાચન માટે વધારે સમય લે છે. આથી ખાધા પછી તરત ફ્રૂટ ખાવાથી પણ પાચન ને લગતી સમસ્યાઓ, પેટ ફુલી જવું વગેરે પણ થઈ શકે છે.
ખાતી વખતે ક્યારેય ઠંડી અને ગરમ વસ્તુઓ સાથે ન ખાઓ. ઘણા લોકો દહીં ખાધા પછી ઉપરથી દૂધ પીવે છે. જેને યોગ્ય માનવામાં આવતું નથી. દહીં અને દૂધ એક સાથે પીવાથી પેટમાં દુખાવો થાય છે. તેવી જ રીતે, પનીર પર દહીં, દૂધ, ચા અથવા કોફી પીશો નહીં.
જમ્યા પછી જ્યુસ પીવુ એ યોગ્ય માનવામાં આવતું નથી અને આમ કરવાથી પાચનની પ્રક્રિયામાં અવરોધ આવે છે. તેથી જમ્યા પછી તરત જ જ્યુસ અથવા પીણાંનું સેવન ન કરો. જમ્યા પછીના ઓછામાં ઓછા બે કલાક પછી જ્યૂસ પીવુ હંમેશાં યોગ્ય માનવામાં આવે છે.
બપોરનું ભોજન કર્યા પછી થોડી પણ ઊંઘ ન લો. હંમેશાં ખાધા પછી થોડો સમય ચાલો અને ઓછામાં ઓછા અડધા કલાક પછી સૂઈ જાઓ. તરત જ ખોરાક લીધા પછી લેવાતી ઊંઘ દ્વારા ખોરાક યોગ્ય રીતે પચવામાં આવતું નથી અને પેટમાં દુખાવો થવાની ફરિયાદો પણ થાય છે. આટલું જ નહીં, ઘણા લોકો ના પેટ પણ ફૂલી જાય છે. તેથી ખોરાક ખાધા પછી તરત સૂવાનું ટાળવું જોઈએ.
યોગ્યે સમયે નહાવું અને ખાવું એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે જેનો ખાવાનો અને ન્હાવાનો સમય નિશ્ચિત ન હોય. જમ્યા પછી તરત જ ન્હાવું તે સૌથી વધારે નુકશાનકારક માનવામાં આવે છે. આમ કરવાથી પેટની ચરબી વધે છે અને પાચનક્રિયા પણ ધીમી પડી જાય છે. આથી તો જમવા પછી નાહવાની ઈચ્છા થતી હોય તો 30 મિનિટ પછી નાહવાનો સમય સારો ગણી શકાય. આથી ઓછામાં ઓછી અડધી કલાક તો જમ્યા પછી નાહવા માટે રાહ જોવી જોઈએ.
જમ્યા પછી લોકો તરત જ તેમની ખુરશી પર કામ કરવાનું શરૂ કરે છે. ડોક્ટરના કહેવા મુજબ, કોઈએ ભોજન કર્યા પછી તરત ખુરશી પર બેસવું ન જોઈએ. હંમેશાં જમ્યા પછી ઓછામાં ઓછા 10 મિનિટ ચાલો અને પછી જ ખુરશી પર બેસીને કામ કરો. જમ્યા પછી તરત ઠંડું પાણી પીવાનું ટાળવું જોઈએ. ઠંડુ પાણી ખોરાકને સરખી રીતે પચવા દેતું નથી.