જવ શાંત અને ઠંડા હોય છે. જવ એક અનાજ છે. તે અનાજની રીતે ફાયદાકારક હોવાની સાથે સાથે એનું પાણી પણ આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે. તે ઘણી બીમારીઓથી કાયમી છુટકારો અપાવે છે. જવ માં ભરપુર પ્રમાણમાં વિટામીન બી-કોમ્પ્લેક્સ, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મૈગ્નીજ, સેલેનીયમ, જીંક, કોપર, પ્રોટીન, એમીનો એસીડ, ડાયટ્રી ફાઈબર્સ સહિત ઘણી જાતના એન્ટી-ઓક્સીડેટ મળી આવે છે.
જવ નું પાણી તૈયાર કરવા માટે થોડા જવ લઇ લો અને તેને સારી રીતે સાફ કરી લો. ત્યાર પછી તેને લગભગ ચાર કલાક પાણીમાં પલાળીને રાખો. પછી તે પાણીને ત્રણ થી ચાર કપ પાણીમાં ભેળવીને ધીમા તાપે ઓછામાં ઓછું 45 મિનીટ ઉકાળો. જયારે તે ઠંડુ થઇ જાય તો તેને એક બોટલમાં ભરીને રાખો અને તેને પિતા રહો.
પેશાબ ને લગતી કોઈ પણ તકલીફ :
જો પેશાબને લગતી કોઈ પણ તકલીફ છે, તો જવ નાં પાણીનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઇ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના પગમાં સોજો આવી જાય છે, એવામાં સોજાને ઓછો કરવા માટે મહિલાને જવ નું પાણી પીવા જોઈએ. જવ માં એવા તત્વો મળી આવે છે. જેનું સેવન કરવાથી મેટાબાલીજ્મ વધે છે. જે કે મોટાપો ઓછો કરી શકે છે.જેનાથી સ્લીમ થઇ જશો.
કોલેસ્ટ્રોલ માટે ઉપયોગી :
જવ માં મળી આવતું તત્વ કોલેસ્ટ્રોલ ના લેવલને ઠીક રાખે છે. જેને કારણે હ્રદયને લગતી કોઈપણ જાતની બીમારી નહી થાય. હ્રદયની બીમારી થવાનું મુખ્ય કારણ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થવાથી થાય છે. જવ માં એવા તત્વો મળી આવે છે. જે શરીરમાંથી ઝેરીલા પદાર્થો બહાર કાઢી દે છે. જેનાથી ઈમ્યુનીટી સીસ્ટમ મજબુત થઇ જાય છે. સાથે જ સ્કીનમાં નિખાર પણ લાવે છે.
ગમેતેવી બળતરા દૂર કરવા માટે:
ગરમીની સિઝનમાં તે પીવાથી ઠંડક મળે છે. જો તેજ મસાલાદાર ભોજન કર્યું છે જેના કારણે પેટમાં બળતરા થઇ રહી છે તો તેને દુર કરવા માટે જવ ના પાણીનું સેવન કરો. હાથોનું ખડબચણાપણું દૂર કરવા માટે જવ ના લોટમાં થોડું પાણી ભેળવીને તેને હાથ ઉપર ઘસવાથી લાભ થાય છે. ૧ મુઠી ચાળેલા જવ ના લોટને એક પાતળા કપડામાં પોટલી બનાવી લો પછી તે પોટલીને કાચા દુધમાં પલાળીને અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત નહાતી વખતે શરીર ઉપર ઘસવાથી ધીમે ધીમે ત્વચા ની કાળાશ દુર થઇ જાય છે.
જવ નો લોટ, વાટેલી હળદર અને સરસોનું તેલને પાણીમાં ભેળવીને લેપ બનાવી લો. રોજ શરીર ઉપર તેનો પાતળો લેપ કરીને ગરમ પાણી થી ન્હાવાથી કાળા રંગવાળા લોકોનો રંગ ગોરો થવા લાગે છે. જવ ના સત્તુને શરીર ઉપર ઘસવાથી બળતરા મટી જાય છે. શરીરના કોઈ ભાગમાં દાઝી ગયા હો તો જવ ને ઝીણું વાટીને તલના તેલમાં ભેળવીને લગાવવાથી લાભ થાય છે.
સ્ક્રીન પ્રોબ્લેમ માટે :
અડધો કપ જવ નો લોટ અને એક ચમચી મલાઈમાં અડધું લીંબુ નીચોવી લો અને ઉપર થોડું પાણી નાખીને ઘોળ બનાવી લો. આ ઘોળને ચહેરા ઉપર 15 મિનીટ લેપ કરીને મૂકી દો અને પછી ચહેરો ધોઈ લો. આવું રોજ કરવાથી ચહેરા ઉપર ચમક આવી જશે અને ચહેરો ઘણો જ સુંદર લાગશે. લગભગ એક લીટર પાણીમાં એક કપ જવ ને ઉકાળીને તે પાણીને ઠંડુ કરીને પીવાથી શરીરનો સોજો દુર થઇ જાય છે.
શ્વાસ અને દમ ના રોગ માટે :
જવ નું જ્યુસ ને મધ સાથે સેવન કરવાથી લાભ થાય છે. તુષ રહિત જવ અને અરડુસી ભેળવીને ઉકાળો બનાવી લો. તે ઉકાળા માં તજ, તેજપત્તા , ઈલાયચી નું ચૂર્ણ અને મધ ભેળવીને પીવાથી અલ્પપીત્ત થી થનારી ઉલટી તરત દુર થઇ જાય છે. દમમાં 6 ગ્રામ જવ ની રાખ અને 6 ગ્રામ સાકર બન્નેને વાટીને સવાર સાંજ ગરમ પાણીથી ફાકી લેવાથી દમ (શ્વાસ રોગ) મટી જાય છે.
જવ નો લોટ 50 ગ્રામ, ચણાનો લોટ 10 ગ્રામ ભેળવીને રોટલી બનાવીને શાક સાથે ખાવ. અને માત્ર ચણાની રોટલી જ 8-10 દિવસ ખાવ, તો પેશાબમાં સુગર આવવા નું બંધ થઇ જાય છે. જરૂર મુજબ જવ લેવા અને તેને પાણીમાં પલાળીને પીસી લો અને ફોતરા ઉતારી લો. હવે લગભગ 60 ગ્રામ માં પ્રમાણમાં છોલેલાં જે જવ છે તેની ખીર બનાવો. બે મહિના તે સતત ખાવાથી પાતળા લોકો પણ જાડા થઇ જાય છે. અને તેના શરીરમાં સારી શક્તિ આવી જાય છે. જો આ ખીરનો ઉપયોગ રોજ ન કરી શકો તો અઠવાડિયામાં ઓછામાં ઓછું બે ત્રણ વાર જરૂર કરો.
ઉકાળેલા જવ નું પાણી રોજ સવારે અને સાંજે પીવાથી શરીરમાં લોહી વધે છે. જૌ નું પાણી ગરમીની સિઝનમાં પણ પીવાથી વધુ લાભ મળે છે. જવ ના સત્તુ ખાઈને ઉપર એક ગ્લાસ શેરડીનો રસ પીવો, ચાર પાંચ દિવસમાં કમળાનો રોગ દુર થઇ જશે. જવ નો ચાળેલો લોટ, તલ અને સાકર દરેક 12-12 ગ્રામ લઈને સારી રીતે વાટીને મધમાં ભેળવીને ચાટવાથી ગર્ભપાત નહી થાય.
પથરી માટે ફાયદાકારક :
જવ નું પાણી થી પથરી ઓગળી જાય છે. પથરી ના રોગીઓ ને જવ માંથી બનેલી વસ્તુ, જેમ કે રોટલી, ધાણી, જૌ ના સત્તુ લેવા જોઈએ. તેનાથી પથરી નીકળવામાં મદદ મળે છે તથા પથરી નથી બનતી. અંદરની બીમારીઓ અને અંદરના અવયવોનો સોજામાં જવ ની રોટલી ખાવું લાભદાયક છે. એક કપ જવ વાટીને બે ગ્લાસ પાણી માં 8 કલાક માટે પલાળી રાખો.
8 કલાક પછી તેને આગ ઉપર ઉકાળીને તેના પાણીને ગાળીને ગરમ ગરમ પાણીથી કોગળા કરવાથી ઝડપથી તરસ મટી જાય છે. શેકેલા જવ ના લોટને પાણીમાં મસળીને (વધુ જાડો નહી કે વધુ પાતળો નહી) ઘી ભેળવીને પીવાથી તરસ, બળતરા અને રક્તપિત્ત દુર થાય છે.