Breaking News

માત્ર 7 દિવસ માં પેટ અને ચામડી ના રોગો દુર કરવા હળદર માં ઉમેરો આ ખાસ વસ્તુ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ચંદનના લેપની કલ્પના માત્રથી પણ શરીરમાં શીતળતાની અનુભૂતિ થાય છે. તેની શીતળતાને કારણે ચંદન જગપ્રસિદ્ધ છે. ચંદન કાષ્ટમાંથી સૌંદર્ય પ્રસાધનો અને તેના તેલમાંથી અત્તર, ધૂપ, ઔષધો વગેરે બનાવાય છે. આ ચંદન ત્વચાના અને ગરમીના વિકારો માટે ઉત્તમ ઔષધ છે.

ભારત જેવા ઉત્તમ ચંદનનાં વૃક્ષો અન્ય દેશોમાં થતાં નથી. આ ચંદન કે સુખડ બે પ્રકારના હોય છે. સફેદ અને લાલ. ચંદન સ્વાદમાં કડવું અને મધુર, શીતળ, પચવામાં હળવું, મેધાવર્ધક, હૃદય માટે હિતકારી, રક્તશુદ્ધિકર, ગ્રાહી, કફ કાઢનાર, મૂત્રલ, પરુ અને સડાનાશક, જઠર, આંતરડાં અને લીવરને બળ આપનાર છે.

પેટ ના રોગો માં ફાયદાકારક :

તે અપચો, દુર્બળતા, ઝાડા, મરડો, કૃમિ, હૃદયની નબળાઈ, રક્તવિકાર, રક્ત અને શ્વેતપ્રદર, તાવ અને મૂત્રકષ્ટતા ઘટાડે છે. સફેદ અને લાલ ચંદન ગુણોમાં લગભગ સરખા જ છે. હાથ-પગના તળિયા, મસ્તક અને મૂત્રમાર્ગની બળતરામાં તથા લોહીના ઝાડા થતાં હોય તો એક કપ ચોખાના ઓસામણમાં ચંદનકાષ્ટનું ચૂર્ણ, સાકર અને મધ અડધી અડધી ચમચી મેળવીને સવાર-સાંજ આપવું. થોડા દિવસમાં ફાયદો જણાશે.

આંખો ના કુંડાળા દૂર કરવા માટે:

શરીરના કોઈ પણ ભાગમાંથી રક્તસ્રાવ થતો હોય તો પણ આ ઉપચારથી મટે છે. ચહેરાની ફિકાશ, આંખો નીચેના કુંડાળા તેમજ ચહેરાની બીજી તકલીફોમાં લાલ ચંદન, મજીઠ, કઠ, લોધ્ર, પ્રિયંગુનાં પુષ્પ, વડનાં અંકુર અને મસૂરની દાળ, બધા સરખા વજને લાવી ખાંડીને બારીક ચૂર્ણ કરી લેવું. સવાર-સાંજ તેનો ચહેરા પર લેપ કરવો. ૧૦થી ૧૫ દિવસમાં જ ઉત્તમ પરિણામ મળશે.

હરસ-મસામાં ફાયદાકારક :

સફેદ ચંદન ચામડીના રોગોનુ ઉત્તમ ઔષધ છે. ગુલાબજળમાં સફેદ ચંદનને થોડું ઘસી તેમાં થોડું કપૂર મેળવીને તેનો પાતળો લેપ કરવાથી ખંજવાળ, બળતરા, ફોડલા, ફોડલી, સોજા વગેરે વિકારો મટે છે. લાલ ચંદન રક્તસ્રાવને મટાડનાર છે. દૂઝતા રક્તસ્રાવી હરસમાં લાલ ચંદનનું થોડું થોડું ચૂર્ણ સવાર-સાંજ દૂધ સાથે લેવામાં આવે અને તેનો લેપ કરવામાં આવે તો ખૂબ જ ફાયદો થાય છે.

ચહેરો મુલાયમ બનાવવા માટે:

ચંદનના પાવડર ના ઉપયોગ થી ચહેરો મુલાયમ અને નિખરતો બને છે, તેમજ ત્વચા સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ પણ દુર કરે છે. ખીલ અને કાળા ડાઘ દૂર કરવા માટે બે ચમચી ચંદનનો પાવડર એક ચમચી બદામ નું તેલ અને એક ચપટી હળદર અને કપૂર મિક્સ કરો. આ લેપ ને આખી રાત ચહેરા પર લગાવી રાખવો અને સવારે નવશેકા પાણીથી ચહેરો ધોઈ લેવો.

તેમજ એક ચમચી ચંદન નો પાવડર, એક ચમચી નાળિયેર તેલ અને લીંબુના રસનો લેપ પણ બનાવી શકો છો. તેને ચહેરા પર અડધા કલાક સુધી લગાવી રાખવો. ત્યારબાદ નવશેકા પાણીથી ચહેરો ધોઈ લેવો. કોમળ  ત્વચા માટે ચહેરા પર ચંદનનું તેલ લગાવો અને હળવા હાથ થી માલીશ કરો. ત્યારબાદ તેને રાતભર લગાવી રાખો અને બીજા દિવસે સવારે નવશેકા પાણીથી ચહેરો ધોઈ લેવો.

સન ટેન દૂર કરવા માટે એક ચમચી ચંદન પાવડર, એક ચમચી દહીં, એક ચમચી મધ,અને થોડો લીંબુનો રસ આ બધા નું મિશ્રણ કરી તેનો લેપ બનાવી ચહેરા પર લગાવો. અને તેને લગભગ 15 મિનિટ સુધી લગાવી રાખવો. ત્યારબાદ ચહેરો ધોઇ લેવો. આ સનટેન અને કાળા દાગને દૂર કરવામાં મદદ કરશે.

ચંદનના તેલની ચામડી તથા શ્લેષમ ત્વચા પર સૂંવાળપ લાવનાર સદીઓથી ચંદન અને તેના તેલનો આયુર્વેદમાં ઉપયોગ થાય છે. ચંદનનું તેલ પ્રજનન અને મુત્રમાર્ગની તકલીફોની સારવાર રૂપે પણ વપરાય છે ઝાડા (ડાયેરીયા) માં પણ તે ફાયદાકારક છે.

તૈલીય ત્વચા માટે ચંદનનાં પાવડર સાથે ગુલાબજળ મિક્સ કરી તેનો લેપ બનાવી ચહેરા પર લગાવો. ત્યારબાદ તેને અડધા કલાક સુધી લગાવી રાખવો, ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લેવો.

માથા ને લગતી સમસ્યામાં ફાયદાકારક :

ચંદન ને માથા પર લગાવવા થી ઘણી બીમારી નો નાશ થાય છે.  ચંદનની તાસીર ઠંડી હોય છે. તેને લગાવવાથી શરીરમાં ઠંડક આવે છે. માથાના દુખાવાના કારણે ગરમ થયેલી નસોમાં ઠંડક પહોંચાડી આરામ આપે છે. ગરમીના કારણે જો માથાનો દુખાવો થતો હોય તો સફેદ ચંદનને દૂધમાં ઘસી તેમાં ગુલાબ જળ અને ખસનો પાઉડર મેળવીને કપાળે લેપ કરવો. માથાનો દુખાવો ગાયબ થઈ જશે.

જો મગજ કોઈ કાર્ય મા એકત્ર ના થાય તો,  જો કામ કે અભ્યાસમાં ધ્યાન લગાવવામાં મુશ્કેલી હોય તો માથા પર ચંદન લગાવો. તેને લગાવવાથી મગજ ઠંડુ રહે છે. જેથી એકાગ્રતામાં સુધારા આવે છે. જેનું કારણ છે કે જૂના સમયમાં ગુરુકુલમાં ગુરુ અને શિષ્ય બન્નેના માથા પર ચંદન લગાવતા હતા.

તાવ મટાડવા માટે:

જો વારંવાર તાવ ની પરિસ્થિતિ રેહતી હોય. તો  ચંદન લગાવવાથી પણ રાહત મળે છે. ચંદનને માથા પર લગાવવાથી માથાની સાથે શરીરનું તાપમાન પણ નોર્મલ થવા લાગે છે.  અને તાવમાં પણ રાહત મળે છે. તાવને દૂર કરવા માટે સદીઓથી ચંદનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

શરીર માં ખુબ થાક લાગે છે, જેથી માનસિક થાક રહે છે. આ કારણથી ધીમે-ધીમે અનિદ્રાની ફરિયાદ થવા લાગે છે. માથા પર ચંદનનો લેપ લગાવવાથી થાક અને અનિદ્રાની સમસ્યાથી રાહત મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!