જાસૂદના ફૂલને એક પ્રકારની દવા પણ માનવામાં આવે આવે છે. તેના મૂળથી ફૂલ સુધીની દરેક વસ્તુ કોઈક રોગનો ઇલાજ છે. સનાતન ધર્મમાં જાસૂદનું ફૂલ જેનો ઉપયોગ ગણેશ અને મા કાલીની પૂજામાં કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ, જાસૂદના ઝાડને સંપૂર્ણ દવા ગણવામાં આવે છે. તેના મૂળથી ફૂલ સુધીની દરેક વસ્તુ એ કોઈક રોગનો ઇલાજ કરે છે, ખાસ કરીને ત્વચા અને વાળની સમસ્યાઓ. ચાલો જાણીએ જાસૂદના ફૂલો અને પાંદડાના અનેક ફાયદાઓ વિશે.
જાસુદના ફૂલમાં વિટામીન સીની માત્રા પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ફૂલનું શરબત અને ચા પણ બનાવીને પી શકાય છે. આમ કરવાથી ત્વચા સંબંધિત અનેક રોગમાંથી છુટકારો મળે છે. આ ઉપરાંત કરચલીની સમસ્યાં પણ દૂર થાય છે. જાસુદના ફૂલનો પ્રયોગ ઘાવ ભરવામાં પણ કરવામાં આવે છે.
જાસુદનું ફૂલ મોઢામાં થયેલી ચાંદીથી રાહત અપાવે છે. જાસુદનું ફૂલની પાખડી મોઢામાં ચાવવાથી મોઢાની ચાંદી મટે છે. જાસુદના ફૂલની પાંખડીને સાફ કરીને તેને વાટીને તેના નાના નાના ટુકડા કરીને તેને કાપીને તેનો છુંદો બનાવીને કોગળા કરો કરવાથી અથવા તેની પાંખડી ચાવવાથી મોઢામાં આવું 20 મિનીટ સુધી અને દિવસમાં 3 વખત સેવન કરવાથી મોઢામાં પડેલી ચાંદી દુર થાય છે.
જાસુદની ચા શરદી તેમજ ઉધરસમાં રાહત આપે છે. જાસુદના ફૂલની હર્બલ ટી પીવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે. જાસુદની ચા સ્વાસ્થ્યવર્ધક હર્બલ ટી છે. જાસુદના ફૂલને સૂકવીને તેના પાવડરને પિત્ત તેમજ પથરી દૂર કરવા માટે પણ પ્રયોગ કરવામાં આવે છે. જો ખીલ વધુ માત્રામાં થઈ ગયાં હોય તો જાસુદના ફૂલને પાણીમાં પલાળીને મધ મિક્સ કરી ચહેરા પર લગાવો.
જાસૂદની ચામાં વિટામીન, મિનરલ્સ, ફાયબર, આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. જાસૂદના ફૂલમાં રહેલા તત્વોના કારણે તણાવ ઓછું કરે છે જેના કારણે તમારું મગજ શાંત રહે છે. તેને પીવાથી ડિપ્રેશન દૂર થાય છે. દરરોજ એક કપ જાસૂદના ફૂલની ચા પીવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. આ ઉપરાંત લીવર સંબંધી બીમારીમાં પણ રાહત મળે છે.
જાસુદના ફૂલોને છાયડે સુકવીને સુકવી દીધા, તેનું ચૂર્ણ બનાવીને બરાબર માત્રામાં ખાંડ નાખીને 40 દિવસ સુધી 6 ગ્રામની માત્રામાં સેવન કરવાથી પુરુષત્વ વધે છે. જેનાથી સેક્યુઅલ સ્ટેમિના વધે છે. જાસુદના ફૂલના રસનો છુંદો કરીને તેમાં મધ અથવા ગોળ તેમજ ખાંડ નાખીને ખાવાથી નપુસંકતા દુર થાય છે. જાસુદના ફૂલનું ચૂર્ણ દૂધ સાથે લેવાથી વીર્ય સ્ત્રાવ અને હોર્મોન્સમાં વધારો થાય છે.
જાસુદના ફૂલની પાખડીઓનો રસ પેટમાં દુખાવાને ઠીક કરવામાં કારગર છે. જેથી જાસુદનું ફૂલ પેટના દુખાવાથી છુટકારો અપાવી શકે છે. પેટમાં દુખાવો થાય ત્યારે તેને ઠીક કરવા માટે 5 થી 10 મિલી જાસુદના ફૂલની પાંખડીઓ અને તેનો રસ કાઢીને તેનું સેવન કરવાથી પેટમાં દુખાવાથી રાહત મળે છે.
જાસુદનું ફૂલ યાદદાસ્ત વધારવામાં ખુબ જ ફાયદાકારક છે. જાસુદના ફૂલનો પાવડર દરરોજ દૂધ સાથે લેવાથી યાદદાસ્ત તેજ બને છે. જાસુદના ફૂલ અને પાંદડાને બરાબર માત્રામાં લઈને સુકવીને લીધા બાદ તેને ખાંડીને પાવડર બનાવી લઈને તેને એક શીશીમાં ભરી લેવો. એક ચમચી જેટલો આ પાવડર સવારે અને સાંજે પીવાથી યાદશક્તિ વધે છે. આ એક કપની માત્રામાં એક કપ મીઠા દૂધ સાથે સેવન કરવાથી યાદ શક્તિ વધે છે.
મહિલાઓને હંમેશા આયરનની કમીથી એનીમિયાની તકલીફ થઇ જાય છે. જાસુદના ફૂલથી પણ એનીમિયાનો ઈલાજ શક્ય છે.એના માટે તમે 40 થી 50 જાસુદની કળીઓને સુકવી લો. પછી તેને સારી રીતે વાટીને તેને કોઈ એયર ટાઈટ ડબ્બામાં બંધ કરી દો, અને રોજ સવાર સાંજ એક કપ દૂધ સાથે આ પાવડર લઇ લો. માત્ર એક મહિનામાં જ એનીમિયાની તકલીફ દુર થઇ જશે.
વાળના મૂળ મજબુત કરવાં માટે મેથીના દાણા, જાસુદ ના ફૂલ અને બેરના પાંદડા વાટીને એની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને 15 મિનીટ સુધી વાળમાં લગાવો અને પછી વાળ ધોઈ નાખો. તેનાથી તમારા વાળના મૂળ મજબુત અને સ્વસ્થ બનશે. જાસુદના ફૂલમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ ગુણ ના લીધે આપણાં શરીરમાં રહેલા ફ્રી રેડિકલને નિષ્ક્રિય કરવામાં મદદ કરે છે. જેથી ઘણી બધી બીમારીઓ જેવી કે હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ તેમજ વાળને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.જાસૂદના ફૂલનું શરબત અને ચા પણ બનાવીને પી શકાય છે. ચા શરદી તેમજ ઉધરસમાં રાહત આપે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.