આદિકાળથી મનુષ્ય નાળિયેર અને નાળિયેર પાણીનો ઉપયોગ પોતાની તંદુરસ્તી જાળવવા માટે કરતો આવેલ છે. ભયંકર રોગ જેવા કે કોલેરા, ટાઈફોઈડ, જાડા, ઉલ્ટી જેવા જીવલેણ રોગોમાં નાળિયેરીનું પાણી ગ્લુકોઝની ગરજ સારે છે એ વાત જગજાહેર છે. આ ઉપરાંત જુદા જુદા પ્રકારના રોગોમાં તે સીઘુ અથવા આડકતરી રીતે ખૂબ જ ઉપયોગી છે.
નાળિયેર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં આવા પોષક તત્વો હોય છે જે અનેક ખતરનાક રોગોથી બચાવે છે. તેમાં પુષ્કળ વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ તેમજ ઘણા પોષક તત્વોમાં જોવા મળે છે. નાળિયેર પાણી પીવાથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝાડા જેવી અનેક બિમારીઓમાં આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. આજે અમે તમને જણાવીશું નાળિયેરના ખાસ ફાયદાઓ વિશે.
નારિયેળ ગુણમાં શીતળ અને મૂત્રલ છે. પૌષ્ટિક છે. એનું તેલ વાળને હિતકારક છે. કૃમિઘ્ન તથા વ્રણનાશક છે. એનું પાણી શીતળ તથી મૂત્રજનન તરસ મટાડનાર છે. હેડકી પણ એનાથી મટે છે. એનું કાચુ ખોપરું પુષ્ટિ આપનાર, તાવ તથા પિત્તને મટાડનાર છે. માંદા માણસો માટે નારિયેળનું પાણી ઉપકારક છે. કોપરામાંથી બનતું તેલ વાળમાં ઘસવાથી વાળની વૃદ્ધિ થાય છે.
ભારતમાં લોકો રસોઈમાં પણ ખોપરાનું તેલ વાપરે છે. બ્લડપ્રેશરના દર્દી માટે તાજા નારિયેળનું પાણી ઘણી જ સારી દવા છે. એ ગરમીને ઓછી કરે છે. પેશાબ છૂટથી લાવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કોપરાનું ખમણ, કોપરું તાજું પાણી, તેલ વગેરે ખાસ ઉપયોગી છે. તેના પાણીથી એ દરદમાં જે તરસ હોય તે સત્ત્વરે મટે છે. એની તાડી પીવાથી ભૂખ વધુ લાગે છે પાચનશક્તિ સુધરે છે.
પેટનાં વાયુનું શમન થાય છે. તાવ ઊતરે છે જૂના લીલા નારિયેળના કોપરાને છૂંદી તેનું દૂધ દાબીને કાઢી લેવું. તે ક્ષયના દર્દી માટે ઉત્તમ પૌષ્ટિક ખોરાક છે. મંદાગ્નિને મટાડવા નારિયેળ ઉત્તમ દવા છે. મેલેરિયામાં પણ એનું પાણી આપી શકાય ઘણાને તાવ પછી વાળ ખરી જાય તેવે વખતે એનાં તેલનું માલિશ માથામાં કરવાથી વાળ ઊગવા માંડે છે.
નારિયેળનું છીણ 150 ગ્રામ લઈ તેને 100 ગ્રામ ઘીમાં શેકી પછી તેમાં 200 ગ્રામ સાકર તથા 750 ગ્રામ નારિયેળનું પાણી નાખી ઘાટો પાક તૈયાર કરવો. ત્યાર બાદ તેમાં ધાણાપીપર, નાગરમોથ, વંશલોચન, એલચી, જાયફળ, બદામ, ચારોળી, વાવડીંગ, સૂંઠ, જીરું, શાહજીરું, તજ, તમાલપત્ર તથા નાગકેસર એ દરેક પાંચ પાંચ ગ્રામ તથા સહેજ કેસર લઈ તેને રીતસર ખાંડી નાખવું અને એ રીતે બનાવેલું ચૂર્ણ ઘાટા પાકમાં નાખી દેવું, પછી ચાસણી બનાવી તેમાં રાખવું. આ રીતે બનાવેલા પાકના સેવનથી ક્ષય, મંદાગ્નિ, રક્તપિત્ત, અમ્લપિત્તમાં અકસીર ઉપયોગી નીવડે છે. એ નેત્રરોગમાં પણ વપરાય છે.
પાણી સાથેનું આખું નારિયેળ લઈ તેના મુખમાં છિદ્ર પાડી તેમાં મીઠું ભરી બહાર માટી ચોપડી સૂકવી છાણાના દેવતા પર મૂકવું પછી રીતસર તૈયાર થાય ત્યાર તેનું ચૂર્ણ તૈયાર રાખવું. વાપરતી વેળા થરનું ચૂર્ણ પણ કામમાં લેવું. આ રીતે બનાવેલું ચૂર્ણથી વાત, પિત્ત, કફ તથા અનેક જાતના શૂળની વ્યાધિઓ મટે છે. આ ઉપરાંત પાંડુ, જ્વર, પિત્ત, ક્ષય તથા પિત્તના તમામ વ્યાધિઓ માટે નારિયેળની બનાવટ વપરાય છે.
નાળિયેર પાણીનું સેવન વજન ઘટાડવા માટે પણ કરવામાં આવે છે.ખરેખર તેમાં કેલરી ઓછી હોય છે અને તેને પચાવવું સરળ રહે છે.નાળિયેર પાણીમાં એવા ઘણા તત્વો જોવા મળે છે,જે વજન અને જાડાપણાને ઘટાડવામાં મદદગાર છે.દરરોજ નાળિયેર પાણીનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.સવારે ખાલી પેટ પર તેનું સેવન કરવું સૌથી ફાયદાકારક છે.
સુકા નાળિયેર તમારા હાડકાં માટે પણ ખૂબ ફાયદાકારક છે કારણ કે હાડકાં માટે જરૂરી ખનિજો હોવું ખૂબ જ ફાયદાકારક છે જો તમારા હાડકાંમાં આ જરૂરી તત્વો નથી મળી શકતા તો તમને સંધિવા ઓસ્ટીયોપોરોસિસ જેવા રોગો થવાની સંભાવના વધારે છે. એવા ઘણા ખનિજો છે જે તમારું આરોગ્ય આપે છે, જે તમને આ રોગોથી બચવા માટે મદદ કરે છે.
એનિમિયાની સમસ્યામાં ફાયદાકારકશુષ્ક નાળિયેર જેમને એનિમિયાની સમસ્યા હોય છે તેના માટે ખૂબ ફાયદાકારક છે, જો તમારા શરીરમાં લોહીનો અભાવ હોય તો તે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે, આવી રીતે, સુકા નાળિયેર શરીરની નબળાઇને દૂર કરે છે, તમારામાં લોહીના અભાવને કારણે તે પણ દૂર છે.
સૂકું નાળિયેર ખાવાથી મગજના દરેક વિભાગો ઝડપથી કાર્યો કરવા લાગે છે અને મગજના ઈલેક્ટ્રીક સિગ્નલ ઝડપથી કાર્ય કરવા લાગે છે. મગજમાં ન્યૂરોન્સ આવેલા હોય છે. તેના પર એક પડ હોય છે અને આ પડને કંઈ પણ હાનિ થાય તો ન્યુરોલોજિકલ સમસ્યાઓ થઈ શકે છે. સૂકું નાળિયેર તેમાં થતા નુકશાનથી રક્ષણ આપે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.