પિત્ત દોષ થવાનાં કારણો ભારે ખોરાક અને બેઠાડું જીવન ગેસ, આફરો અને અપચો જેવી તકલીફોને નોતરે છે. કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફુડનો ચટાકાને કારણે અપચો થાય છે, માથુ દુખવા લાગે છે અને ખાટા ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી.
જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ પિતનો ભરાવો દૂર થાય છે. મેથી અને સૂવાદાણા નું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં અને પિતમાં બહુ ફાયદો થાય છે. અઢી તોલા મેથી અને અઢી તોલા સુવાદાણા ને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચૂર્ણને પછી એક એરટાઇટ ડબામાં મૂકી દેવું.
દિવસમાં ત્રણ વાર અડધો-અડધો તોલો ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે જે પિતના કારણે થયું હશે તો મટી જાય છે. ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવો જોઇએ. મોટાભાગના રોગનું મૂળ ગેસ જ છે. પિત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઉલટી બેસાડે છે. સગર્ભાની ઉલટી પણ મટાડે છે. દાડમ ખૂબ શીતળ છે. કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે.
કોઠાનાં પાનની ચટણીનું સેવન કરવાથી પિત્તમાં રાહત મળે છે. ટામેટાના રસ કે સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્તજન્ય વિકારોથી છુટકારો મળે છે. અળવીનાં કૂણાં પાનનો રસ જીરાનો પાઉડર મેળવી આપવાથી પિત્તપ્રકોપ મટે છે. તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્ત પ્રકોપ શાંત થાય છે.
બાળકના જન્મથી લઈને 14 વર્ષની ઉંમર સુધી કફ નો રોગ વધુ હોય છે. વારંવાર ખાંસી, શરદી, છીંક આવવી વગેરે થશે. 14 વર્ષ થી 40 વર્ષ સુધી પિત્ત નો રોગ સૌથી વધુ હોય છે વારંવાર પેટમાં દુખવું, ગેસ થવો, ખાટા ખાટા ઓડકાર આવવા વગેરે. અને ત્યાર પછી ગઢપણ માં પિત્ત નો રોગ સૌથી વધુ હોય છે ગોઠણ નો દુઃખાવો, સાંધાનો દુઃખાવો વગેરે.
જીરું આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક ઔષધી છે. જીરું ખુબ જ સારી ઔષધી છે. પિત્ત ના જેટલા પણ રોગ છે, તે બધા જીરા થી ઠીક થઇ જાય છે. પિત્ત માં જેમ કે પેટમાં ગેસ થવો, પેટમાં બળતરા થવી, ઉલટી ઓડકાર આવવા, ભોજનનું પાચન ન થવું, ઉલટી થવી વગેરે. પિત્તના રોગની સૌથી સારી ઔષધી જીરું છે.
અડધી ચમચી જીરૂને અડધા કપ પાણી સાથે લઇ, પાણીને ગરમ કરી લેવું. પછી પાણીને ઠંડું કરીને તે પાણીને ચા ની જેમ પીવો અને જે જીરું તેમાં છે તેને ચાવીને ખાઈ લો. નિયમિત રીતે જીરું જો તમે લેવાનું શરૂ કરશો તો જીરું બધા રોગોને શરીરમાંથી દુર કરી દેશે. પેટમાં ગેસ, ખાટા ઓડકાર, ભોજનનો જે અપચો, ઉલટી થવી તે તે બધી વસ્તુ એકદમ ઠીક થઇ જશે. છાશ માં પણ જીરા નું પાણી ભેળવીને પીવાથી ગરમીમાં થતી પેટની તકલીફ દુર થાય છે.
જેમનું પણ પિત્ત ખરાબ થઇ ગયું છે તેમને જીરું ખાવાની સલાહ આપો. એસીડીટી પણ પિત્તની જ બીમારી છે, જીરું ના સેવનથી તે ઠીક થઇ જશે. જીરા ના પાણીને આવી રીતે કરો ઉપયોગ કરો. જીરું ના પાણીમાં મનગમતા શાકભાજી નાખીને ઉકાળી લો અને પીવો. ભાત બનાવતી વખતે તેમાં જીરા નું પાણી ભેળવી લો. તેનાથી ભાત નો ટેસ્ટ વધશે. સાથે જ ડાઈજેશન પણ ઠીક રહેશે.