Breaking News

આ આયુર્વેદિક ઉપચારથી એક જ દિવસમાં ગાળાના કાકડા, દુખાવા અને સોજા માથી મળી જશે કાયમી છુટકારો..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ગળાના કાકડા એક સામાન્ય પ્રકારની સમસ્યા છે, જે મોટાભાગે ઋતુના બદલાવા થી થાય છે. પરંતુ તેના થવા પાછળ બીજા ઘણા કારણો પણ હોય છે. કાકડામાં ગળાની બંને બાજુ સોજો આવી જાય છે અને મોઢામાં પણ દુખાવો થાય છે.  આ સમસ્યાને કારણે ઘણીવાર વ્યક્તિને તાવ પણ આવી જાય છે.

પરંતુ શું તમે જાણો છો કે ગળાના કાકડા ને કારણે તમને અન્ય ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. આજે અમે તમને ગળાના કાકડા થવા પાછળનું કારણ અને તેના ઘરેલુ ઉપાય વિશે જણાવીશું. સામાન્ય રીતે તો ગળાના કાકડા થવા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. પરંતુ કાકડા ની સમસ્યા મોટાભાગે ત્યારે જ થાય છે જ્યારે ગળાના કાકડા કમજોર થવા લાગે છે.

જે લોકોને ઈમ્યુનિટી કમજોર હોય છે તે લોકો પણ તેનો શિકાર બને છે. સાથે સાથે ખૂબ જ ગરમ તથા સ્પાઈસી ફૂડ ખાવાથી, ખૂબ જ ઠંડુ ખાવાથી અને મોઢાની યોગ્ય રીતે સફાઈ ન કરવાથી પણ ગળામાં કાકડા થવાનો ખતરો રહે છે. જો કે કાકડા થવા પાછળનું મુખ્ય કારણ દુષિત ખાનપાન જ હોય છે. જેના લીધે આપણા શરીરમાં એવા બેક્ટેરિયા પહોંચી જાય છે, જે કાકડા ની સમસ્યા ઉત્પન્ન કરે છે.

જે લોકો વધુ પડતું ગળ્યું ખાય છે, રોજિંદા ખોરાકમાં વારંવાર ગોળનો ઉપયોગ કરે છે, દિવસ દરમિયાન એકદમ ઠંડું પાણી કે ઠંડા પીણા પીધા કરે છે, શેરડીનો રસ, દૂધ કોલ્ડ્રીંક કે મિલ્ક શેક પણ વારંવાર લીધા કરે છે તેમને ગળાના કાકડા થવાની શક્યતા રહે છે. વધુ પડતો બરફ, બરફના ગોળા, કુલ્ફી કે આઈસ્ક્રીમ પણ ગળામાં કાકડા જેવી તકલીફ માટે કારણભૂત બની શકે છે.

ગળાના કાકડાનું અસરકારક અને ઘરગથ્થુ ઔષધ છે હળદર. નાના બાળકો દૂધ પીતા હોય તો તેમા હળદર નાખી થોડું ઉકાળો પછી દૂધ હૂંફાળું થાય પછી પાવું. હળદર નાખીને બનાવેલી એકદમ ગળી ગયેલી ખિચડી પણ બાળકને આપી શકાય. લીલી હળદરનું કચુંબર અથવા તો તેનો રસ કાઢી, થોડું મધ મેળવીને પણ કાકડાના દર્દીને આપી શકાય. હળદરનું ચૂર્ણ મધ કે ખાંડ મેળવીને દિવસમાં ત્રણથી ચાર વાર લેવું.

ગળાના કાકડા ની સમસ્યા વધવા પર હળવું નવશેકુ પાણી પીવું જોઈએ. સારા પરિણામ માટે સવારે ખાલી પેટે એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં અડધુ લીંબુ અને એક ચમચી મધ મિક્ષ કરીને પીવું જોઈએ. તેનાથી ગળાના કાકડા ખૂબ જ જલ્દી ઠીક થઈ જાય છે.

બીટમા સંક્રમણ દૂર કરવાના ગુણ હોય છે. એટલે દિવસમાં ૨ વખત એક એક ગ્લાસ બીટનું જ્યુસ પીવાથી ગળાના કાકડા ખૂબ જ જલ્દી ઠીક થઈ જાય છે. બીટના જ્યૂસમાં ૧ આમળું, ૧ ટમેટુ અને ૧ લીંબુ પણ ઉમેરીને પી શકાય છે. ૧ લીટર પાણીમાં ૩ ચમચી મેથીના દાણા નાખીને તેને અડધો કલાક સુધી ઉકાળો. પછી તેને કાઢીને દિવસમાં દર ૨ કલાકે આ ઉકળા ના કોગળા કરવા. તે બંધ ગળાને પણ ખોલવાનું કામ કરે છે.

સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળીને દિવસમાં બે ત્રણ વાર કોગળા કરવાથી ગળાના કાકડાની પીડા મટે છે. હળદરને ઘી માં મેળવી કાકડા ઉપર લગાડવાથી વધેલા ગળાના કાકડા બેસી જાય છે. પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે. ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.

કેળાની છાલ ગળા ઉપર બાંધવાથી ગળાના કાકડા મટે છે. કાકડા ની સમસ્યા વધવા પર હળવું નવશેકુ પાણી પીવું જોઈએ. કાકડી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને લોહીને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે. દરરોજ બે કાકડી ખાવાથી પણ ગળાના કાકડાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

સંચળનો ઉપયોગ કરીને પણ ગળાના કાકડાથી છુટકારો મેળવી શકાય છે. ગરમ પાણીમાં સંચળ નાખીને કોગળા કરો. તેનાથી ગળાનો દુખાવો જલ્દી દૂર થાય છે. ગરમ પાણીમાં થોડો લીંબૂનો રસ અને મધ નાખીને પીવો. તેનાથી ગળાના કાકડા ને લીધે થતો ગળાનો દુ:ખાવો જલ્દી ઠીક થશે. એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી વાટેલી હળદર મિક્સ કરો. તેનાથી કાકડામાં જલ્દી આરામ મળશે.

દરરોજ સવાર-સાંજ લસણના પાણીથી કોગળા કરવાથી પણ આરામ મળે છે. તેને બનાવવા માટે ૭ થી ૧૦ લસણની કળીઓને છોલી લો. પછી દોઢ ગ્લાસ પાણીમાં તેને ઉકાળી લો. હવે તેને ઠંડુ કરીને રોજ કોગળા કરવાથી ગળાના કાકડામાં રાહત મળે છે.

કાકડામાં શેરડીનું જ્યુસ ખૂબ જ અસરકારક છે. જ્યુસમાં ૧ ચમચી હરડે પાવડર ઉમેરીને લેવાથી તે વધારે ફાયદાકારક સાબિત થાય છે. આ જ્યુસને ઓછામાં ઓછું દિવસમાં ૨ વખત પીવું જોઈએ. તેના સેવન બાદ ૧ કલાક સુધી કંઈપણ ખાવું પીવું નહીં.

ગાજરમાં બેક્ટેરિયા નષ્ટ કરવાની ક્ષમતા હોય છે. તેના સેવનથી શરીરમાં વિટામીન A ની ઉણપ પણ પૂરી કરી શકાય છે. ગળાના કાકડાને ઠીક કરવા માટે રોજ ગાજરનું એક ગ્લાસ જ્યૂસ પીવું જોઈએ. તેના સારા પરિણામ માટે સવારે અને સાંજે ગાજરનું જ્યુસ પીવાથી પણ ઘણો ફાયદો થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!