ચેરી એ સામાન્ય રીતે દરેક ઋતુમાં મળી આવે છે પણ ખાસ કરીને વરસાદ અને ગરમીમાં તે વધુ જોવા મળે છે. તમને જણાવી દઇએ કે આ ખાટું મીઠું ફળ તમને જેટલું ખાવામાં સરસ અને સ્વાદિષ્ટ લાગે છે એટલા જ તેના ફાયદા પણ છે. તેમાં વિટામિન A, B અને C, બીટા-કેરોટીન, કાર્બોહાઇડ્રેટ, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે જેવા શરીરને સ્વસ્થ રાખવામાં મદદગાર થાય તેવા તત્વો રહેલા છે.
આ પોષક તત્વો ના કારણે ચેરીને સુપર ફ્રૂટની શ્રેણીમાં પણ રાખવામાં આવ્યું છે. કેમકે આ પોષક તત્વો ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે મદદગાર સાબિત થાય છે. જો દરરોજ આપણે આશરે 10 થી 12 ચેરી ખાઈએ તો ઘણી બીમારીઓથી બચી શકાય છે સાથે સાથે આપણા સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો મળે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે. ચેરી ખાવાથી યાદશક્તિ બરાબર બની રહે છે, જે લોકો આ ફળ નું સેવન નિયમિત રૂપે કરે છે, તેમને તણાવ દૂર થાય છે.
ચેરી ખાવાથી યાદશક્તિમાં પણ સુધારો થાય છે. રોગપ્રતિકારક શક્તિ માટે ચેરી ખૂબ ફાયદાકારક છે કારણ કે તેમાં હોર્મોન મેલાટોનિન શામેલ છે, જે ઊંઘ સુધારવામાં મદદ કરે છે. , ચેરી માં વિટામિન સી ની હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદગાર સાબિત થાય છે, આથી તે શિયાળાની મોસમમાં શરીર માટે ખાસ કરીને ફાયદાકારક છે.
વજન ઓછુ કરવામાં પણ આ ફળ ખૂબ ગુણકારી હોય છે. આ ફળ ની અંદર કેલરી વધારે નથી હોતી અને તેને ખાવાથી તમારું વજન નથી વધતું. જે લોકો પોતાનું વજન ઓછુ કરવા માગતા હોય તેઓએ પોતાના ડાયેટમાં આ ફળનો સમાવેશ કરવો જોઈએ.
ચેરીને ખાવાથી ત્વચા સ્વસ્થ બની રહે છે. આ ફળમાં આવતા વિટામીન એ, બી, સી, ઈ અને એન્ટી ઓક્સીડેન્ટ ત્વચાને સૂષ્ક થવાની પ્રક્રિયા ને ધીમી કરી દે છે અને એવું થવાથી ત્વચા સ્વસ્થ બની રહે છે. ચેરીમાં મેલાટોનિન ની માત્રા હોય છે, જે અનિંદ્રાથી છુટકારો અપાવે છે. એક ગ્લાસ ચેરીનું જ્યુસ સવાર-સાંજ પીવાથી ઊંઘ સારી આવે છે. ચેરી માં અન્ય ફળ કરતાં ઉચ્ચ એન્ટીઑકિસડન્ટ સ્તર રહેલું છે.
ચેરીમાં આયન, મેંગેનીઝ, ઝીંક, જેવા તત્વો પણ રહેલા છે કે જે ખૂબ પૌષ્ટિક છે. અને સાથે સાથે બીટા-કેરોટિન પણ મોજૂદ હોવાથી હૃદય સંબંધિત સમસ્યાઓમાં પણ ચેરીનો ઉપયોગ કરવાથી મદદ મળી શકે છે. ચેરીમાં સમાયેલા એન્ટી ઓક્સિડેન્ટ્સ શરીર ના રોગો સામે લડવાની શક્તિ આપે છે. તેમજ ચેરીમાં ફોલિક એસિડ હોય છે જે કેન્સર જેવી ગંભીર બીમારીમાં ગુણકારી સાબિત થાય છે.
ચેરી ના અંદર ફાઇબર જોવા મળે છે અને ફાઈબર ખાવાથી પેટ માં કબજિયાત ની સમસ્યા નથી થતી. તેના સિવાય આ ફળ ની અંદર હાજર એસીડ, એન્ટીઓક્સીડેન્ટ અને ફ્લેવેનોઈડ પાચનતંત્ર ને બરાબર રીતે કાર્ય કરવામાં પણ મદદ કરે છે. તેથી જે લોકો ને પેટ સંબંધિત સમસ્યા રહે છે તે લોકોએ આ ફળ નું સેવન કરવું જોઈએ.
દરરોજ પાંચ થી આઠ ચેરી ખાવાથી તમને પેટની ઘણી બધી બીમારીઓ થી છુટકારો મળી જશે. ચેરી ખાવાથી આંખો ને ઘણો લાભ મળે છે અને આંખો થી જોડાયેલ ઘણી સમસ્યાઓ થી પણ છુટકારો મળી શકે છે. જે લોકો ની આંખો સુકાય ગઈ હોય અથવા જેમની આંખો ની રોશની ઓછી થઈ ગઈ હોય તેમને આ ફળનું સેવન કરવું જોઈએ. આ ફળમાં ભરપૂર માત્રામાં વિટામિન એ હોય છે, જે આંખો માટે લાભકારી હોય છે.
ચેરીમાં પોટેશિયમ ખૂબ વધારે હોય છે, જે હૃદય દર, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હાયપરટેન્શન નું જોખમ ઘટાડે છે. આજકાલ આપણી આજુબાજુ માં ઘણા લોકોને સાંધામાં દુખાવો એટલે કે હાથ પગ ના હાડકા માં દુખાવો રહેતો હોય છે. તો એના માટે પણ દરરોજ ચેરી નું સેવન કરવાથી ફાયદો થાય છે. જેથી હાડકા મા દુખાવાના કારણે હાડકા સંબંધિત સમસ્યા થવાની શક્યતા ઘટી જાય છે.
ચેરી ખાવાથી વાળ પર પણ સારી અસર પડે છે અને આ ફળ ને ખાવાથી વાત મજબૂત બને છે. તેના અંદર રહેલા વિટામિન અને પોષક તત્વો વાળ ને ચમક પણ પ્રદાન કરે છે. તેથી જે લોકો ના વાળ ખૂબ બેજાન છે અને વાળમાં મજબુતી નથી તે લોકોએ આ ફળનું સેવન કરવાથી ઘણો ફાયદો જોવા મળે છે.