વૈદ્યો બિજોરા ને પાચક ઔષધ તરીકે ઓળખે છે. પાચનને લાગતા રોગોનું તે ઉત્તમ ઔષધ છે. બિજોરું એ લીંબુની જ એક જાત હોવાથી, આપણે ત્યાં ઘણા લોકોને તેને ‘બિજોરા લીંબુ’ પણ કહે છે. આયુર્વેદમાં તેને બિજપૂર, માતુલુંગ વગેરે નામોથી ઓળખવામાં આવે છે.
બીજોરા નું ઝાડ લીંબુ ના ઝાડ જેવું જ હોય છે. તેની ડાળીઓ પાતળી તથા એકબીજા સાથે મળેલી હોય છે. પાંદડાં થોડા લાંબા તથા પહોળા અને દાંતવાળા હોય છે. રંગે લીલા હોય છે. તેનું ફૂલ લાંબુ અને નાનું હોય છે. તેના ફળ લગભગ એકાદ કિલો વજનના હોય છે.
દવામાં એનાં પાન, ફળ, ફૂલ, છાલ સર્વત્ર વપરાય છે. બિજોરાના ફળની છાલ ખૂબ જ ખરબચડી થાય છે. તેની અંદરથી બીજ નીકળે છે. તેને સંતરા અને મોસંબીની અંદરની નીકળતા કાળા બીજ જેવા જ હોય છે. હવે અમે તમને જણાવીશું આ બિજોરથી થતાં અનેક આશ્ચર્યજનક ફાયદાઓ વિશે.
તાવ અને અન્ય પીડામાં બિજોરાનો રસ પાણી અને ખાંડ સાથે ભેળવીને પીવાથી તાવમાં રાહત મળે છે. બીજોરાના ચૂર્ણને સવાર-સાંજ અને બપોરે પીવાથી તાવ ઓછો થાય છે. બિજોરાના પાંદડા પણ ફાયદાકારક છે. 10-10 ગ્રામ બીજોરાની છાલનો ઉકાળો દિવસમાં બે કે ત્રણ વાર પીવાથી તાવ ઓછો થાય છે.
ઉલટી થતી હોય તો 200 મિલી પાણીમાં 10-25 ગ્રામ બીજોરાના બીજને ઉકાળીને તે ઉકાળો પીવાથી ઉલટી બંધ થાય છે. જો જમ્યા પછી ઉલટી થાય તો સાંજે 5-10 ગ્રામ તાજા બીજોરાનો રસ પીવાથી પાચન શક્તિમાં રાહત મળે છે. બીજોરાની મૂળની છાલનો 2 થી 5 ગ્રામ પાવડર સવાર-સાંજ વાસી પાણી સાથે પીવાથી પેશાબનો અટકાવ મટે છે. પેટનાં કીડાઓમાં ગરમ પાણી સાથે બીજોરાના 5-10 ગ્રામ બીજ ખાવાથી પેટના કિડાઓ મરી જાય છે.
બિજોરું ચોમાસામાં થતી શરદી અને ઉધરસનું અક્સીર ઔષધ છે. બિજોરાનાં રસમાં સૂંઠ, આમળા અને પીપરનું સમભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું અને થોડું મધ મેળવીને સવાર-સાંજ પીવાથી બે-ચાર દિવસમાં જ શરદી, ઉધરસ, કફ વગેરે મટે છે.
બિજોરાના રસ સાથે ગંધક મિક્સ કરીને ખંજવાળથી પીડાતા વ્યક્તિને લગાવવાથી ખંજવાળમાં રાહત થઈ જાય છે. છાતીના દુખાવાથી પીડિત દર્દી બિજોરાના 10 મિલિગ્રામના રસમાં 2 ચમચી મધ મેળવીને પીવાથી છાતીમાં દુખાવો જલ્દીથી ઓછો થાય છે.
ગર્ભ ન રહેતો અથવા ગર્ભ રહ્યા પછી એકાદ બે સપ્તાહમાં જ કસુવાવડ થઈ જતી હોય તેમના માટે બિજોરાનાં બીજ આશીર્વાદ સમાન છે. બિજોરાનાં બીજ અને નાગકેસર સરખા ભાગે લાવી, તેમનું ચૂર્ણ બનાવી લેવું. માસિકધર્મ પછી પાંચથી છ દિવસ રોજ એક ગ્રામ જેટલું આ ચૂર્ણ દૂધ સાથે પીવું. એ પછી સમાગમ કરવાથી ગર્ભ રહે છે તથા કસુવાવડ થતી નથી.
કમરનો દુખાવો થતો હોય ત્યારે 10 મિલિગ્રામ પોટેશિયમ અને 2 ચમચી મધ સાથે બીજોરાનો 10 ગ્રામ રસ પીવાથી કમરનો દુખાવો તરત જ મટે છે. કોઈ પણ પ્રકારનો દુખાવો થતો હોય તો બિજોરાના પાન ગરમ કરવાથી અને તેને દુખાવા વળી જગ્યા પર બાંધવાથી પીડામાં રાહત મળે છે.
બિજોરું ઉત્તમ પિત્તશામક ઔષધિ છે. પિત્તનાં બધા રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. પિત્તની વૃદ્ધિ થઈ હોય અને તેને લીધે આખા શરીરમાં દાહ-બળતરા થતી હોય તો એક ગ્લાસ પાણીમાં થોડો પાકા બિજોરાનો રસ અને સાકર મેળવી, શરબત જેવું બનાવીને પી જવું. પિત્ત અને તેને લીધે થતી બળતરા શાંત થઈ જશે.
બિજોરાના બીજ પીસી લો અને ત્વચાના રોગમાં લગાવવાથી ત્વચાના રોગ ના દર્દીને રાહત મળે છે. મોંમાં છાલા પડે ત્યારે બિજોરાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. બિજોરામાં સાઇટ્રિક અને એસ્કોર્બિક એસિડઅને મજબૂત એન્ટિમાઇક્રોબાયલ છે જે મોંના છાલા ને નાશ કરે છે.
પથરીમાં બિજોરું ઉત્તમ પરિણામ આપે છે. બીજોરાનો રસ પથરીને તોડી-ઓગાળીને બહાર કાઢે છે. પથરી જો બહુ મોટી ન હોય તો બિજોરાનાં બે ચમચી જેટલાં રસમાં ચપટી જવખાર કે સિંધવ મેળવીને દિવસમાં બેથી ત્રણ વખત પીવાથી થોડા દિવસમાં મૂત્રમાર્ગની પથરી નીકળી જાય છે.
વીંછીનું ઝેર ઉતારવા માટે કાનમાં બિજોરાના 20-30 ટીપાં નાખવાથી વીંછીનું ઝેર ઉતારી જાય છે. કરોળિયાના ઝેરને ઉતારવા માટે પણ બિજોરાના 20-30 ટીપાં કાનમાં નાખવાથી અથવા પાણીમાં બિજોરાના પાનને પીસીને લેપ કરવાથી વીંછીનું ઝેર ઉતારી જાય છે.
બીજોરાનો રસ ગરમીની મોસમમાં પીવાથી મગજને રાહત મળે છે અને તરસ મટે છે. બીજોરાના મૂળ, મહુડાની છાલ અને જેઠીમધ એ દરેક વસ્તુ સરખે વજને લઈ ચૂર્ણ તૈયાર કરવુ. આ ચૂર્ણ લેવાથી સ્ત્રીને પ્રસુતિ સમયે દુખ સહન નહીં કરવું પડે.