બારમાસીના છોડ નાના અને ઝાડીઓ જેવો હોય છે. બારમાસી છોડના પાંદડાઓ ગોળ અને થોડીક લંબાઈની સાથે જ ઈંડાકાર, અત્યંત ચમકદાર અને ચીકણા હોય છે. એકવાર બારમાસી છોડના મુળિયા જમીનમાં જામી જાય છે તો તેની આસપાસ અન્ય બારમાસી છોડ પણ ઉગવા લાગે છે.
પાંચ પાંદડા વાળા ફૂલ સફેદ, ગુલાબી, ફાલસા, જાંબલી વગેરે રંગોમાં ખીલે છે. પાંદડા અને ફળનું પડ થોડું જાડું હોય છે. એના ચીકણા જાડા પાંદડાઓના કારણે જ પાણીનું બાષ્પીકરણ ઓછું થાય છે અને બારમાસી ઓછા પાણીએ પણ ખીલે છે અને ફેલાઈ જાય છે. એના આ ગુણના કારણે પુષ્પ પ્રેમીઓએ તેનું નામ નયનતારા કે પછી બારમાસી રાખ્યું છે. ફૂલ તોડીને રાખી દેવાથી પણ તે આખા દિવસ સુધી તાજા રહે છે.
મંદિરોમાં પૂજા કરવા દરમિયાન આ પુષ્પ અર્પણ કરવાના ઉપયોગમાં લેવાય છે. સફેદ ફૂલ વાળો બારમાસીનો છોડ કેન્સરની બીમારીની સારવારમાં ખૂબ સારો માનવામાં આવે છે. તેના પાંદડા કેન્સર વિરોધી હોય છે. તે કેન્સરના સેલ્સને વધવાથી રોકે છે અને ખરાબ થયેલ ભાગને બીજીવાર સારું બનાવે છે.
કેન્સરના 1 સ્ટેજ વાળા દર્દી બારમાસીના પાનનો રસ પીવે તો તેને ઘણો ફાયદો થાય છે. અને છેલ્લા સ્ટેજમાં જો તેનો ઉપયોગ કરવાથી તે દર્દીની ઇમ્યુનિટી શક્તિશાળી બનાવે છે. જેનાથી તે થોડાક વધારે સમય જીવન જીવી શકે છે. ત્વચાના પિમ્પલ્સ ની સમસ્યા સામાન્ય છે જેના કારણે લોકો પરેશાન થાય છે આ સમસ્યાને દૂર કરવા માટે બારમાસીના છોડનો ઉપયોગ કરી શકો છો.
ત્વચા પર બારમાસીના ફૂલોનો રસ લગાવવાથી ચહેરા પર ખીલની સમસ્યા મૂળથી દૂર થાય છે. બારમાસી ના પાન નો રસ અથવા તેના પાંદડા ચાવવાથી અને તેને ખાવાથી તેને ડાયાબિટીઝમાં ફાયદો થાય છે. બારમાસી એક સાધારણ અને સુંદર ફૂલ છોડ છે, તેવી રીતે તેના ગુણો ખુબજ મોટા છે. બારમાસી ડાયાબિટીસ ની સાથે સાથે હાઈબ્લડપ્રેશર અને કેન્સર જેવી બીમારીઓની દવા છે.
બારમાસીનો નિયમિત ઉપયોગ કરવાથી આપણા શરીરનું લોહી સાફ થાય છે. અને બારમાસી ચામડીના રોગોમાં પણ તુરંત રાહત અપાવતી વનસ્પતિ છે. ડાયાબીટીસ ની દવા માટે બારમાસીના ૫ ફૂલ અને તેના છોડના ૨ પાન, ટમેટું અને કાકડી લઇ તેનું જ્યુસ બનાવી અને દિવસમાં એક વાર ખાલી પેટ અથવા તો જમીને એક કલાક પછી પીવું.
કાકડી અને ટામેટાનું જ્યુસ બનાવતી વખતે તેનો વચ્ચેનો ગર્ભ કાઢીને જ્યુસ બનવાનું અને ગાળીને પી જવાનું. આ દવા ખુબજ આસન અને ઝડપથી અસર કરતી ડાયાબીટીસની સંજીવની માનવામાં આવે છે. બારમાસીના ત્રણ ફૂલને અડધા કપ પાણીમાં પલાળી દેવા. આ પાણીમાંથી ફૂલને કાઢી અને સવારે ખાલી પેટ તેને પી જવું. તેનાથી ડાયાબિટીસ ઘટે છે. આ પ્રયોગ નિયમિત દસ દિવસ કરવાથી ચોક્કસ પણે લાભ થાય છે.
બારમાસીના છોડના મૂળમાં એઝ માલસીન નામના આલ્કેલોઈડ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ છે આવી સ્થિતિમાં જો હાઈ બ્લડ પ્રેશરનો શિકાર બનેલી વ્યક્તિ બારમાસી છોડનું મૂળ સવારે ચાવી લે તો તે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી છૂટકારો મેળવશે. ફેફસાના ઇન્ફેકશન જેવા કે ઉધરસ, ગળું બેસી જવું આવી તકલીફોની સારવારમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
બારમાસીના ફૂલોમાં ક્ષારીય તત્વો જોવા મળે છે. જે ઉધરસ ની તકલીફમાં સંજીવની બુટી ની જેમ સ્વાસ્થય માટે ફાયદાકારક છે. જો મધમાખી કે અન્ય જીવજંતુ કરડી જાય તો પણ બારમાસીના ફૂલનો ઉપયોગ દવા તરીકે કરી શકાય છે. આ ફૂલને પીસી અને તેનો રસ કાઢી ડંખ પર લગાવી દેવો. કોઈ જુનો ઘા હોય તો તેના પર પણ આ ફૂલના રસને દવા તરીકે લગાડવો. તેનાથી ઘા માં ઝડપથી રૂઝ આવામાં મદદ કરે છે
બારમાસીનો છોડ પેટ માટે સારો સાબિત થાય છે. તેના પાંદડા નો રસ મેનોરેજીયા ની બીમારીની સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને આ બીમારીમાં સાધારણ સ્વરૂપે પિરિયડ આવવા લાગે છે. બારમસીના પાનને વાટીને પાણીમાં નાખી તેનો રસ બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે. અને તેના મૂળને સૂકવીને પાઉડર બનાવીને રોજ પીવાથી પણ મેનોરેજીયા ની બીમારીમાં ફાયદો થાય છે.